Kobij nu salad banavani rit  | કોબીજ નું સલાડ બનાવવાની રીત

Kobij nu salad - કોબીજ નું સલાડ
Image credit – Youtube/Healthy Meals Addict
Advertisement

આપડે કંઈક નવીજ રીત નું સલાડ બનાવીશું અને ઈ પણ ગણા બધા શાકભાજી સાથે .અને એમાં જેટલા પણ શાકભાજી આપડે નાખીશું તે બધા જ શાકભાજી ખુબજ અસરકારક છે અને સાથે ખુબજ હેલ્થી પણ છે જે ખાવા માં પણ ખુબજ સ્વાદીષ્ટ Kobij nu salad લાગે છે અને બનાવવા માં તો સાવજ સરળ છે . તો ચાલો આજે નવીજ રીત નું સલાડ બનાવાતા શીખીએ .

INGREDIENTS

  • લાંબી કતરણ લીલી કોબીજ  3 કપ
  • કાકડી ની સ્લાઈસ 1 નંગ
  • લાંબી કતરણ જાંબલી કોબીજ 1 કપ
  • લાંબી કતરણ લાલ સિમલા મરચું 1 નંગ
  • પિલ્લર વડે સમરેલું ગાજર 1 નંગ
  • ડુંગળી ની સ્લાઈસ 1 નંગ
  • ઝીણી સુધારેલી કોથમીર / જરૂર મુજબ
  • ઓલિવ ઓઇલ ૩ ચમચી
  • લીંબુ 1 ચમચી
  • સોયા સોસ 1 ચમચી
  • લીલા મરચાં ઝીણાં સમારેલાં 1 ટુકડો
  • પીનટ બટર ¼ કપ
  • મધ 1 / ½ ચમચી
  • લસણ ની પેસ્ટ 3-4 કણી

Kobij nu salad banavani rit

કોબીજ નું સલાડ બનાવવા માટે સૌ પ્રથમ બધા શાકભાજી ને સારી રીતે પાણી માં ધોઈ અને સાફ કરી લેશું ત્યાર બાદ એક બાઉલ માં લાંબી કતરણ લીલી કોબીજ ની 3 કપ , લાંબી કતરણ જાંબલી કોબીજ ની 1 કપ , લાંબી કતરણ લાલ સિમલા મરચું 1 નંગ , કાકડી ની સ્લાઈસ 1 નંગ , પિલ્લર વડે સમારેલું ગાજર 1 નંગ , ડુંગળી ની સ્લાઈસ 1 નંગ ,ઝીણી સુધારેલી કોથમીર / જરૂર મુજબ .

ત્યાર બાદ બીજો એક બાઉલ લેશું જેમાં આપડે પિનટ બટર ¼ કપ , ઓલિવ ઓઈલ 3 ચમચી , લીંબુ નો રસ 1 ચમચી , સોયા સોસ 1 ચમચી , લીલા મરચા જીણા સુધારેલા 1 ટુકડો , લસણ ની પેસ્ટ 3-4 કણી , મધ 1 / ½ ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લઈશું .

Advertisement

હવે આપડે જે બાઉલ માં બધા વેજિટેબલ કટ કરી ને રાખ્યા છે તેના પર આ તૈયાર કરેલી પેસ્ટ ને નાખી દેશું અને ચમચા વડે એક દમ સારી રીતે મિક્સ કરી લેશું .

તો તૈયાર છે આપડું મસ્ત એક દમ નવીજ રીત નું સલાડ જેને ઠંડું ઠંડું સર્વ કરીશું . જેને તમે શાક રોટલી દાળ ભાત કે પછી કોઈ પણ વસ્તુ સાથે ખાઈ સકો છો.

નીચે પણ સ્વાદિષ્ટ રેસીપી આપી છે તે પણ જુઓ

 

Advertisement