ઇન્સ્ટન્ટ માલપુઆ બનાવવાની રીત | malpua recipe in Gujarati

ઇન્સ્ટન્ટ માલપુઆ બનાવવાની રીત - instant malpua recipe in Gujarati
Image – Youtube/Hebbars Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે હોળી નજીક આવી રહી છે ત્યારે આપણે શીખીશું હોળી સ્પેશિયલ ઇન્સ્ટન્ટ માલપુઆ બનાવવાની રીત, instant malpua recipe in Gujarati.

ઇન્સ્ટન્ટ માલપુઆ બનાવવાની રીત

ઇન્સ્ટન્ટ માલપુઆ બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.

  • મેંદો/ઘઉં નો લોટ ૧ કપ
  • દૂધ નો પાવડર અડધો કપ
  • સોજી ૨-૩ ચમચી
  • કાચી વરિયાળી ૧ ચમચી
  • દૂધ દોઢ કપ
  • ખાંડ ૧ કપ
  • કાજુ , બદામ, પિસ્તા વગેરે મિક્સ ડ્રાય ફ્રુટ ની કતરણ
  • એલચી૧-૨ (ઓપ્શનલ)
  • તરવા માટે તેલ/ઘી
  • જરૂર મુજબ પાણી

માલપુઆ બનાવવાની રીત

ઇન્સ્ટન્ટ માલપુઆ બનાવવાની રીત મા સૌ પ્રથમ એક વાસણ માં મેંદો/ ઘઉં નો લોટ લ્યો તેમાં દૂધ નો પાવડર ને સોજી નાખી મિક્સ કરો,

ત્યાર બાદ થોડું થોડું કરી દૂધ નાખતા જાઓ ને ગાંઠા ના પડે તેમ મિક્સ કરતા જઈ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો ને ૨૦-૨૫ મિનિટ એક બાજુ મૂકી રાખો.

Advertisement

હવે ગેસ પર એક કડાઈમાં એક કપ ખાંડ ને અડધો કપ પાણી નાખી મિક્સ કરો ને મિશ્રણ માં ૫-૭ મિનિટ ઉકાળો આવે ત્યાં સુંધી ઉકાળો, ત્યાર બાદ એમાં એલચી નો ભૂકો નાખી ગેસ બંધ કરી ચાસણી એક બાજુ મૂકો

હવે ફરી ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ મૂકો ને તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં પહેલા તૈયાર કરેલ મિશ્રણ ને કડછી કે વાટકા વડે જેટલી સાઇઝ ના માલપુઆ બનાવવા છે એટલું મિશ્રણ નાખી બન્ને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરો,

ત્યાર બાદ તેલ માંથી કાઢી ને તૈયાર કરેલ ચાસણી માં ૫-૭ મિનિટ ડુબાડો ત્યાર બાદ ચાસણી માંથી કાઢી લ્યો ને મિક્સ ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરો તો તૈયાર છે ઇન્સ્ટન્ટ માલપુઆ.

instant malpua recipe in Gujarati

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ગુલાબ જામુન બનાવવાની રીત | Gulab jamun banavani rit | Gulab jamun recipe in Gujarati

ઓટ્સ રવા ઢોસા રેસીપી | Rava dosa banavani rit | Rava Dosa recipe in Gujarati

રવા ઈડલી બનાવવાની રીત | Rava Idli banavani rit | Rava Idli recipe in Gujarati

રવા ના લડવા બનાવવાની રીત | સોજી ના લાડવા બનાવવાની રીત | Rava na Ladu recipe

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement