
આજે આપડે Dudhi no pulav – દુધી નો પુલાવ બનાવાતા શીખીશું. ઘણા લોકો ના ઘરમાં દૂધી નું નામ પડતાં જ મોઢું બગડી જતું હોય છે. પણ આજે આપડે દૂધી માંથી એક અલગ જ રીતે નું પુલાવ બનાવાતા શીખીશું . તો ચાલો પુલાવ બનાવવાની રીત શીખીએ.
Ingredients
- છીણેલી દૂધી 2 કપ
- બાસમતી ચોખા 1 કપ
- ડુંગળી 1 નંગ
- તમાલ પત્ર 1
- તજ નો ટુકડો 1
- એલચી 2
- લવિંગ 2
- કાળા મરી 7-8 નંગ
- જીરું ½ ચમચી
- આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
- હળદર પાવડર જરૂર મુજબ
- હિંગ ચપટી
- દહીં ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
- ગરમ મસાલો પાવડર સ્વાદ મુજબ
- તેલ / ઘી
- પાણી 1.5 કપ
Dudhi no pulav banavani rit
દૂધી નો પુલાવ બનાવવા માટે સૌ પ્રથમ 1 કપ બાસમતી ચોખા ને સારી રીતે પાણી માં ધોઈ અને 10 મિનિટ જેવું પલળવા મૂકી દેશું . તમે ચોખા તમારી પસંદ મુજબ ના લઈ શકો છો . 1 કપ ચોખા માંથી 4 લોકો માટે પુલાવ બની શકે છે . તમે તમારી જરૂરિયાત મુજબ વધારે કે ઓછા ચોખા લઈ શકો છો .
હવે ચોખા પલળે ત્યાર સુધી માં દૂધી ને સારી રીતે ધોઈ છાલ ઉતારી અને 2 કપ જેવી દૂધી ને ખમણી લેશું . ઇયા 1 કપ ચોખા લીધા છે માટે આપડે 2 કપ ખમણેલી દૂધી લેશું .દૂધી ને ખમણી લીધા બાદ ગેસ પર કડાઈ ગરમ કરવા મૂકીશું અને તેમાં 2-3 ચમચી ઘી નાખીશું અને ઘી ગરમ થાય એટલે તેમાં તમાલ પત્ર 1 , તજ નો ટુકડો 1 , એલચી 2 , લવિંગ 2 , કાળા મરી 7-8 , જીરું ½ ચમચી , ડુંગળી ના નાના નાના ટુકડા 1 નંગ અને ત્યાર બાદ ડુંગળી નો કલર ચેન્જ થાય ત્યાર સુધી માં સાંતળી લેવાની છે . જો તમે એમાં ડુંગળી ના ખાતા હોવ તો કોબી નો જે હાર્ડ ભાગ આવે તે પણ લઈ સકો છો .
ત્યાર બાદ ડુંગળી સતળાઈ જાય એટલે આદુ લસણ ની પેસ્ટ નાખી અને એક દમ સારી રીતે સાંતળી લેશું . લસણ ને સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ કરી ને ખાલી આદુ ની પેસ્ટ પણ નાખી સકો છો . હવે 2 કપ ખમણેલી દૂધી અને મીઠા લીંબડા ના 4-5 પાંદ નાખી દેશું . 4-5 મિનિટ સુધી આપડે દૂધી ને હલાવતા રેશુ જેથી દૂધી નું પાણી સારી રીતે બળી જશે . પાણી બળી જાય એટલે તેમાં હળદર પાવડર 1 ચમચી , ધાણા જીરું પાવડર 2 ચમચી , લાલ મરચું પાવડર 2 ચમચી , જો તમારે લીલો પુલાવ બનાવવો હોય તો લસણ આદુ ની પેસ્ટ સાથે જ લીલા મરચા ની પેસ્ટ નાખી સકો છો . ગરમ મસાલો ½ ચમચી નાખી બધી વસ્તુ ને મિક્સ કરી અને 2-3 મિનિટ સુધી સારી રીતે સાંતળી લેશું
હવે મોળું દહીં ¼ કપ લેશું અહીં ખાસ ધ્યાન રાખવું કે દહીં બઉ ખાટું નઈ લેવાનું , મીઠું 2 ચમચી નાખી અને બધું હલાવી લેશું અને ઘી અલગ થાય એટલે જે ચોખા પલાળેલા હતા તેમાંથી પાણી નિતારી અને ચોખા ને કડાઈ માં નાખી દેશું અને હલકા હાથે દૂધી વાળા મિશ્રણ સાથે મિક્સ કરી દેશું . અને મિક્સ કરી દીધા બાદ 1.5 કપ પાણી નાખી દેશું જો તમે ચોખા ને થોડા સાંતળવા દેવા માંગતા હોવ તો તમે ચોખા સાંતળી શકો છો જેથી તમારા પુલાવ એકદમ છૂટા છૂટા થશે .
ત્યાર બાદ ગેસ ની ફ્લેમ ફુલ કરી અને 2 મિનિટ ઢાંકણ ઢાંક્યા વગરજ ભાત ને ચડવાશું . અને 2 મિનિટ પછી ગેસ ને મીડીયમ ફ્લેમ કરી એક વખત ચોખા ને હલકા હાથે હલાવી અને ઢાંકણ ઢાંકી 5 મિનિટ થવા દેશું . 5 મિનિટ બાદ ઢાંકણ ખોલી ફરીથી એક વખત સાવ હલકા હાથે હલાવી ઢાંકણ બંધ કરી અને હવે ગેસ ને સાવ ધીમો કરી અને ફરીથી 2 મિનિટ જેવું ચડવા દેશું 2 મિનિટ બાદ આપડો પુલાવ ચડી ગયો છે . થોડા ઠંડા થશે પછી આપડા ભાત એકદમ છૂટા છૂટા થઈ જશે. અને છેલે ઉપર થી લીલા ધાણા નાખી અને ગાર્નિસ કરીશું .
તો તૈયાર છે આપડો દૂધી નો પુલાવ જેને આપડે દહીં કે કચુંબર સાથે સર્વ કરીશું . સાંજ માટે એકદમ હલકુ ફૂલકું અને અને ઝડપથી બની જાય એવું પુલાવ તમે એક વાર બનાવશો તો તમે વારંવાર ખાવાની મજા પડશે.
નીચે પણ એવીજ સ્વાદિષ્ટ રેસીપી છે તે પણ જુઓ
meethi boondi banavani rit | મીઠી બુંદી બનાવવાની રીત
aambli ni kendi banavani rit | આંબલીની કેન્ડી બનાવવાની રીત
sabudana tameta na papad banavani rit | સાબુદાણા ટામેટા ના પાપડ બનાવવાની રીત
fudina nu sharbat banavani rit | ફુદીનાનું શરબત બનાવવાની રીત