દાડમ ના ફાયદા | દાડમ નો ઉપયોગ | દાડમ ની છાલ અને પાંદના ઘરેલું ઉપચારો

દાડમ ના ફાયદા - દાડમ ની છાલ અને પાંદના ઘરેલું ઉપચારો - દાડમ ની માહિતી - dadam na faida Gujarati - pomegranate benefits in Gujarati - દાડમ નો ઉપયોગ - દાડમ ના નુકસાન
Advertisement

આ આર્ટીકલ ની અંદર વાંચો  દાડમ ની માહિતી જેમાં દાડમ ના ફાયદા, દાડમ નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા,દાડમ ના નુસખા, દાડમ ની છાલ અને પાંદના ઘરેલું ઉપચારો, Dadam na faida Gujarati,dadam na nuksan, pomegranate benefits in Gujarati.

દાડમ ની માહિતી

કુદરતે આપણને અનેક ફળો આપ્યા છે. એ સર્વે ફળોમાનું એક સુંદર અને ઉમદા ફળ છે “દાડમ”.

તેની અંદર ના મોતી સમાન નાના નાના લાલ દાણા ખુબ સુંદર દેખાય છે. દાડમ દેખાવ માં જેટલું સુંદર છે તેટલા જ ખાવામાં પણ ટેસ્ટી હોય છે.

Advertisement

દાડમ ને ફૂલ આવાની વર્ષ માં ત્રણ મોસમ હોય છે. છતાં પણ દાડમ ઉનાળુ ફળ કહેવાય છે. દાડમ ની છાલ કઠણ હોવાથી તેનું ફળ જલ્દી થી બગડતું નથી.

Dadam vishe mahiti

દાડમ ત્રણ જાત નાં આવે છે. ખાટા, મીઠા, અને સંપૂર્ણ ખાટા. કલર ની દ્રષ્ટિએ દાડમ ના બે પ્રકાર છે. લાલ દાડમ અને સફેદ દાડમ. બન્ને પ્રકાર ના દાડમ સેહત માટે સારા ગણાય છે.

દાડમ ઈરાન, તુર્કીસ્તાન, અફઘાનિસ્તાન, વગેરે પહાડી પ્રદેશો માં પણ બહુજ થાય છે.

અરબસ્તાન માં મસ્કત માં અને તેની આસપાસ ના પ્રદેશ માં જે દાડમ થાય છે તે ખુબ જ ઉત્તમ ગણાય છે. દાડમ માં ૧૦થી ૧૫ ટકા જેટલી શુગર હોય છે.

લાલ દાડમ માં લોહતત્વ મળી આવે છે. દાડમ ની છાલ પાચનશક્તિ માટે સારી માનવામાં આવે છે.

દાડમ ના ફાયદા | Dadam na faida Gujarati

dadam na faida Gujarati – દાડમ ના મૂળ નું ચાટણ અથવા અથવા તેના ફળ ની છાલ પાણીમાં ઘસીને ચાટવાથી બાળકોની ઉધરસ મટે છે.

દાડમ નાં ફળ ની છાલ, લવિંગ નું અધકચરું ચૂર્ણ અને પાણી લઇ પંદર થી વીસ મિનીટ સુધી ઉકાળી ઠંડુ થાય એટલે ગાળી ને દિવસ માં ત્રણ વાર આ પાણી પીવાથી અતિસાર અને મરડો દૂર થાય છે.

મીઠા દાડમ ત્રણેય દોષોને હરનાર, તરસ, દાહ અને તાવ માં ફાયદાકારક છે.પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિઓને પણ માફક આવે છે.

ખાટા-મીઠા દાડમ વાયુ પ્રકૃતિ વાળા માટે ઉત્તમ છે. આવા દાડમ વાયુ અને કફ ને મટાડે છે.

દાડમ ની છાલ અને દાડમ ના પાંદના ઘરેલું ઉપચારો

દાડમ ની છાલ ના પાન વાટી, આંખો બંધ કરી ને એ વાટેલા પાન આંખ પર રાખવાથી દુખતી આંખો મટે છે છે.

મીઠા દાડમ ના દાણા ખાવાથી સગર્ભાનું હૃદય અને શરીર કમજોર રહેતું હોય તો તેમાં સુધારો થાય છે અને સગર્ભા ની નબળાઈ દૂર થાય છે.

દાડમ ની છાલ નું ચૂર્ણ નાગકેસર સાથે મિલાવીને પીવાથી હરસ માં પડતું લોહી બંધ થાય છે અને ફક્ત દાડમ નો રસ પીવાથી પણ હરસ માં ફાયદો થાય છે.

દાડમના પાન ની ચટણી, ઘસેલું ચંદન, તેમાં થોડું દહીં અને મધ નાખીને સગર્ભા સ્ત્રીને પીવડાવવાથી સગર્ભા સ્ત્રી અને બાળક બન્ને ની બળ વૃદ્ધિ થાય છે.

ખાટા-મીઠા દાડમ નું રસ પીવાથી અથવા તેના શરબત નું સેવન કરવાથી સગર્ભા સ્ત્રી ને ગર્ભાવસ્થા દરમિયાન આવતી ઉલટી મટી જાય છે.

દાડમ ના ફાયદા ઘરેલું ઉપચારમા

દાડમ નો ઉપયોગ તેના દાણા નો રસ લઇ તેમાં ખડી સાકર નાખીને આ જ્યુસ પીવાથી હૃદય ને ફાયદો થાય છે. અને દુખાવો મટે છે.

ખાટા-મીઠા દાડમનો રસ મોઢા માં રાખીને ધીમે ધીમે ફેરવીને પીવાથી મોઢાનો સ્વાદ સુધરે છે અને તાવ ને લીધે અરુચિ રહેતી હોય તો તે મટે છે .

તાજા દાડમ ના રસ માં સાકર નાખીને પીવાથી ગમે તે પ્રકારનો પીત્ત હોય તે શાંત થઇ જાય છે.

ખાટા-મીઠા દાડમ નો રસ લઇ તેમાં મમરા નો લોટ અને સાકર નાખીને પીવાથી મગજ ની ગરમી મટે છે અને શરીર ની ગરમી પણ તેનાથી દૂર થાય છે.

જો લૂ લાગવાથી આવેલો તાવ, વ્યાકુળતા ઉલટી, તેનાથી મટે છે.

Pomegranate benefits in Gujarati

દાડમ ના પાન નો રસ અને ધ્રો નો રસ કાઢી નાક માં નાખવાથી ગરમીને લીધે નાક માંથી લોહી નીકળતું હોય તો એ બંધ થાય છે.

દાંત ના પેઢા માંથી લોહી નીકળતું હોય તો તે દાડમ નો રસ પીવાથી બંધ થાય છે.

dadam – દાડમ માં ગળ્યા ગુણ સારી માત્રા માં હોવાથી તેના રસ સાથે કેસર મેળવીને પીવાથી શરીર માં ઠંડક થાય છે.

દાડમ નો રસ ફેફસાં, હૃદય, લીવર, આતરડા વગેરે ની સમસ્યા માં ગુણકારી છે.

Dadam na faida Gujarati | દાડમ નો ઉપયોગ

દાડમ ના મૂળ ની લીલી છાલ, ખાખરા ના બી નું ચૂર્ણ વાવડીંગ અને પાણી લઇ ભેગું કરીને ઉકળવા મુકો. પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળો.

ઠંડુ પડે એટલે ગાળી ને દિવસમાં ચાર વાર અડધા અડધા કલાકે આ પાણી પીવાથી અને પછી એરંડિયું તેલ નો જુલાબ લેવાથી પેટના તમામ પ્રકારના કીડાઓં નાશ પામે છે.

દાડમ ના નુસખા | દાડમ ના ફાયદા ઘરગથ્થું ઉપચારમા

ગરમી ની ઋતુ માં મગજ ને શાંત રાખવા, આંખોની બળતરા ઓછી કરવા, તડકા માં લાગેલી લૂ થી બચવા દાડમ નો આ શરબત બનાવીને પીવો ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.

થોડાક દાડમ લઇ, તેનો રસ કાઢીને તેમાં ખડી સાકર નાખીને ઉકાળીને ચાસણી બનાવીને તેનું શરબત બનાવવું.

પછી તેમાં થોડીક કેસર અને એલચી નો ભુક્કો નાખીને મિલાવીને બોટલ માં ભરી દેવું.

હવે આ તૈયાર થયેલા શરબત ને પાણી સાથે લેવાથી ઉપરોક્ત તમામ સમસ્યા માંથી છુટકારો મળે છે,pomegranate benefits in Gujarati.

દાડમ ના નુકસાન | Dadam na nuksan

દાડમ માં રહેલું એઝાઈમ લીવર ની કામગીરીમાં અડચણ રૂપ બની શકે છે. તેથી જો તમે લીવર ની સમસ્યાથી પોદાતા હોવ તો દાડમ નું સેવન કરવું જોઈએ નહિ.

જો તમે ડાયટ પર છો તો દાડમ નું જ્યુસ નું સેવન કરો નહિ. કારણ કે દાડમ માં કેલેરીની માત્ર વધુ હોય છે અને તે વજન વધારી શકે છે.

દાડમ નું સેવન કરવાથી જો તમને કોઈપણ પ્રકાર ની એલર્જી જેવું થાય છે તો તરત જ દાડમ નું સેવન કરવાનું બંધ કરો.

લો બ્લડ પ્રેશર ની સમસ્યા વાળાઓએ દાડમ નું સેવન ઓછી માત્રા માં કરવું જોઈએ.

દાડમ ને લગતા કેટલા મુજ્વતા પ્રશ્નો

દાડમ ને ઈંગ્લીશ માં શું કહેવાય? | દાડમ in English | દાડમ meaning in English

દાડમ ને ઇંગ્લીશ માં Promegranate કહેવાય છે

શું દાડમ ના દાણા નું સેવન કરવાથી કબજિયાત થાય છે?

આમ તો દાડમ ના જ્યુસ નું સેવન કરવાથી કબજિયાત મા રાહત થાય છે પણ તેના દાણા પચવામાં ભારે હોય છે માટે એ શક્યતા રહેલી છે.

દિવસ દરમિયાન કેટલા દાડમ ખાવા જોઈએ?

સામાન્ય રીતે એક મધ્યમ આકાર નું નાનું દાડમ દિવસ દરમિયાન ખાવું જોઈએ

શું ભૂખ્યા પેટે દાડમ નું સેવન કરવું જોઈએ?

હા, દાડમ નું જ્યુસ નું સેવન ભૂખ્યા પેટે કરી શકાય છે સાથે એક ગ્લાસ પાણી સાથે મિક્સ કરી ને સેવન કરવું જોઈએ

અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી દાડમ ના ફાયદા,દાડમ નો ઉપયોગ, dadam na faida Gujarati,pomegranate benefits in Gujarati,દાડમ ના નુકસાન, પસંદ આવી હશે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

લીંબુ ના ફાયદા | લીંબુ ની છાલ ના ફાયદા | લીંબુ ના ઘરેલું ઉપચાર ની વિગત | Limbu na Fayda

ડુંગળી ના રસ ના ફાયદા વાળ માટે અને વિવિધ રીતે ઉપયોગ કરવાની રીત | Dungri na ras na fayda ane upyog

એલચી ના ફાયદા | એલચી નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા કેવી રીતે કેરવો | Elchi na fayda

સફરજન વિશે માહિતી | સફરજન ના ફાયદા અને સફરજન નો ઘેલું ઉપચાર મા ઉપયોગ કરવા ની રીત | Safarjan na fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement