મધ ના ફાયદા | મધ ના પ્રકાર | મધ ના નુકસાન | મધ ની પરખ | મધ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા

મધ ના ફાયદા - મધ ના ઘરેલું ઉપચારો - મધ ના પ્રકાર - મધના નુકસાન - Madh na fayda in Gujarati - honey benefits in Gujarati
Advertisement

આ આર્ટીકલ ની અંદર વાંચો મધ વિશે માહિતી જેમા મધ ના ફાયદા, મધ ના ઘરેલું ઉપચાર ,મધ ના પ્રકાર અને તેની ખાશીયત, મધ ના રેગ્યુલર સેવન થી થતા ફાયદા, મધના નુકસાન,ચહેરા માટે મધ ના ઘરગથ્થું ઉપચારો, Madh na fayda in Gujarati ,Honey benefits in Gujarati.

મધ વિશે માહિતી

ભારત માં પ્રાચીન કાળ થી મધ નો ઉપયોગ થતો આવ્યો છે. પ્રાચીન કાળ થી મધ ને એક ઉત્તમ ખાદ્ય ગણવામાં આવે છે.

મધ ના સેવન થી મનુષ્ય નીરોગી, બળવાન બને છે. મધ એ એક માત્ર ઔષધ નજ નથી, પણ દૂધ ની માફક મધુર અને પૌષ્ટિક એક સંપૂર્ણ ખાદ્ય છે.

Advertisement

ખોરાક માં જ્યાં જ્યાં ખાંડ અને ઘી વપરાય છે ત્યાં ત્યાં મધ નો ઉપયોગ કરી શકાય છે.

વૈજ્ઞાનિક મત પ્રમાણે મધ માં ફલશર્કરા ૪૨% અને દ્રાક્ષ શર્કરા ૩૫% હોય છે. આમ મધ માં એકંદરે ૮૭% જેટલું ગ્લુકોઝ નું પ્રમાણ હોય છે.

ગ્લુકોઝ શરીર માં જલ્દી પચી જાય છે અને લોહીમાં તરત જ ભળી જાય છે. તેથી શરીર ના બીજા અવયવોને તેને પચાવવાનો શ્રમ કરવો પડતો નથી.

મધમાં રહેલી શુગર માં સોંલ, એન્ટીમની, કલોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઈડ વગેરે ઝેરી દ્રવ્યોની અસર મટાડવાનો ગુણ રહેલો છે.

મધ ની અમ્લતા માં સફરજનનો મેલિક એસીડ અને સંતરા નો સાઇટ્રિક એસીડ નો ગુણ પણ હોય છે.

વિટામીન- ‘B’ નું પ્રમાણ મધ મા વધારે હોય છે તેમજ મધ મા રહેલી શુગર પચવામાં અત્યંત હલકી અને પોષક અને બળ આપનારી હોય છે.

મધ ના પ્રકાર

આયુર્વેદ મુજબ મધ ૮ પ્રકાર ના હોય છે જેની યાદી નીચે મુજબ છે 

  1. માક્ષિક મધ
  2. ભ્રામર મધ
  3. ક્ષૌદ્ર મધ
  4. પૌતિક મધ
  5. છાત્ર મધ
  6. આધ્ય્ર મધ
  7. ઔદદ્દાલિક મધ
  8. દાલ મધ

આ મધ છ પ્રકાર ના મધ મધમાખીઓ દ્વારા તૈયાર થાય છે. એટલે કે મધમાખીઓના નામ પર થી મધ ના નામ પડેલા છે.

માક્ષિક મધ

પીળા રંગ ની મોટી માંખીઓએ બનાવેલું તેલ જેવા રંગનું મધ “માક્ષિક મધ “ કહેવાય.

આ મધ શ્રેઠ, નેત્ર ના રોગો ને હરનાર, હલકું અને કમળો, અર્શ, શ્વાસ, ઉધરસ, તથા ક્ષય ને મટાડનાર છે.

ભ્રામર મધ

ભમરાઓએ બનાવેલું અને સ્ફટિકમણી જેવું નિર્મળ મધ “ભ્રામર મધ” કહેવાય.

આ મધ રક્તપિત્ત ને મટાડનાર, પેશાબની બળતરા ઓછી કરનાર, વધારે ચીકણું અને ઠંડુ હોય છે.

ક્ષૌદ્ર મધ

પિંગળા(લાલાશ પડતા પીળા રંગ ની) ઝીણી માંખીઓએ બનાવેલું મધ “ક્ષૌદ્ર મધ” કહેવાય છે.

આ મધ પિંગળા રંગ વાળું, માક્ષિક મધ ના જેવા જ ગુણો વાળું અને ખાશ કરી ને ડાયાબીટીશ ને મટાડનાર છે.

પૌતિક મધ

મચ્છર જેવી અત્યંત ઝીણી, કાળી અને ડંખ થી બહુ જ પીળા કરનારી માંખીઓએ બનાવેલું મધ “પૌતિક મધ” કહેવાય.

આ મધ રુક્ષ તથા ગરમ હોઈ પિત્ત, બળતરા, લોહી વિકાર, તથા વાયુ કરનાર, છે.

છાત્ર મધ

પીળા રંગ ની વરટા નામની માખીઓ હિમાલય ના વન માં છત્ર જેવા આકાર ના મધપુડા બનાવે છે. તેનું મધ “છાત્ર મધ” કહેવાય છે.

આ મધ પીન્ગ્ડું, ચીકણું, ઠંડું, ભારે અને તૃપ્તિ કરનાર હોઈ પેટના કીડા, સફેદ કોઢ, રક્તપિત્ત, ડાયાબીટીશ, તરસ તથા ઝેર ને મટાડે છે.

આધર્ય મધ

ભમરા જેવી અને તીક્ષ્ણ મુખો વાળી પીડી માખીઓનું નામ અધર્ય છે. તેમણે બનાવેલું મધ “આધર્ય મધ” કહેવાય છે.

આ મધ આંખોમાંટે ખુબ જ ગુણકારી, કફ તથા પિત્ત ને મટાડનાર, તૂરું,કડવું અને બળ તથા પુષ્ટિ આપનારું છે.

ઔદદ્દાલિક મધ

રાફડા માં રહેનારા પિંગળા રંગના ઝીણા કીડાઓ જે પીળા રંગ નું સ્વલ્પ મધ બનાવે છે તે “ઔદદ્દાલિક મધ” કહેવાય છે.

આ મધ ખુબજ મીઠું, અવાજ મીઠો કરનારું, કોઢ તથા ઝેરને મટાડવામાં ઉપયોગી છે. આ મધ ભાગ્યે જ મળી શકે છે.

દાલ મધ

પુષ્પોમાંથી ઝરીને પાંદડા ઉપર ઠરેલો મધુર, ખાતો અને તૂરો પુષ્પોનો રસ “દાલ મધ” કહેવાય છે.

દાલ મધ હલકું, અગ્નિ પ્રદીપ્ત કરનાર, કફ ને તોડનાર, તુરાશ પડતું, ઉલટી તથા ડાયાબીટીશ ને મટાડનાર છે.

મધ ના ફાયદા – Madh na fayda in Gujarati

મધ(honey) મધમાખી અને અન્ય કેટલાક સંબંધિત જંતુઓ દ્વારા મધ(honey) બનાવવામાં આવે છે.

મોટા ભાગના કિસ્સામાં , સુક્ષ્મસજીવો મધ(honey) ની અંદર રહી શકતા નથી જેના કારણે લોકો તેને લાંબા સમય સુધી બગાડ્યા વિના સંગ્રહિત કરી શકે છે

મધ ના ફાયદા તે તમારી ત્વચા સાફ કરે છે

જો તમે તમારી ત્વચાની સંભાળ ન લેતા હો, તો તમારે શરુ કરવું જોઈએ. તમે તંદુરસ્ત ત્વચા ઇચ્છતા હો તો મધ(honey) એક ખુબ ઉપયોગી પ્રવાહી છે.

જે એન્ટીઑકિસડન્ટોથી ભરેલુ એક મહત્વનો સ્રોત છે જે તમારા શરીરને હાનિકારક સુક્ષ્મસજીવો ને સાફ કરવામાં મદદ કરશે.

તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો પણ છે જે તમારી ત્વચાને સ્વચ્છ રાખશે.

મધ ના ફાયદા તે વધારાનો વજન ઉતારવામાં મદદ કરશે

જો તમે તમારા ડૉક્ટર પાસે જાઓ અને તેમને કહો કે તમે વજન ઓછુ કરવા ઈચ્છો છો, તો તેઓ તમને તમારા ખોરાકમાંથી ખાંડ નું સેવન બંધ કરવાની સલાહ આપશે.

પરંતુ તેઓ તેમાંથી મધ(honey) ને બાકાત કરવા માટે તમને કહેશે નઈ કારણકે મધ માં એક અલગ પ્રકારનું ખાંડ પદાર્થ ઉમેરવામાં આવે છે જે તમારા ચયાપચય ની પ્રક્રિયા ને ઉત્તેજન આપે છે

જે તમને તમારા વજન ઉતારવા ના ધ્યેયમાં મદદ કરશે.

વધેલી ચરબીને ઉતારવા અને વજન ઘટાડવા માટે મધ અને લીંબુનો રસ ગરમ પાણીમાં નાખીને પીવાય તો ક્રમશઃ ચરબી તથા વજન ઘટે છે.

તેનું સેવન લાંબા સમય સુધી કરવું પડે છે ત્યારે જ ફાયદો થાય છે.

Madh na fayda મધ તમારું કોલેસ્ટરોલ ઘટાડવા માં મદદ કરશે

સાયન્ટિફિક વર્લ્ડ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ માં લખવામાં આવ્યું હતું કે મધ(honey) ના ઉપયોગ થી કોલેસ્ટ્રોલ માં 3 ટકા જેટલો ઘટાડો થાય છે.

એક અભ્યાસમાં એક વ્યક્તિ ને 30 દિવસ માટે 70 ગ્રામ મધનો આગ્રહ કરવા માં આવ્યો જેના પરિણામો ચકાસતા કુલ કોલેસ્ટ્રોલ 3 ટકા ઘટાડો નોધાયો હતો.

જર્નલ ઓફ મેડિસીન એન્ડ ફૂડમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં મધ ના રેગ્યુલર સેવન થી કોલેસ્ટ્રોલ માં 8 ટકા ઘટાડો જોવા મળ્યો છે.

મધ ના ફાયદા તે તમારા હૃદય ને મજબૂત બનાવે છે

સંશોધન સૂચવે છે કે મધ(honey) ખાવાથી, તમે તમારા ધમનીઓને સાંકડી થવાથી અટકાવી શકો છો.

ધમની ની સમસ્યા ઓની સંભાવના પર ધ્યાન દઈએ તો કાર્ડિયાક નિષ્ફળતા, માથાનો દુખાવો, અને યાદશક્તિ સંબધિત નુકશાન પણ અનુભવી શકો છો.

મધ ના ફાયદા તે યાદ શક્તિ માં સુધારો કરે છે

રોઇટર્સ હેલ્થ નામની એક સંસ્થા એ એક અભ્યાસ હાથ ધર્યો હતો જે મધના રેગ્યુલર સેવન ને સારી યાદશક્તિ સાથે જોડવા માગતા હતા.

આ અભ્યાસોમાં 102 તંદુરસ્ત સ્ત્રીઓને રેગ્યુલર 20 ગ્રામ મધ નું સેવન કરવા નું કેહવામાં આવ્યું, તેઓ ચાર મહિના માટે રેગ્યુલર સેવન પછી, તેમને જાણવા મળ્યું હતું કે

મધના મધુરતા મહિલાઓને એક વધારાની શબ્દ યાદ રાખવા મદદ કરતો હતો,

જે પહેલા કરવામાં આવેલા મેમરી ટેસ્ટ દરમિયાન યાદ રાખવા માટે 15 શબ્દો આપવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ફરી કરતા ૧ શબ્દ વધુ રાખી શક્તિ હતી

અને મધ મગજમાં કેલ્શિયમ સહેલાઇથી પહોચાડવા માં મદદ કરે છે.

મધ ના ફાયદા તે સારી નીંદર લાવામાં મદદ કરે છે

તમે નાના બાળક જેમ ઊંધ કરવા ઈચ્છો છો? તો મધ(honey) ને સુતા પહેલા રેગ્યુલર સેવન કરો,

જે ના લીધે તમારા ઇન્સ્યુલિનનું પ્રમાણ સહેજ વધવામાં મદદ કરે છે અને મગજમાં ટ્રિપ્ટોફોનને પરવાનગી આપે છે.

તેમજ આપણને સારી ઊંઘવા માં મદદ કરે છે.

Madh na fayda મધ પેટ ને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે

જો તમે સતત પેટનું ફૂલવું અને અપચો જેવી સમસ્યા થી પીડાતા હોવ તો મધ નું રેગ્યુલર સેવન કરો,

કારણકે તેની અંદર એન્ટિસેપ્ટિક ગુણધર્મો મળી આવે છે જે અપચો ઘટાડશે અને ગેસ પણ કંટ્રોલ કરશે. -Honey benefits in Gujarati

Madh na fayda મધ તમારા નર્વસ સિસ્ટમ ને આરામ આપે છે

શરીરમાં ચેતાકોષોને યોગ્ય રીતે કામ કરવા માટે ગ્લુકોઝની જરૂર છે. મધ ની અંદર રહેલું ગ્લુકોઝ લોહી માં સરળતાથી શોષાય છે,

જે અમુક મનોવૈજ્ઞાનિક ડિસઓર્ડર ને દુર રાખે છે તેમ છતાં, જો તમને મનોવૈજ્ઞાનિક વિકૃતિઓથી પીડાઓ છો,

તો અમે સલાહ આપીએ છીએ કે તમે મધ લેવાને બદલે આરોગ્ય ડોકટર સાથે વાત કરો. તમે વૈકલ્પિક વસ્તુ તરીકે મધ લેવા વિશે પણ પૂછપરછ કરી શકો છો.

અમે આગ્રહ કરીએ છીએ કે ડાયાબિટીસના દર્દીઓ એ તેમના ડોક્ટર ની સલાહ લઇ તે પ્રમાણે મધ(Honey) નું સેવન કરવું.

મધ નો ઉપયોગ કબજીયાત મા

દરરોજ સવારે એક્ગ્લાસ ગરમ પાણી માં મધ અને લીંબૂ નો રસ નાખીને પીવાથી કબજિયાત માં ફાયદો થાય છે.

દૂધ માં મધ નાખીને પીવાથી પણ કબજિયાત માં રાહત મળે છે.

એક્ગ્લાસ નવસેકા પાણી માં એક એક ચમચી લીંબૂ અને આદુનો રસ તથા બે ચમચી મધ નાખીને પીવાથી કબજીયાત માં ફાયદો થાય છે,Madh na fayda.

મધ ના ઘરેલું ઉપચાર

મધ અને આદુનો રસ એક એક ચમચી લઇ એકત્ર કરીને સવાર-સાંજ પીવાથી શરદી મટે છે, અને જઠર મજબૂત થાય છે.

અડધી અડધી ચમચી મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ છૂટો પડી ને ઉધરસ મટે છે. એક કપ દૂધ માં એક ચમચી મધ મિલાવીને સવારે પીવાથી શક્તિ વધે છે.

મધ ની અમ્લતા અને એન્ઝાઈમ ને લીધે આતરડા ની કાર્યક્ષમતા માં વધારો થાય છે, અને મળ સહેલાઈથી  નીકળી જાય છે.

મધ એક ચમચી, અરડુસીના પાન નો રસ એક ચમચી, અને આદુનો રસ એક ચમચી મિક્ષ કરીને પીવાથી ઉધરસ મટે છે.

Madh na fayda gharelu upchar ma | મધ ના નુસખા

મધ માં ગોળ નો રસ મિલાવીને ચાટવાથી ઉલટી બંધ થાય છે.

બકરીના દૂધ ના આઠમાં ભાગે મધ મેળવીને પીવાથી લોહીની શુદ્ધિ થાય છે. બકરીના દૂધ માં મધ અને સાકર મિલાવીને પીવાથી રક્તપિત્ત માં ફાયદો થાય છે.

બે ચમચી મધ માં એક ચમચી લીંબુનો રસ મેળવી, એકરસ કરી, સવાર-સાંજ પીવાથી લોહીનું દબાણ ઓછું થાય છે.

ખાંડ વધારે ખવાય તો આફરો, અમ્લતા, અજીર્ણ, ડાયાબીટીશ વગેરે જેવી બીમારીઓ થાય છે. જયારે મધ ના સેવન થી આવા કોઈ પણ રોગ થતા નથી,.

મધ અને દૂધ નું સેવન કરવાથી હમેશા માંદા રહેતા બાળકો માટે ઉત્તમ છે. જેમનું શરીર ઘસાતું હોય તેમણે માટે પણ મધ નું સેવન હિતકારી છે.

મધ નો ઉપયોગ ઘરગથ્થું ઉપચાર મા

જો બે થી ચાર તોલા મધ દરરોજ નિયમિત લેવામાં આવે તો હૃદય માટે હિતકારી છે.

મધ સાથે કોગળા કરવાથી કાકડા વધ્યા હોય તો ઘણી રાહત થાય છે. તાજા માખણ સાથે મધ આપવાથી ક્ષય ના રોગીઓને ઘણો ફાયદો થાય છે.

મોઢામાં થોડીક વખત મધ રાખી કોગળો કરવાથી કે મધ અને પાણી એકત્ર કરીને કોગળો કરવાથી મોઢામાં પડેલા ચાંદા, વારંવાર તરસ લાગવી, વગેરે મટે છે અને મુખ સ્વચ્છ થાય છે.

રોજ સવારે મધ ને પાણીમાં મેળવી ચાર પાંચ મહિના બળતરા, ખંજવાળ, અને ફોડલીઓ જેવી ચામડીની અનેક સમસ્યાઓ માંથી રાહત મળે છે.

ચહેરા માટે મધ ના ઘરગથ્થું ઉપચારો

મધના ઘરેલું ઉપચારો જાણ્યા પછી જાણીએ ત્વચા માટે, ચહેરા ની સુંદરતા કઈ રીતે વધારી શકાશે  મધ ના ઉપયોગ દ્વારા ચાલો જાણીએ ચહેરા પર ચમક લાવવા માટે ચહેરો ચમકદાર બનાવવા માટે મધ ના ઘરગથ્થું ઉપચારો.

મીનીટોમાં જ ચહેરા ને ચમકદાર બનવા માટે મધ, દૂધ, પપૈયું અને દૂધ નો પાવડર મિક્ષ કરીને ચહેરા પર લગાવો. સુકાયા પછી નવસેકા પાણી વડે ધોઈ લો.

એક ચમચી મધ માં લીંબુનો રસ મિક્ષ કરીને ચહેરા પર માલીશ કરો. આનાથી ચહેરા પર જલ્દી થી કરચલીઓ પડતી થી અને ચહેરા માં નિખાર આવે છે.

સ્મૂધ અને ગ્લોઇન્ગ સ્કીન મેળવવા માટે દૂધ અને મધ નું મિશ્રણ ચહેરા પર લગાવો.

Madh no upyog face mate

મધ અને ઈંડા ની સફેદીને મિક્ષ કરીને ચહેરા પર લગાવો. ૨૦ મિનીટ પછી ચહેરો ધોઈ લો. ચહેરા પર ગજબ ની ચમક આવી જશે.

૨ ચમચી મધ, ૧ ઈંડું, ૨ ચમચી સોયા નો લોટ, ૧ ચમચી દૂધ ની મલાઈ, આ બધું  સારી રીતે મિક્ષ કરીને ઘાટી પેસ્ટ બનાવી લો

અને ચહેરા પર અને ગરદન પર લગાવી લો. ૧૦-૧૫ મિનીટ પછી ધોઈ લો. પાર્લર જેવો નિખાર આવી જાશે ફેસ પર.

એક ચમચી ચોખાના લોટ માં અડધી ચમચી મધ મિલાવીને ચહેરા પર ૨૦ મિનીટ લગાવીને રાખી મુકો. આમ કરવાથી કરચલીઓ જલ્દી પડતી નથી.

૧ ચમચી મધ, ૪ ટીપાં લીંબુનો રસ, અને ચપટી મીઠું અને થોડુક પાણી નાખીને મિક્ષ કરીને ચહેરા પર લગાવી નાખો. ૫ થી ૭ મિનીટ પછી ચહેરો ધોઈ લો. ચહેરા પર નિખાર આવી જાશે

એક ચમચી સંતરાનો રસ અને એક ચમચી મધ અને ગુલાબજળ મિલાવીને ચહેરા પર લગાવીને ૧૫ મિનીટ પછી ચહેરો પાણી વડે સાફ કરી લો.

મધ નો ઉપયોગ ફેસ પેક તરીકે

૨ ચમચી મધ, ૨ ચમચી ઈંડા ની સફેદી, ૨ ચમચી ઝરદાલું ની પેસ્ટ આ બધી વસ્તુને મિક્ષ કરીને ચહેરા પર લગાવીને ૨૦ મિનીટ પછી ધોઈ લો.

મધ અને ગુલાબ જળ ને મિક્ષ કરીને ચહેરા પર લગાવી અને નવસેકા પાણી વડે ધોઈ લો. ચહેરા પર ઈન્સ્ટનટ ગ્લો આવી જાય છે.

૨ ચમચી મુલતાની માટીમાં એક ચમચી મધ, અને એક ચમચી દૂધ મિક્ષ કરીને પેસ્ટ બનાવીને ચહેરા તથા ગરદન પર લગાવો. ૧૫ મિનીટ સુધી રહેવા દઈ ને ઠંડા પાણી વડે ધોઈ લો.

એક ચમચી ચંદન પાવડર, એક ચમચી મિલ્ક પાવડર, મધ, લીંબુનો રસ અને બદામ નું તેલ મિક્ષ કરીને આ પેસ્ટ ને ચહેરા પર લગાવો. ૧૫ મિનીટ પછી સુકાઈ જાય એટલે ચહેરો પાણી વડે ધોઈ લો.

એક ચમચી મધ, ૩ ચમચી માખણ, અને એક ચમચી ગુલાબ જળ ને સારી રીતે મિક્ષ કરીને હાથ પર લગાવીને મસાજ કરો. ત્વચામાં ઉતરતા વાર લાગશે, પરંતુ આનથી હાથ ની ત્વચા એકદમ મુલાયમ થઇ જાય છે અને સ્કીન ગ્લો પણ કરે છે.

મધ નું સેવન કરવાના અમુક નુકસાન | મધ ના નુકશાન

આમ તો મધ નું સેવન કરવાથી જલ્દી થી કોઈ પણ પ્રકાર નું નુકસાન થતું નથી પરંતુ જો ખોટી જાણકારી, અને વધારેપડતું સેવન થઇ જાય તો અવશ્ય નુકસાન થાય છે.

મધ પ્રમાણ થી વધારે ખાવું જોઈએ નહિ, બાળકોએ ૨૦-૨૫ ગ્રામ અને વયસ્કોએ ૪૦-૫૦ ગ્રામથી વધારે મધ એકસાથે વાપરવું નહિ.

લાંબા સમય સુધી વધારે માત્રા માં મધ લેવું નહિ, મધ નું અજીર્ણ મારી નાખનારું અને અત્યંત હાનીકારક છે.

મધ ને ગરમ કરીને ક્યારેય પણ ઉપયોગ માં લેવું નહી. ગરમ કરવાથી તેના બધા જ ગુણો નાશ પામે છે.

ઘી અને મધ સરખા પ્રમાણ માં ક્યારેય પણ ભેગા કરવા નહિ, તાવ માં દૂધ, ઘી અથવા મધ વાપરવું ઝેર સમાન છે.

જેને ખાવામાં ઝેર અથવા ઝેરી ખાદ્ય પદાર્થ આવી ગયો હોય તેમને ક્યારેય પણ મધ નું સેવન કરવું નહિ. આમ કરવાથી ઝેર નો પ્રકોપ વધી જાય છે.

મધ ને લગતા કેટલાક મુજ્વતા પ્રશ્નો 

મધ ની પરખ | કઈ રીતે ઓળખશો કે મધ ચોખ્ખું છે કે મિલાવટ કરેલ છે?

મધ ની ચોખાઈ તપાસવા પ્રથમ રીત તમે મધ મા રૂ ની વાત બોડી તેનો દીવો કરવાથી અવાજ વગર બળે તો સમજવું મધ ચોખ્ખું છે, મધ તપાસવાની બીજી રીત ચોખ્ખા મધ નું ટીપું પાણીમાં નાખવાથી તે પાણીમાં તળીએ બેસી જય છે, મધ તપાસવાની ત્રીજી રીત મધ મા પડેલ માખી જો તેમાંથી બહાર નીકળી આવે અને થોડી વાર મા ઉડી શકે તો તે મધ ચોખ્ખું છે

ભૂખ્યા પેટે મધ નું સેવન કરવાથી શું ફાયદો થાય છે?

મધ નું સેવન મગજ માટે ખુબજ ફાયદાકારક છે, ભૂખ્યા પેટે એક ચમચી મધ ને અવ્સેકા પાણી સાથે પીવાથી વજન ઓછુ થાય છે અને મધ સાથે લસણ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે છે

વજન ઘટાડવા માટે કાળી ચાય સાથે મધ નું સેવન કરી શકાય?

હા, મધ અને કાળી ચાય બંને વજન ઓછુ કરવા માટે ફાયદાકારક છે

સારી ગુણવત્તા વાળું મધ કયું કહેવાય?

જે મધ મા અન્ય પદાર્થો નું મિશ્રણ નથી હોતું તે મધ સારું કહેવાય, સારી ગુણવત્તા વાળા મધ મા માત્ર ૧૮% પાણી નો ભાગ હોવો જોઈએ

શું ડાયાબીટીસ ના દર્દી મધ નું સેવન કરવું જોઈએ ?

મધ નું સેવન કરવાથી તેની સિધ્ધી અસર આપણા શરીર ના સુગર લેવલ પર પડે છે બને ત્યાં સુધી ડાયાબીટીસ હોય તેવા વ્યક્તિઓ એ મધ નું સેવન ટાળવું જોઈએ જ્યાં સુધી તમારું ડાયાબીટીસ કંટ્રોલ મા ના આવે, તેમજ મધ નું સેવન ચાલુ કર્યા પહેલા તમારા ડોકટર ની સલાહ લીધા પછીજ સેવન કરવું

મધ વિશે માહિતી

આશા છે અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી મધ વિશે માહિતી જેમા મધ ના ફાયદા, મધ ના ઘરેલું ઉપચાર ,મધ ના પ્રકાર, મધ ના રેગ્યુલર સેવન થી થતા ફાયદા,

ચહેરા માટે મધ ના ઘરગથ્થું ઉપચારો, Madh na fayda in Gujarati , Honey health benefits in Gujarati.

આ તમામ માહિતી તમને પસંદ આવી હશે

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આપણા સૌના ઘરે સરળતા થી ઉગાડી શકતા અજમાના પાનનું સેવન કરવાના ફાયદા

શા માટે કેળા લાલ હોય છે? તેમજ લાલ કેળા નું સેવન કરવાથી સ્વાસ્થ્ય ને થતા ફાયદા, લાલ કેળા ની અંદર રહેલ પોષકતત્વો ની માહિતી

રોજ ૧ સંતરા નું સેવન કરવાના ફાયદા , સંતરા નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત,સંતરા નું સેવન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત.

કાચા બટાકા નો આ રીતે રસ પીવાથી માઈગ્રેન જેવી અનેક સમસ્યામાં ફાયદો મળે છે જાણો વિસ્તૃત મા માહિતી

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરજો મિત્રો અને પરિવારજનો સાથે.

તમે અમને Facebook & Instagram મા પણ OfficialNaradmooni અથવા Naradmooni થી સેર્ચ કરી અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement