ચુર્રોસ બનાવવાની રીત | churros banavani rit | churros recipe in gujarati

churros banavani rit gujarati ma - churros recipe in gujarati - ચુર્રોસ બનાવવાની રીત
Image credit – Youtube/The Terrace Kitchen
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe The Terrace Kitchen YouTube channel on YouTube  આજે આપણે ચોકલેટ સોસ સાથે ચુર્રોસ બનાવવાની રીત – churros banavani rit gujarati ma  શીખીશું આ એક સ્પેનિશ ડીસ છે જે એક મીઠાઈ છે જે ચોકલેટ સોસ સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો churros recipe in gujarati શીખીએ.

ચૂર્રોસ બનાવવા માટેની સામગ્રી | churros recipe ingredients

  • મેંદા નો લોટ ¾ કપ
  • પાણી 1 કપ
  • માખણ 2 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • બ્રાઉન સુગર ¼ કપ
  • પીસેલી ખાંડ ¼ કપ
  • તરવા માટે તેલ

ચોકલેટ સોસ બનાવવા માટેની સામગ્રી

  • ડાર્ક ચોકલેટ ¼ કપ
  • દૂધ 2-3 ચમચી
  • માખણ 1 ચમચી

churros banavani rit gujarati ma | churros recipe in gujarati

સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી માં ખાંડ ને માખણ નાખી ને ગેસ ધીમો કરી પાણી મા મેંદા ને ચાળીને નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી બરોબર હલાવી મિક્સ કરી સમૂથ કરી લ્યો

મિશ્રણ ને મિક્સ કરી નવશેકું ગરમ રહે ત્યારે ચમચા થી કે હાથ થી બરોબર મિક્સ કરી લ્યો તૈયાર મિશ્રણ ને સ્ટાર નોજલ વાળા પાઇપિંગ બેગ માં કે પછી સેવ પાડવા ના સંચા માં સ્ટાર પ્લેટ મૂકી એમાં તૈયાર મિશ્રણ નાખી શકો છો

Advertisement

ત્યારબાદ હવે તેલ થી ગ્રીસ કરેલ થાળી માં આંગળી જેટલી લાંબી લાંબી ચૂર્રોસ ને કટ કરી ને તૈયાર કરો ને બધા ચૂર્રોસ કટ કરી તૈયાર કરી લ્યો એટલે મીડીયમ તાપે ગરમ કરેલ તેલ માં નાખી ગોલ્ડન તરી લ્યો અથવા

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં મિશ્રણ ને ચાકુ થી કટ કરી ને નાની નાની  કાપી ને તરવા નાખો ને બધી બાજુ થી ગોલ્ડન તરી લ્યો ને ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો ને બીજા ચૂર્રોસ ને તરવા નાખો ને તરી લ્યો

હવે એક થાળી માં પીસેલી ખાંડ ને બ્રાઉન સુગર ને મિક્સ કરી રાખો એમાં તરેલ ચૂર્રોસ નાખી કોટીંગ કરી લ્યો.

ચોકલેટ સોસ બનાવવાની રીત

એક વાસણમાં બે કપ  પાણી ગરમ કરો એમાં કાંઠો મૂકી એમાં એક નાની તપેલીમાં ચોકલેટ ના કટકા નાખો એમાં ગરમ દૂધ નાખી ને મિક્સ કરી ને ઓગડાવી લ્યો ને ચોકલેટ ઓગળે એટલે એમાં ઘી નાખી મિક્સ કરી લ્યો તૈયાર છે ચોકલેટ સોસ

ચુર્રોસ બનાવવાની રીત વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘઉં ના લોટ ની મઠરી | ઘઉં ના લોટ ની મઠરી બનાવવાની રીત | ghau na lot ni mathri recipe in gujarati | ghau na lot ni mathri banavani rit

ખીચું સ્ટફિંગ બોલ બનાવવાની રીત | Khichu staffing ball banavani rit

સોજી બટાકાની મસાલા પૂરી બનાવવાની રીત | suji batata ni masala puri banavani rit

દુધનો માવો બનાવવાની રીત | dudh no mavo banavani rit | dudh no mavo recipe in gujarati

ભરેલા પરવળ નું શાક બનાવવાની રીત | bharela parval nu shaak banavani rit | bharela parval nu shaak recipe in gujarati

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement