ઘરે હોળી – ધુળેટી ના કુદરતી રંગ બનાવવાની સરળ રીત

ધુળેટી ના કુદરતી રંગ બનાવવાની સરળ રીત - Holi Colour at home in Gujarati
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ઘરે ઓર્ગેનિક રંગ બનાવતા શીખીશું જે કોઈ ને પણ કોઈજ પ્રકાર નું નુકશાન કરતા નથી, આ હોળી-ધુળેટી ના કુદરતી રંગ થી ઉજવો , આ કુદરતી ધૂળેટી ના રંગો મા ના ગુલાબી, લીલો પીળો વાદળી રંગો નો સમાવેશ થાય છે,

ઘરે ધુળેટી ના કુદરતી રંગ બનાવવવા નીચે મુજબ ની સામગ્રી જોઇશે

 • કોર્ન ફ્લોર / ટેલકમ્ પાવડર(ચહેરા પર લગાવાતોપાવડર)૩ કપ
 • બીટ છીણેલી ૨ કપ
 • હળદર ૩-૪ ચમચી
 • પાલક ધાણા ૧-૧ જુડી
 • ફૂડ કલર બ્લૂ ના ૮-૧૦ ટીપાં
 • જરૂર પ્રમાણે પાણી

ધુળેટી ના કુદરતી રંગ બનાવવાની સરળ રીત

Time needed: 1 hour and 30 minutes

ધુળેટી ના કુદરતી રંગ જે તમે ઘરે બનાવી શકો છો તેમાં ગુલાબી, લીલો, પીળો, વાદળી રંગ નો સમાવેશ થાય છે

Advertisement
 1. પીળો રંગ બનાવવાની રીત

  પીળો ઓર્ગેનિક રંગ બનાવવા સૌપ્રથમ એક તપેલી માં અડધો કપ પાણી ગરમ મૂકો પાણી ઉકળે એટલે તેમાં ૨-૩ ચમચી હરદળ નાખી ૨ મિનિટ ઉકાળો ત્યાર બાદ તૈયાર પાણી ઠંડુ થવા દયો બરોબર ત્યાર બાદ એમાં કોર્ન ફ્લોર કે પાવડર નાખી હાથ વડે બરોબર મિક્સ કરો ને તૈયાર મિશ્રણ ને એક થાળી માં પાથરી  એક દિવસ ફૂલ તડકા માં સૂકવો અથવા માઈક્રોવેવ માં ૩ મિનિટ  સુકાવ્યા પછી તેને ચાળણીમાં ચારી લ્યો તો તૈયાર છે પીળો ઓર્ગેનિક હોળી નો રંગપીળો રંગ

 2. લીલો રંગ બનાવવાની રીત

  લીલો ઓર્ગેનિક રંગ બનાવવા સૌપ્રથમ પાલક ને ધાણા ને મિક્ષચર માં પીસી લયો ત્યારબાદ ગરણી વડે ગાડી લો ને પાલક ધાણા નું પાણી અલગ કરી લ્યો હવે તેમાં 3 કપ કોર્ન ફ્લોર / પાવડર નાખી હાથ વડે બરોબર મિક્સ કરો ને તૈયાર મિશ્રણ ને થાળી માં પાથરી એક દિવસ ફૂલ તડકા માં સૂકવો અથવા માઈક્રોવેવ માં ૩ મિનિટ ગરમ કરી લ્યો કલર બરોબર સુકાઈ જાય એટલે તેને ચારણી વડે ચારી લ્યો તો તૈયાર છે લીલો ઓર્ગેનિક હોળી નો રંગ.લીલો રંગ

 3. ગુલાબી રંગ બનાવવાની રીત

  ગુલાબી ઓર્ગેનિક રંગ બનાવવા સૌપ્રથમ બિત ને છીણી તેમાં અડધો કપ પાણી નાખી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એને ગરણી વડે ગાળી લ્યો ત્યાર બાદ એમાં કોર્ન ફ્લોર કે પાવડર નાખી હાથ વડે બરોબર મિક્સ કરો ને તૈયાર મિશ્રણ ને એક થાળી માં પાથરી  એક દિવસ ફૂલ તડકા માં સૂકવો અથવા માઈક્રોવેવ માં ૩ મિનિટ  સુકાવ્યા પછી તેને ચાળણીમાં ચારી લ્યો તો તૈયાર છે ગુલાબી ઓર્ગેનિક હોળી નો રંગ.ગુલાબી રંગ

 4. વાદળી રંગ બનાવવાની રીત

  વાદળી ઓર્ગેનિક રંગ બનાવવા બ્લૂ ફૂડ કલર ની બે ચમચી કોર્ન ફ્લોર માં નાખી હાથ વડે બરોબર મિક્સ કરો ત્યાર બાદ એને એક થાળી માં પાથરી ને તડકા માં એક દિવસ અથવા માઈક્રોવેવ માં ૩ મિનિટ સુકવ્યા પછી તેને ચાળણીમાં ચારી લ્યો તો તૈયાર છે વાદળી ઓર્ગેનિક હોળી નો રંગ.વાદળી રંગ

How to make Holi Colour at home

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

હોળી સ્પેશિયલ ઇન્સ્ટન્ટ માલપુઆ બનાવવાની રીત | malpua recipe in Gujarati

સ્પેશિયલ ઠંડાઈ બનાવવા ની રીત | ઠંડાઈ નો મસાલો બનાવવાની સરળ રીત

રેડ વેલવેટ કેક બનાવવાની સરળ રીત | Red velvet cake recipe in Gujarati

સ્પેશિયલ મીઠાઈ માવા ના ગુજીયા બનાવવાની રીત | મીઠા ઘૂઘરા બનાવવાની રીત | ghughra recipe Gujarati

સ્વાસ્થ્ય માટે ઉપયોગી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement