Corona મહામારી નો સમય ચાલી રહ્યો છે, આજે દરરોજ 10 હજાર કરતા પણ વધુ Corona ના કેસ આવી રહ્યા છે, આવા સમયે સરકાર ફેસ માસ્ક પહેરવા ને વધુ મહત્વ આપી રહી છે, અને જાહેર માં Mask વગર જનાર ને દંડ પણ આપી રહી છે. તો જાણો શા માટે Mask જરૂરી છે.
3-4 મહિના પાછળ જઈએ, ફેબ્રુઆરીમાં, જ્યારે Corona વાઇરસ ચાઇના માંથી ફેલાઈ ને દુનિયા ના બીજા દેશો માં પ્રસરી રહ્યો હતો, તે સમયે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા માસ્ક નો વિરોધ કરવામાં આવતો હતો. WHO નાં ઇમરજન્સી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર Dr. માઇકલ રાયન એ કહ્યું હતું કે, “માસ્ક આવશ્યકપણે તમારું રક્ષણ કરતું નથી.” તે સમયે N-95 Mask ને મહત્વ આપવામાં આવતું હતું. આના એક મહિના પછી પણ આ બયાન માં કોઈ વધુ ફેરફાર નહતો. ઇંગ્લેન્ડના મુખ્ય તબીબી અધિકારી, પ્રોફેસર ક્રિસ વ્હ્ટીએ જણાવ્યું હતું કે, “જો તમને ચેપ લાગતો ન હોય તો માસ્ક પહેરવાથી જોખમ લગભગ ઓછું થતું નથી. તેથી અમે તે સલાહ આપતા નથી. ”
પરંતુ હવે આ ભલામણ માં ઘણો ફેરફાર થયો છે. આ મહિને, WHO તેની સલાહ બદલી છે. WHO નાં ડિરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ અધનામ ઘેબ્રેએયિયસે કહ્યું કે, “સરકારોએ સામાન્ય લોકોને માસ્ક પહેરવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ જ્યાં વ્યાપક ટ્રાન્સમિશન હોય અને શારીરિક અંતર મુશ્કેલ હોય, જેમ કે જાહેર પરિવહન પર, દુકાનોમાં અથવા તો મર્યાદિત અથવા ગીચ વાતાવરણમાં.”
આના માટે ઘણા મજબૂત પુરાવા પણ મળ્યા છે. મે ની શરૂઆત માં અમેરિકાનો મૃત્યુ દર જાપાન કરતા 50 ઘણો વધારે હતો. જોકે બંને દેશ માં બિઝનેસ અને ટ્રેન સુવિધાઓ ચાલુ જ હતી. જાપાનીઝ લોકો પહેલા થી જ Mask પહેરતા હતા. તો કદાચ આ જ તેનું કારણ હોઈ શકે.
દે કાઈ નામના અમેરિકન કોમ્પ્યુટર સાઇન્ટિસ્ટ એ રિસર્ચ પેપર બહાર પડ્યું હતું. જેના અનુસાર જો 80% લોકો Mask પહેરે તો કોવિડ ફેલાવા ની શકયતા લગભગ 92% ઓછી થઈ જાય છે. પરંતુ જો માત્ર 30-40% લોકો Mask પહેરે તો તેની અસર લગભગ નહિવત થઈ જાય છે.
ગયા અઠવાડિયે કેમ્બ્રિજ યુનિવર્સિટી એ પોતાની રીસર્ચ બહાર પાડી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, જો બધા લોકો Mask પહેરશે તો આ વાઇરસ ની બીજી વેવ એટલેકે વાઇરસ ના ઉથલા થી બચી શકાશે.
Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.