સુશ્રી 22 વર્ષની ઉંમરે UPSC ની પરિક્ષા પાસ કરનાર પ્રથમ ભારતીય

UPSC
Advertisement

22 વર્ષની ઉંમરે સુશ્રી(Sushree) ખુબ અઘરી એવી સિવિલ સર્વિસના (CIVIL Service) પરીક્ષા પાસ કરનાર પ્રથમ વ્યક્તિ બની છે સિવિલ સર્વિસના (CIVIL Service) ની પરીક્ષા નું પરિણામ શુક્રવારે જાહેર કરવામાં આવ્યુ હતું

દેશની સેવા કરવી એ તેના કુટુંબના લોહીમાં છે. પી.ટી. સુનિલ કુમાર, તેમના પિતા સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રૂપના 2004 થી 2010 ના એક કર્મચારી હતા , એસપીજી ના કર્મચારી તરીકે ભારતના વડા પ્રધાન, ભૂતપૂર્વ વડા પ્રધાન, અને તેમના પરિવારને સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી હોય છે. તેણીના પિતા આ સુરક્ષા ટીમમાં હતા.

સુનિલ કુમારે સીઆરપીએફની અનેક પડકારોમાં કામ કર્યું હતું અને તેમની પુત્રીને સિવિલ સર્વિસ(CIVIL Service)ના કર્મચારી બનવાના સ્વપ્નને હાંસલ કરવા માટે તેમને ખુબ પ્રોત્સાહન આપતા હતા. એક બાળક તરીકે, સુશ્રી(Sushree) વરિષ્ઠ આઈએએસ અધિકારી દ્વારા પ્રભાવિત થઈ હતી જે હતા આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘ અને એન.રામચંદ્રન જે આસામના તથા મેઘાલય ભૂતપૂર્વ ડીજીપી હતા, તેમણે સુશ્રી માર્ગદર્શન પણ આપ્યું હતું. સી.આર.પીએફ દ્વારા સુશ્રી માટે અભિનંદન તથા ઉજળા ભવિષ્ય ની સુભેચ્છા પાઠવતી ટ્વીટ અને ફેસબુકપર પોસ્ટ પણ કરવામાં આવી હતું,

Advertisement

સુશ્રી(Sushree) એ યુપીએસસી(UPSC)ની પરીક્ષા માટે સખત અભ્યાસ કર્યો અને તેના પ્રથમ પ્રયાસમાં જ 151 મા ક્રમાંક સાથે પાસ થઇ હતી

તેણીએ તેના માટે પ્રોત્સાહન માટે ડૉ. મનમોહનસિંહનો શ્રેય આપ્યો છે જ્યારે તેણી ની મુલાકાત ભૂતપૂર્વ વડા પ્રધાન સાથે થઇ હતી ત્યારે તેના એક સરકારી કર્મચારી બનવાના સ્વપ્ન વિશે વાત કરી હતી અને ડૉ. મનમોહનસિંહ ના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા.

Advertisement