ઘરે વસ્તુઓ ને Corona થી Disinfect કરવા કઈ product કારગર છે અને કઈ નહીં

product that kill corona
product that kill corona
Advertisement

Corona મહામારી ખુબજ ઝડપથી ફેલાઈ રહી છે. આવા સમયે સમયાંતરે હાથ ધોવા, કે પછી ઘરગથ્થુ વસ્તુઓ ની સપાટી ને ડીસ-ઈનફેક્ટ( disinfect ) કરવી એ ખુબજ જરૂરી બની જાય છે. તેમાં કેટલીક વખત ખોટી માહિતી ફેલાઈ જાય છે, અને તમે ઘણી વખત ખોટી વસ્તુ નો ઉપયોગ કરી લો છો. આ આર્ટિકલ માં જાણો એવા 7 પ્રોડક્ટસ જે માનવામાં આવે છે કે તે Corona ને મારે છે, પણ તેમાંથી અમુક ઉપયોગી નથી.

સાચી રીત/પદ્ધતિઓ:

1) બ્લીચ ( Bleach )

Advertisement
bleach
bleach For Corona

Center for Disease Control and Prevention (CDCP) અનુસાર, મંદ પાળેલા બ્લીચ નો ઉપયોગ કરી શકાય છે. આ માટે તમે એક ગેલન માં અડધો કપ બ્લીચ ઉમેરી શકો છો. છંટકાવ કરતી વખતે હાથ ના મોજા પહેરવા જરૂરી છે, અને આ મિક્સચર ને એક દિવસ ની અંદર ઉપયોગમાં લઇ લેવું, નહીંતર તે મંદ પડી જશે.

2) આઇસોપ્રોપાઈલ આલ્કોહોલ ( ​Isopropyl alcohol )

isopropyl alcohol
isopropyl alcohol For Corona

સપાટી ને સાફ કરવા માટે alcohol નું ઓછામાં ઓછું 70% વાળું સોલ્યુશન ઉપયોગ માં લેવું. ડિટરજન્ટ અને પાણી થી કોઈ પણ સપાટી ધોયા પછી તેના પર મંદ કર્યા વગર આલ્કોહોલ લગાવવું. 30 મિનિટ પછી તેને સાફ કરી દેવું. આને લગભગ બધી જ સપાટી માં વાપરી શકાય છે. પરંતુ તે કેટલાક પ્લાસ્ટિકની સપાટી ને રંગવિહીન કરી શકે છે.

3) હાઇડ્રોજન પેરોકસાઈડ ​( Hydrogen peroxide )

hydrogen peroxide
hydrogen peroxide For Corona

CDCP અનુસાર માત્ર 3% હાઇડ્રોજન પેરોકસાઈડ( Hydrogen peroxide ) એ Corona કરતા પણ વધુ શક્તિશાળી વાઇરસ ને મારવામાં સક્ષમ છે. આનો ઘણી વખત કોઈ સર્જરી બાદ ઘા ને ડીસઈનફેક્ટ કરવા માટે પણ ઉપયોગ માં લેવાય છે. તમે કોઈ પણ સપાટી ઉપર સ્પ્રે કરી, 1 મિનિટ સુધી તેને રહેવા દો અને ત્યારબાદ તેને લૂછી દો.

4) સાબુ અને પાણી ( soap And Water )

Soap and water Hand Wash
Soap and water Hand Wash For Corona

Corona થી બચવા આ એક ખુબજ સરળ અને ખુબજ વધુ ઉપયોગ માં લેવામાં આવતી પદ્ધતિ છે. આના માટે તમારે 20 સેકન્ડ સુધી હાથ ધોવા જરૂરી છે. તમે હુંફાળા પાણી નો ઉપયોગ પણ કરી શકો છો.

હવે જોઈએ કેટલીક ખોટી પદ્ધતિઓ:

1) ઘરે બનાવેલ સેનિટાઇઝર નો ઉપયોગ ન કરવો

homemade sanitizer
homemade sanitizer For Corona

આપણે ઘણા લોકોએ ઘરે સેનિટાઇઝર બનાવની કોશિશ કરી હશે. પણ આ સેનિટાઇઝર બહુ ઉપયોગી સાબિત થતા નથી. કરણ કે, લગભગ લોકો તેની સામગ્રી નું પ્રમાણ ખોટું ઉમેરે છે. અને આવા સેનિટાઇઝર એ Corona થી સુરક્ષા ની ખોટી આશા આપે છે જે તમને નુકશાનકારક સાબિત થઈ શકે છે.

2) વોડકા(Vodka) નો ઉપયોગ ન કરવો

vodka
vodka For Corona

ઘણા વોટ્સએપ ફોરવર્ડ માં તમને જાણવા મળ્યું હશે કે, વોડકા માં રહેલા alcohol થી Corona નો નાશ થાય છે, પરંતુ ઘણી બધી વોડકા બનાવતી કંપનીઓ એ કહ્યું છે કે, વોડકા માં જરૂરી પ્રમાણ માં ઇથાઇલ આલ્કોહોલ નથી કે જે કોરોના ને મારી શકે તેથી આવા ફોરવર્ડ થી બચી ને રહેવું. જોકે WhatsApp ફોરવર્ડ થી હંમેશા બચી ને જ રહેવું, કારણકે તેમાં ઘણી ખોટી માહિતી ફેલાય છે.

3) ચાય ના તેલ( Tea oil ) નો ઉપયોગ ન કરવો

tea tree oil
tea tree oil For Corona

ચાઇ નું તેલ ઘણા વાઇરસ ને મારવામાં ઉપયોગી છે, પરંતુ એક સ્ટડી અનુસાર એવા કોઈ પુરાવા મળ્યા નથી કે જેનાથી સ્પષ્ટ થાય કે તે Corona ને મારવામાં સક્ષમ છે. તો તેનો ઉપયોગ પણ કરવો નહીં.

જે લોકો Valve વારા Mask પહેરે છે તેઓ અચૂક વાંચે કે શા માટે Valve Mask કરતાં Mask ન પહેરવું કેમ સારું?

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.

Advertisement