સુરત ની બે છોકરીઓ એ શોધ્યો એક નવો Asteroid, NASA એ પુષ્ટિ કરી

VAIDEHI and RADHIKA discovered a new Asteroid
VAIDEHI and RADHIKA discovered a new Asteroid
Advertisement

10 માં ધોરણ ની બે છોકરીઓ એ નિઅર-અર્થ એસ્ટ્રોઇડ ( જે ઓબ્જેક્ટ પૃથ્વી ની નજીક થી પસાર થવાનું હોય. ) ( new Asteroid )ની શોધ કરી છે ,જેને NASA HLV2514 નામ આપ્યું છે. વૈદીહી સંજયભાઈ વેકારીયા અને રાધિકા પ્રફુલભાઈ વાકાણી નામની સુરત માં રહેતી આ છોકરીઓ એ તેની સ્કૂલ માં ઇન્ટરનેશનલ કેમ્પેઈન માં ભાગ લીધો હતો.

આ સાયન્સ પ્રોગ્રામ તેમની CBSC સ્કૂલ PP Savani Chaitanya Vidya Sankul માં ભાગ લીધો હતો. આ બે મહિનાના પ્રોગ્રામ માં તેમને મંગળ ની નજીક એક એસ્ટ્રોઇડ શોધી કાઢ્યો હતો. TOI અનુસાર, NASA  એ તેમના દુર્લભ શોધને સ્વીકાર્યું અને તેના માટે કન્ફર્મેશન મેઇલ મોકલ્યો હતો.

Advertisement

શુ હતો આ સાયન્સ પ્રોગ્રામ?

International Astronomical Search Collaboration (IASC) અને Hardin Simmons University in Texas એ સાથે મળી ને બે મહિના નો સાયન્સ પ્રોગ્રામ યોજ્યો હતો. જેમાં આ બંને છોકરીઓ એ ભાગ લીધો હતો.

VAIDEHI VEKARIYA SANJAYBHAI
VAIDEHI VEKARIYA SANJAYBHAI

હવાઈ માં થતા આ પ્રોગ્રામ માં વિદ્યાર્થીઓ એ Pan Starrs નામનું એડવાન્સ ટેલિસ્કોપ ઉપયોગમાં લીધેલું. તેમાં હાઇ ગ્રેડ CCD કેમેરા લગાવેલા હોય છે, જે એસ્ટ્રોઇડ ની શોધ માટે ખુબજ ક્લીઅર ઇમેજ આપે છે.

RADHIKA LAKHANI PRAFULBHAI
RADHIKA LAKHANI PRAFULBHAI

સ્પેસ ઇન્ડિયા એ આ શોધ ને તેના ફેસબુક પેજ પર “discovery alert” કહી ને આના વિશે માહિતી આપી હતી. તેમને લખ્યું કે, “અમને જાહેરાત કરવામાં ગર્વ છે કે સુરતની બે યુવતીઓએ SPACE-All India Asteroid Search Campaign ની મદદથી એક નવો એસ્ટરોઇડ શોધી કાઢયો, જે નિઅર-અર્થ ઓબ્જેક્ટ છે.”

two Girls from Surat discovered a new Asteroid
two Girls from Surat discovered a new Asteroid NASA Confirms (image – Space India)

“તે એક નિઅર-અર્થ ઓબ્જેક્ટ (એનઇઓ) છે, જે હાલમાં મંગળ ગ્રહની નજીક છે, અને સમય જતાં (^ 10 ^ 6 વર્ષ) પૃથ્વી પાર કરનાર એસ્ટરોઇડમાં વિકસિત થશે.” પોસ્ટ માં એસ્ટરોઇડ HLV2514 વિશે જણાવ્યું હતું.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.

Advertisement