ટમેટા રસમ બનાવવાની રીત | tameta rasam banavani rit | tomato rasam recipe in gujarati

ટમેટા રસમ બનાવવાની રીત - tameta rasam banavani rit - tomato rasam recipe in gujarati
Image credit – Youtube/Authentic Kerala
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe YouTube channel on YouTubeઆજે આપણે ટમેટા રસમ બનાવવાની રીત – tameta rasam banavani rit gujarati ma શીખીશું જે તમે ઢોસા , ઉત્તપમ, કે ભાત સાથે સર્વ કરી શકો છો તો ચાલો tomato rasam recipe in gujarati શીખીએ.

ટમેટા રસમ બનાવવા જરૂરી સામગ્રી | tomato rasam recipe ingredients

  • ટમેટા 2-3 સુધારેલ
  • આંબલી નું પાણી 2 ½ કપ
  • હળદર ¼ કપ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠા લીમડાના પાન 5-6
  • લસણ ની કણી 10-12
  • આદુ નો ટુકડો ½ ઇંચ
  • આખા ધાણા ½ કપ
  • જીરું ½ ચમચી
  • મરી 1 ચમચી
  • નાની ડુંગળી સુધારેલ 1
  • લીલા મરચા સુધારેલા 1-2
  • તેલ 2-3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • હિંગ ½ ચમચી
  • મેથી દાણા ¼ ચમચી
  • સુકા લાલ મરચા 1-2
  • સ્વાદ મુજબ મીઠું

Tameta rasam banavani rit gujarati ma | Tomato rasam recipe in gujarati

ટમેટા રસમ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ટમેટા ના કટકા લ્યો એમાં પા કપ આંબલી નું પાણી, હળદર અને લીલા ધાણા અને મીઠા લીમડાના બે ત્રણ પાન ના હાથ થી કટકા કરી ને નાખો ને હાથથી જ મેસ કરી લ્યો બધું

(આંબલી નું પાણી બનાવવા લીંબુ જેટલી આંબલી લ્યો એમાં અઢી કપ પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળી રાખો ત્યાર બાદ હાથ થી મસળી ને ગરણી થી ગાળી લ્યો)

Advertisement

હવે મિક્સર જારમાં લસણ ની કણી, ડુંગળી ના કટકા,આદુ નો ટુકડો, આખા ધાણા, મરી, જીરું નાખી ને અધ કચરી પીસી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને મેથી દાણા નાખી તતડાવો ત્યાર બાદ એમાં પીસેલા મસાલા ને લીલા મરચા અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હિંગ મીઠા લીમડાના પાન નાખી મિક્સ બે ત્રણ મિનિટ શેકી લ્યો  ( જો તીખાશ ઓછી જોઈએ તો સૂકા લાલ મરચા ને લીલા મરચા નહીં નાખો તો ચાલશે કેમ કે મરી ની તીખાશ સારી એવી આવશે)

ત્યારબાદ હવે એમાં હાથ થી મસળી રાખેલ ટમેટા ને બાકી રહેલ આંબલી નું પાણી ગાળી ને નાખી મિક્સ કરી લ્યો ને સ્વાદ મુજબ મીઠું અને લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરો ને ધીમા તાપે એમાં ઉભરો આવવા લાગે ત્યાં સુંધી ચડાવો જેવો

રસમ ને ઉકાળવી કે વધારે ચડાવી નહિ ઉભરો આવવા ની તૈયારી થાય એટલે ગેસ બંધ કરી નાખો ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એમજ રહેવા દયો રસમ હમેશા બનાવી ને થોડી વાર રાખી મૂકો તો એનો સ્વાદ ખૂબ સારો આવશે વીસ મિનિટ પછી તૈયાર રસમ ને સર્વ કરો ટમેટા રસમ.

ટમેટા રસમ બનાવવાની રીત વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Authentic Kerala ને Subscribe કરજો

નીચે પણ બીજી ફરાળી રેસીપી ની લીંક છે જે અચૂક  એક વાર જુવો

શિંગોડા લોટ ના પરોઠા બનાવવાની રીત | Singoda na lot na paratha banavani rit | Singoda na lot na paratha recipe in gujarati

પકોડી બનાવવાની રીત | pakodi banavani rit | પાણીપુરી ની પુરી બનાવવાની રીત

કટોરી ચાટ બનાવવાની રીત | katori chaat banavani rit | katori chaat recipe in gujarati

કાજુ કરી બનાવવાની રીત | કાજુ કરી રેસીપી | kaju kari banavani rit | kaju kari recipe in gujarati

પાલક પનીર બનાવવાની રીત | palak panir banavani rit | palak panir recipe in gujarati

ચોકલેટ મોદક બનાવવાની રીત | chocolate modak banavani rit | chocolate modak recipe in gujarati

સુરતી ઊંધિયું બનાવવાની રીત | surti undhiyu banavani rit | surti undhiyu recipe in gujarati

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement