કુરકુરી ગુવાર ફળી બનાવવાની રીત | kurkuri guvar fali banavani rit

કુરકુરી ગુવાર ફળી બનાવવાની રીત - kurkuri guvar fali banavani rit
Image credit – Youtube/Food Connection
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Food Connection YouTube channel on YouTube આજે આપણે કુરકુરી ગુવાર ફળી બનાવવાની રીત – kurkuri guvar fali banavani rit શીખીશું. કુરકુરી ગોવાર ને ગોવાર ની કાચરી કે ગોવાર ની સુકમણી પણ કહેવાય છે આ બનાવવા માં થોડી પણ મહેનત નથી પણ ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે ને એકવાર બનાવી લીધા બાદ બાર મહિના સુધી સાચવી શકાય છે ને જ્યારે ખાવી હોય ત્યારે બે મિનિટમાં તેલમાં તરી ને ખાઈ શકાય છે તો ચાલો જોઈએ કુરકુરી ગોવાર બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

કુરકુરી ગુવાર ફળી બનાવવા જરૂરી સામગ્રી | kurkuri guvar fali banava jaruri samgri

  • ગોવાર 1 કીલો
  • ગાર્નિશ માટે
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

kurkuri guvar fali banavani rit

સૌ પ્રથમ સાવ કાચો ગોવાર લ્યો અહી તમે સાદો ગોવાર કે દેસી ગોવાર જે લેવો હોય એ લઈ શકો છો

ગોવાર ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે પાણી થી ધોઇ લ્યો હવે કપડામાં કોરો કરી લેવો ત્યાર બાદ તડકામાં કપડા પર ફેલાવી બે દિવસ સૂકવી લેવો બે દિવસ માં ગોવાર બિલકુલ સુકાઈ જસે એટલે ભેગો કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લો

Advertisement

અથવા જો તડકો ના હોય તો પંખા નીચે સાવ અલગ અલગ રહે એમ ત્રણ ચાર દિવસ સૂકવો બિલકુલ સુકાઈ (જો ઘરમાં સૂકવો છો તો ધ્યાન રાખવું કે ગોવાર બરોબર સુકાય નહિતર ડબ્બામાં ભર્યા પછી ફૂગ થઈ શકે) જાય એટલે ભેગો કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લો

 હવે સૂકવેલા ગોવાર ને કુરકુરી બનાવવા ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે એમાં થોડો સૂકવેલા ગોવાર ફળી નાખો જેવી ફડી નાખો એવા ગેસ થી દૂર થઈ જાઓ અથવા ઢાંકી નાખો જેથી તેલ તમારા પર ના ઉડે ને જ્યારે પણ તરતા હો ત્યારે બાળકો ને દુર રાખવા નહિતર દાજી શકે છે (ખાસ ધ્યાન રાખું તરતી વખતે તેલ ઉડે છે તો દૂર રહેવું)

અડધી મિનિટ તેલ માં હલાવ્યા બાદ થોડો ગોલ્ડન રંગ આવે એટલે ફરી ને કાઢી ને ટિસ્યુ પેપર પર કે ચારણીમાં મૂકો જેથી વધારાનું તેલ નીકળી જય આમ જેટલી તરવી હોય એટલી ગોવાર ફળી તરી લ્યો

હવે તરેલી ગોવાર ફળી ને એક વાસણમાં લઈ એના પર લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને મજા લ્યો કુરકુરી ગોવાર

કુરકુરી ગુવાર ફળી બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Connection ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

કીસમીસ બનાવવાની રીત | kismis banavani rit | kismis recipe in gujarati

પેરી પેરી મસાલો બનાવવાની રીત | peri peri masalo banavani rit | peri peri masalo gujarati in recipe

કાચી કેરી ની ચટણી બનાવવાની રીત | kachi keri ni chutney banavani rit | kachi keri ni chutney recipe in gujarati

ફુદીનાનું શરબત બનાવવાની રીત | fudina nu sharbat banavani rit gujarati ma | fudina sharbat recipe in gujarati

પાલક પનીર બનાવવાની રીત | palak panir banavani rit | palak panir recipe in gujarati

ગુજરાતી દાળ ઢોકરી બનાવવાની રીત | gujarati dal dhokri banavani rit | dal dhokri recipe in gujarati

દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma recipe in gujarati

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement