ખીરા કાકડી ના ફાયદા | ખીરા કાકડી નો ઉપયોગ | khira kakdi na fayda

ખીરા કાકડી ના ફાયદા - ખીરા કાકડી નો ઉપયોગ - ખીરા કાકડી ના ફેસ પેક -khira kakdi na fayda - khira kakdi no upyog
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર માહિતી મેળવીશું ખીરા કાકડી ના ફાયદા અને ખીરા કાકડી નો ઉપયોગ વિવિધ ઘરેલું ઉપચારમા કરવાની રીત, ખીરા કાકડી ના ૧૩ અલગ અલગ ફેસપેક બનાવવાની રીત અને તે ફેસપેક ના ફાયદા, khira kakdi na fayda , khira kakdi no upyog વિશે માહિતી મેળવીશું.

ખીરા કાકડી |  khira kakdi

કાકડી થી તો આપણે બધા જાણકાર જ હોઈએ છીએ. નાનાથી લઈને મોટા વ્યક્તિઓ બધાને કાકડી ભાવતી હોય છે. આપણે કાકડીનો વધારે પડતો ઉપયોગ સલાડના સ્વરૂપમાં જ કરીએ છીએ. પણ કાકડીના બીજા અનેક ઔષધીય ગુણો રહેલા છે. કાકડી પેટમાટે ખુબ જ ઠંડી છે. ત્વચા માટે પણ ખુબ જ ફાયદાકારક છે ખીરા કાકડી. ખીરા કાકડી પચવામાં ભારે, પિત્ત ની સમસ્યા દુર કરનાર, મૂત્ર રોગોમાં ફાયદો કરનાર છે. પથરી મટાડનાર છે, ઉલટીને શાંત કરે છે,

ખીરા કાકડી ના ફાયદા આંખો માટે | khira kakdi na fayda aankh mate :-

કાકડીમાં લગભગ ૯૬% પાણી હોય છે. કાકડીના નાના નાના ગોળ કટકા કરીને આંખોની આસપાસ લગાવવાથી આંખોને ખુબ જ ઠંડક મળે છે. આંખોની આસપાસ થયેલા કાળા કુંડાળા પણ ધીમે ધીમે ઓછા થઇ જાય છે

Advertisement

ખીરા કાકડી ના ફાયદા ગળાના રોગમાં | khira kakdi na fayda gala na rog ma :-

કાકડીના વેલા ના પાંદડાનો ઉકાળો બનાવીને તેમાંથી ૧૦-૨૦ મિલી ની માત્રાના ઉકાળામાં આદ્ધ ગ્રામ જીરું પાવડર મિલાવીને પીવાનું રાખવાથી ગળાની સમસ્યામાં ફાયદો થાય છે.

ખીરા કાકડી ના ફાયદા પેશાબ સબંધિત સમસ્યામાં | khira kakdi na fayda pesab ni samsya ma :-

પેશાબમાં થતી તકલીફોમાં ખાવાના સમ્સ્યે કાકડી નું સેવન કરવું જોઈએ. તેનાથી અવશ્ય લાભ થાય છે. કાકડીના બીજ કાઢીને તેને ઉકાળો બનાવો તેમાં નાખી તે ઉકાળો નિયમિત પીવાથી ફાયદો થાય છે સાથે સાથે પેશાબમાં બળતરા થતી હોય અને પેશાબમાં શુગર આવતી હોય તો તે બંધ થઇ જાય છે.

જો પેશાબ થતો નથી ત્યારેં કાકડીના બીજના ઉકાળામાં ખાટી કાંજી અથવા લવણ સાથે સેવન કરવાથી પેશાબ બનવા લાગે છે.

કાકડીના પાંદડાને પીસીને પાણી ગાળી લો. હવે તેમાંથી ૧૦-૧૫ મિલીની માત્રામાં તે પાણી પીવાથી પેશાબ છૂટથી આવે છે.

ખીરા કાકડી નો ઉપયોગ પથરી ની સમસ્યામાં | khira kakdi no upyog pathri ni samsya ma :-

પથરીની સમસ્યામાં કાકડી ખુબ જ ફાયદો કરે છે કારણકે તેમાં પાણીનું પ્રમાણ ખુબ જ હોય છે. કાકડીના બીજ ને દહીં સાથે લેવાથી પાથરી ઓગળીને નીકળી જાય છે.

ખીલ અને ડાઘ ધબ્બા દુર કરે છે ખીરા કાકડી નો ઉપયોગ | khira kakdi no upyog khil dur krva :-

વર્ષોથી કાકડીનો ઉપયોગ ચહેરા ની રંગર નિખારવા માટે કરવામાં આવે છે. ખીર કાકડીના અનેક એવા પોષક તત્વો હોય છે જે ચહેરાને ચમકદાર બનાવે છે. કકડીને પીસીને અથવા છીણી ને આખા ચહેરા પર લગાવી લો. સુકાઈ જાય એટલે તેને સાદા પાણીથી ધોઈ લો.

ઘાવ ને ભરવા અને તેના સોજા ઓછા કરવામાં કાકડી | khira kakdi na fayda soja ni samsya ma :-

વાગ્યા પર મલ્હમ ની જગ્યા એ કાકડીનો ઉપયોગ પણ કરી શકાય છે. જો ઘાવ સુકાતા નાં હોય અને તેનો સોજો મટતો નાં હોય ત્યારે કાકડીનો ઉપયોગ કરી શકાય છે.

ખીરા કકડીને પીસીને તેમાં થોડુક મીઠું નાખીને સોજયેલા ભાગ પર લગાવવાથી સોજા ઓછા થઇ જાય છે.

ખીરા કાકડી નો ઉપયોગ ફ્લુ માં ફાયદેમંદ છે | khira kakdi na fayda flue ma :-

જો કફ થઇ ગયો છે અથવા ફ્લુ આવી ગયો છે તો કાકડી ખાઈને તેના પર મઠો પીવાથી ફાયદો થાય છે.

ખીરા કાકડીનો મઠા સાથે બનાવેલું રાયતું ખાવાથી પણ ફાયદો થાય છે.

ખીરા કાકડી નો ઉપયોગ અનિદ્રા ની સમસ્યામાં | khira kakdi no upyog anindra ni samsya ma :-

ખીર કાકડી ના ગર્ભને કાઢીને તેને પગના તળિયે લગાવવાથી ફાયદો અનિદ્રાની સમસ્યામાં રાહત મળે છે. અને સાથેસાથે આંખોમાં થતી બળતરા પણ ઓછી થઇ જાય છે.

ખીરા કાકડી ના ફેસપેક બનાવવાની રીત અને તેના ફાયદા | khira kakadi na face pack banavani rit ane tena fayda

ખીર કાકડીના સ્વાથ્ય સબંધી ફાયદા અને ગેરફાયદા જાણ્યા બાદ આપને જાણીશું કે ખીર કાકડી ત્વચા માટે કેટલી અસરદાર છે. તે ત્વચા ને કેવી રીતે ફાયદો પહોચાડે છે તે પણ જાણીએ.

ચહેરા પરના ડાઘ, ધબ્બા, પીપલ્સ, કરચલીઓ, પીગ્મેટેશન, કાળા કુંડાળા, વગેરે ને દુર કરવા માટે કાકડીનો ઉપયોગ કરવામાં આવે છે. ખીરા કાકડી માંથી બનેલા ફેસપેક નો ઉપયોગ કરવાથી ચહેરા ની રંગત ખુબ જ નીખરી જાય છે. વર્ષોથી ખીર કાકડીનો ઉપયોગ ચહેરા ને સાફ કરવામાટે થાય છે. તો ચાલો જાણીએ ખીરા કાકડીના અલગ અલગ ફેસ પેક વિષે જે તમારી સ્કીન ટોન મુજબ ખુબજ ફાયદો કરેશે અને તમારી ત્વચાના પ્રકાર પ્રમાણે પણ છે.

એલોવેરા અને કાકડીનો ફેસપેક બનાવવાની રીત :-

સામગ્રી :-

  • ૧ ચમચી એલોવેરા જેલ
  • ૧/૪ ભાગ છીણેલી કાકડી

લગાવવાની રીત :-

કાકડીના છીણમાં એલોવેરા જેલ નાખીને સારી રીતે મિક્ષ કરીને તે મિશ્રણ ને ચહેરા અને ગળા પર લગાવી લો. તમે થોડી વાર મસાજ પણ કરી શકો છો. પછી લગાવીને સુકાઈ ગયા બાદ નવશેકા પાણી વડે ધોઈ લો.

એલોવેરા અને કાકડી ના ફેસપેક ના ફાયદા:-

એલોવેરમાં એન્ટી-એજિંગ અને મોશ્ચ્યુંરીઝીંગ ગુણ હોય છે. જે આપણી ત્વચા ની નરમાશને બચાવી રાખે છે અને સુરજની કિરણોથી પણ બચાવે છે. એકને અને ફાઈનલાઈન્સ ને પણ ઓછું કરે છે.

બદામ અને કાકડી નો ફેસપેક બનાવવાની રીત :-

સામગ્રી :

  • એક મોટી ચમચી બદામ નું માખણ અથવા બદામનું તેલ અથવા બદામ નો ભુક્કો
  • ૧/૪ ભાગ કાકડી

લગાવવાની રીત :-

ખીરા કાકડીને છીણી ને તેમાં બદામ નું તેલ અથવા બદામનો પાવડર અથવા બદામનો ભુક્કો નાખીને સારી રીતે મીલાવી લો. હવે તે મિશ્રણ ને સારી રીતે ચહેરા પર લગાવીને સુકાઈ જાય ત્યાં સુધી લગાવી રાખો. અને ત્યારબાદ પાણી વડે ધોઈ લો.

બદામ અને કાકડી ના ફેસ્પેકના ફાયદા :-

બદામ એક્સફોલિએન્ટ નું કામ કરે છે. તે ચહેરા પરની બધી જ ગંદકી સાફ કરી નાખે છે. ચહેરા પરના બ્લેક હેડ્સ પણ દુર કરે છે. બદામનું તેલની માલીશ ચહેરા પર કરવાથી ચહેરામાં નિખાર આવે છે અને ચમક આવે છે.

બેસન અને કાકડી નો ફેસપેક બનાવવાની રીત :-

સામગ્રી :-

  • ૨ ચમચી બેસન
  • ૨ મોટી ચમચી કાકડી નો રસ

લગાવવાની રીત :-

બેસનના લોટમાં કાકડીનો રસ નાખીને સ્મુધ મિશ્રણ તૈયાર કરી લો. ચહેરા અને ગળા પર આ મિશ્રણ ને સારી રીતે લગાવી લો. સુકાઈ ગયા બાદ નવશેકા પાણી વડે ચહેરાને સાફ કરી લો.

બેસન અને કાકડી ના ફેસપેક ના ફાયદા :-

બેસંનો લોટ સદિયોથી સૌંદર્ય પ્રસાધનોમાં થતો આવ્યો છે. તે એક ટોનિક નું કામ કરે છે. બેસનમાં એક્સફોલીએટ કરવાનો ગુણ હોય છે. ત્વચાની ટેનિંગ ને પણ દુર કરે છે. બેસનમાં ફેયરનેસ એજન્ટ જેવા તત્વો પણ હોય છે જે ત્ચાને સફેદ બનાવે છે.

દહીં અને કાકડી નો ફેસપેક બનાવવાની રીત :-

સામગ્રી:-

  • ૧/૪ કાકડી
  • ૨ ચમચી દહીં

ઉપયોગની રીત :-

ખીરા કાકડીને છીણીને તેનો રસ કાઢી લો અથવા એમને એમ જ રાખો. તેમાં દહીં નાખીને સારી રીતે મિક્સ કરી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવી ને લગભગ ૨૦ મિનીટ સુધી રાખી લો. સુકાઈ જાય પછી નવસેકા પાણી વડે ચહેરો સાફ કરી લો.

દહીં અને કાકડી ના ફેસ્પેક ના ફાયદા :-

લેકટોબેલીસ નામનું તત્વ દહીંમાં હોય છે જે કરચલીઓ દુર કરવામાં ખુબ જ મદદરૂપ થાય છે.

ગાજર અને કાકડી નો ફેસપેક બનાવવાની રીત :-

સામગ્રી :-

  • એક ચમચી ગાજરનો રસ
  • એક ચમચી કાકડીનો છીણ
  • અડધી ચમચી ખાટી/દહીંની મલાઈ

ઉપયોગ કરવાની રીત :-

ગાજરનો રસ કાઢીને તેમાં કાકડીનો રસ મિલાવીને દહીંની મલાઈ મિક્સ કરીને ફેટી લ્યો. પછી એ મિશ્રણ ને ચહેરા પર લગભગ ૧૫-૨૦ મિનીટ રાખીને નવશેકા પાણી વડે ધોઈ લો.

ગાજર અને કાકડી ફેસ્પેકના ફાયદા :-

ગાજરમાં બીટા કેરોટીન નામનું તત્વ હોય છે જે આપને સૂર્યની હાનીકારક કિરણોથી બચાવે છે. સાથે સાથે તે ત્વચા સબંધી રોગોથી પણ બચાવે છે.

ટામેટા અને કાકડી નો ફેસપેક બનાવવાની રીત :-

સામગ્રી :-

  • ૧/૪ ભાગ કાકડી
  • અડધું ટમેટું

ટમેટું અને કકડીને એકસાથે છીણી લો. છીણ્યા બાદ તેને ચહેરા અને ગરદન પણ લગાવી લગભગ ૨-૩ મિનીટ માલીશ કરો. ૧૫-૨૦ મિનીટ રાખીને ચહેરો ધોઈ લો.

ટામેટા અને કાકડી ફેસ્પેકના ફાયદા :-

ટામેટા માં વિટામીન-ઈ અને વિટામીન-સી મળી રહે છે. જે આપણી ત્વચાને ઇન્ફેકશન થી બચાવે છે અને ત્વચાને જવાન રાખે છે. વિટામીન-સી વધતી ઉમરના લક્ષણો ને રોકે છે. અને ત્વચાને જવણ રાખે છે. સાથે સાથે સૂર્યપ્રકાશથી પણ બચાવે છે. ખીલથી રહી ગયેલા ડાઘા ટામેટા દુર કરે છે. ત્વચાના રોમછીદ્રો ને સંકોચવાનું કામ પણ કરે છે.

બટેકા અને કાકડી નો ફેસપેક બનાવવાની રીત :-

સામગ્રી :-

  • ૧ મોટી ચમચી બટેકા નો રસ
  • ૧ ચમચી કાકડીનો રસ

ઉપયોગ કરવાની રીત :-

કાકડી ના રસ મા બટેકા નો રસ નાખીને સારી રીતે મિક્ષ કરી લો. હવે તેને રૂ ની મદદ થી અથવા હાથેથી લગાવીને માલીશ કરો. લગભગ ૧૦-૧૫ મિનીટ રહેવા દઈને ચહેરા ને સાફ કરી લો.

બટેકા અને કાકડી ફેસ્પેક ના ફાયદા :-

બટેકા ત્વચા પર એકને ના ડાઘાને દુર કરવામાં મદદ કરે છે. વિટામીન-સી બટેકા માં પણ હોય છે. જે ત્વચા ને ખુબ જ ફાયદેમંદ છે.

મધ અને કાકડીનો ફેસપેક બનાવવાની રીત :-

સામગ્રી :-

  • એક ચમચી ઓટ્સ
  • એક મોટી ચમચી કાકડીની પેસ્ટ
  • અડધી ચમચી મધ

ઉપયોગ કરવાની રીત :-

ઓટ્સ ને કાકડીના પેસ્ટમાં નાખીને સારી રીતે મિલાવી લો. પછી તેમાં મધ નાખીને એકદમ ફેટી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને ૧૦-૧૫ મિનીટ અથવા સુકાઈ જાય પછી નવશેકા પાણી વડે ધોઈ લો.

મધ અને કાકડી ફેસ્પેકના ફાયદા :-

આ ફેસપેકમાં કાકડી, મધ અને ઓટ્સ આપણી ત્વચાને અનેક રીતે ફાયદો કરે છે. મધ એન્ટી ઈમ્ફ્લામેન્ટ્રી અને એન્ટી માઈક્રોબેરીયલ તત્વો થી ભરપુર હોય છે. આ બન્ને ગુણો બેકટેરિયાને કરને ત્વચા ખરાબ થઇ ગઈ હોય તો તેને સાફ કરે છે.ઓટ્સમાં ક્લીન્ઝીંગ ના ગુણો હોય છે સાથે સાથે સુધીંગ એજન્ટ પણ કહેવાય છે ઓટ્સ. જે કોઈપણ પ્રકારના દર્દ અને જલનથી ત્વચાને રક્ષણ પૂરું પાડે છે.

ઈંડું અને કાકડીનો ફેસપેક :-

સામગ્રી:-

  • અડધી કાકડી
  • એક ઈંડું(સફેદ ભાગ)

ઉપયોગ કરવાની રીત :-

ખીરા કકડીને પીસીને તેમાં ઈંડા ની સફેદી મિક્ષ કરીને એકદમથી ફેટી લો. ચહેરા પર સારી રીતે લગાવી લો અને ગરદન પર પણ લગાવી લો. લગભગ ૨૦ મિનીટ પછી અથવા સુકાઈ ગયા બાદ ચહેરો નવશેકા પાણી વડે સાફ કરી લો.

આ ફેસ્પેકના ફાયદા :-

ઈંડું પ્રોટીનથી ભરપુર હોય છે અને ત્વચા માટે પ્રોટીન ખુબ જ સારું માનવામાં આવે છે. જે ત્વચાને સ્વસ્થ અને સુંદર બનાવે છે. સૂર્યની હાનીકારક કિરણોથી પણ બચાવે છે. કરચલીઓ દુર કરે છે.

સંતરા અને કાકડી નો ફેસપેક બનાવવાની રીત :-

સામગ્રી :-

  • અડધી કાકડી
  • ૧ ચમચી સંતરાનો રસ અથવા સુકાયેલા સંતરા ના છીલકાનો ભુક્કો.

લગાવવાની રીત :-

ખીરા કકડીને પીસીને તેમાં સંતરા નો ભુક્કો અથવા રસ નાખીને સારી રીતે ઇક્સ કરીને ચહેરા પર લગાવીને હળવે હાથે મસાજ કરી લો પછી તેને ૧૦-૧૫ મિનીટ ચહેરા પર રહેવા દઈને ચહેરો ધોઈ લો.

સંતરા અને કાકડી ના ફેસ્પેકના ફાયદા :-

સંત્રમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ ગુણ ત્વચાને રક્ષણ પૂરું પાડે છે.વહતી ઉમરના લક્ષણ ને રોકે છે સૂર્ય ની હાનીકારક કિરણો થી બચાવે છે.

કાકડી અને દુધનો ફેસપેક :-

સામગ્રી :-

  • ૨-૩ ચમચી છીણેલી કાકડી
  • એક ચમચી દૂધ

લગાવવાની રીત :-

દુધ અને કકડીને મિક્સ કરીને ત્વચા પર લગાવી લો. થોડીવાર મસાજ પણ કરી શકાય છે. ૨૦ મિનીટ ચહેરા પર રહેવા દઈને નવશેકા પાણી વડે ધોઈ લો.

કાકડી અને દુધ ફેસ્પેકના ફાયદા :-

દુધમાં રહેલા એન્ટી બેકટેરીયલ ગુણો એકને ના બેકટેરિયાને દુર કરે છે.દુધમાં લેક્ટિક એસીડ હોય છે જે ચહેરા પરના ડાઘા ને પણ દુર કરે છે.

કાકડી અને હળદર નો ફેસપેક બનાવવાની રીત :-

સામગ્રી

  • અડધી કાકડીચપટી હળદર
  • અડધી ચમચી લીંબુનો રસ

કાકડી અને હળદર નો ફેસપેક લગાવવાની રીત :-

ખીરા કકડીને પીસીને પેસ્ટ બનાવી લો. તેમાં હળદર અને લીંબુનો રસ નાખીને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણ ને ૧૦-૧૫ મિનીટ સુધી ચહેરા પર રહેવા દઈને નવસેકા પાણી થી ચહેરો ધોઈ લો.

કાકડી અને હળદર ના ફેસપેક ના ફાયદા :-

કાકડી અને હળદર નો આ ફેસપેક ત્વચાને અનેરી રંગત આપે છે. ચહેરા ને ચમકીલો બનાવે છે. ડાઘ અને ધબ્બા દુર કરે છે.  

ખીરા કાકડી ના નુકશાન | khira kakadi na nukshan :-

જો ખીર કાકડી વધારે માત્રામાં ખવાઈ જાય તો નીચે મુજબના નુકસાનો થઇ શકે છે.

ગેસની સમસ્યા થઇ શકે છે. અપચાની સમસ્યા થઇ શકે છે. એસીડીટી થઇ શકે છે. ખાટા ઓડકાર આવી શકે છે.

ભૂખ્યા પેટે કાકડી ખાવાથી ગેસની સમસ્યા થઈશકે છે.

કાકડી કડવી જાતની પણ આવે છે. માટે તે લેતી વખતે ચાખીને લેવી જોઈએ.

ખીરા કાકડી ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

ભૂખ્યા પેટે કાકડી ખાઈ શકાય ?

ના, ભૂખ્યા પેટે કાકડી ખાવી જોઈએ નહિ કારણકે, ખાલી પેટે કાકડી ખાવાથી પેટમાં બળતરા થાય છે, પેટ ફૂલી જાય છે.

ખીરા કાકડીમા ક્યાં કયા વિટામિન્સ હોય છે?

ખીરા કાકડી માં ૯૫% તો પાણી હોય છે. તેમાં વિટામીન-સી, વિટામીન-કે,કોપર, મેગ્નેશિયમ,પોટેશિયમ, મેંગનિઝ, જેવા તત્વો હોય છે.

કાકડી ખાવાથી શું નુકસાન થાય ?

જે વ્યક્તિઓને કાકડી ખાવાની એલર્જી હોયછે તેઓએ ખાવી જોઈએ નહિ. કાકડીમાં ક્યુંકરબીતાસીન નામનું તત્વ હોય છે જેના કારણે તેને ખાવાથી ઓડકાર આવે છેતે અપ્ચાનું કારણ પણ બની શકે છે, પેટમાં દુખાવો પણ થઇ શકે છે.

શું કાકડી ખાવાથી વજન ઘટાડી શકાય છે ?

હા, કાકડી ખાવથી વજન ઘટાડી શકાય છે.

ખીરા કાકડી ને ચહેરા પર કેવી રીતે લગાવાય ?

કાકડી અને ટામેટા ને પીસીને તે પેસ્ટને ચહેરા પર લગાવવાથી સ્કીન ખુબ જ સારી થઇ જાય છે.

કાકડીનો રસ ચહેરા પર લગાવવાથી શું થાય ?

કાકડીનો રસ ફેસ પર લગાવવાથી રોમ છિદ્રો નાના થઇ જાય છે અને ત્વચામાં કસાવ આવી જાય છે. કાકડીનું તેલ ટેનિંગ નું કામ કરે છે.

આંખો પર કાકડી રાખવાના ફાયદા જણાવો ?

આંખોની આસપાસ ના કાળા કુંડાળા દુર થાય છે અને આંખોને ઠંડક પ્રાપ્ત થાય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

જેઠીમધ ના આયુર્વેદિક ઉપચાર | જેઠીમધ ના ફાયદા | જેઠીમધ નો ઉપયોગ | જેઠીમધ નો શીરો બનાવવાની રીત | jethimadh na fayda | jethimadh no upyog

નગોડ ના ફાયદા | નગોડ નો ઉપયોગ | Nagod na fayda | Nagod no upyog

જવ ના ફાયદા | જવનું પાણી બનાવવાની રીત | જવ નો ઉપયોગ | jav na fayda in gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement