મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit recipe gujarati

મીઠી બુંદી બનાવવાની રીત - meethi boondi banavani rit - mithi bundi recipe in gujarati
Image credit – Youtube/Hebbars Kitchen
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Hebbars Kitchen YouTube channel on YouTubeઆજે આપણે મીઠી બુંદી બનાવવાની રીત – meethi boondi banavani rit શીખીશું. ઘરમાં નાના મોટા પ્રસંગમાં ખૂબ ઓછી મહેનતે ખૂબ ઝડપી બની ને તૈયાર થઈ જાય છે તો ચાલો જોઈએ mithi bundi recipe in gujarati  language બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

મીઠી બુંદી બનાવવા જરૂરી સામગ્રી | meethi boondi banava jaruri samgri

  • બેસન 1 કપ
  • ખાંડ 1 ½ કપ
  • એલચી 2-3
  • કેસરી રંગ ½ ચમચી / કેસરના તાંતણા 15-20 અથવા હળદર 2-3 ચપટી
  • પાણી 1 ½ +¾ કપ
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • મગતરી બીજ 2-3 ચમચી

Mithi bundi recipe in gujarati

મીઠી બુંદી ની ચાસણી બનાવવાની રીત | mithi bundi ni chasni banavani rit

મીઠી બુંદી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક દોઢ કપ ખાંડ ને દોઢ કપ પાણી નાખી ખાંડ ઓગળી લ્યો અને એમાં પા ચમચી કેસરી રંગ/કેસરના તાંતણા અથવા તો બે ચપટી હળદર નાખો ને સાથે એલચી ને થોડી દબાવી ને નાખી દયો ને ઉકાળો સાત આઠ મિનિટ પછી બે આંગળીથી ચેક કરો જો થોડી ચિકાસ જેવી લાગે ત્યાં સુધી ચડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી એક બાજુ મૂકો

બુંદી બનાવવાની રીત | bundi banavni rit

સૌ પ્રથમ એક વાસણમાં બેસન ને ચારી ને લ્યો ત્યાર બાદ એમાં કેસરી રંગ પા ચમચી અથવા હળદર નાખી મિક્સ કરી લ્યો ને પહેલા અડધો કપ પાણી થોડું થોડું કરી નાખો ને મિક્સ કરતા જાઓ ધ્યાન રાખવું કે ગાંઠા ના પડે એમ મિક્સ કરી હલાવતા રહો

Advertisement

હવે એમાં બીજો પા કપ પાણી થોડું થોડું કરી ને નાખી દયો ને મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો ને બેસન ના મિશ્રણ માં બેકિંગ સોડા નાખી ને બરોબર મિક્સ કરી લ્યો

હવે તેલ ગરમ થઇ ગયું હોય તો એક ઝારો લ્યો એને તેલ ઉપર થોડી ઉચાઈ પર પકડો ને વાટકા કે કડછી ની મદદ થી એના પર તૈયાર બેસન નું મિશ્રણ નાખી બુંદી પાડો  એક મિનિટ પછી બીજા ઝારા ની મદદ થી બુંદી ને હલાવી લ્યો ને બે મિનિટ ચડાવી લ્યો અથવા ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ તેલ માંથી કાઢી તૈયાર ચાસણીમાં નાખી દેવી

બીજી વાર બુંદી પાડતા પહેલા જે ઝારો વાપરેલ એને પાણી થી ધોઈ કોરો કરી લ્યો ત્યાર બાદ બીજી વખત ની બુંદી પાડવી આમ બધી બુંદી તૈયાર કરી લ્યો ને તૈયાર બુંદી ને ચાસણીમાં નાખતા જઈ ને હલાવી લ્યો

તમે ઝારા ની જગ્યાએ છીણી નો ઉપયોગ પણ કરી શકો છો

બધી બુંદી ચાસણીમાં નાખી મિક્સ કરી લ્યો ને એક દોઢ બે કલાક સુધી એમજ ચાસણીમાં રહેવા દેવી ત્યાર બાદ ચારણીમાં મૂકી વધારાની ચાસણી ને દસ પંદર મિનિટ નિતારી લ્યો  નીતરેલી બુંદી માં મગતરી માં બીજ ને ગુલાબ ની પાંખડી થી ગાર્નિશ કરી સર્વ કરો

meethi boondi recipe notes

  • બેસન નું મિશ્રણ સાવ પાતળું કે બહુ ઘટ્ટ ના રાખવું નહિતર બુંદી બરોબર નહિ બને
  • ખાંડ ની જગ્યાએ તમે ગોળ ને ઉકાળી ચાસણી તૈયાર કરી એમાં પણ બુંદી તૈયાર કરી શકો છો

મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મસાલા ચણા દાળ બનાવવાની રીત | masala chana dal banavani rit | masala chana dal recipe in gujarati

કેરી ની કઢી બનાવવાની રીત | keri ni kadhi banavani rit | keri ni kadhi recipe in gujarati

કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની પરફેક્ટ રીત | શીખંડ બનાવવાની રીત | shrikhand recipe in Gujarati

કાંજી વડા બનાવવાની રીત | kanji vada banavani rit recipe in gujarati

પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri nu pani recipe in gujarati

શક્કરિયા ની વેફર બનાવવાની રીત | shakkariya ni vefar banavani rit

સીંગ ભજીયા બનાવવાની રેસીપી | શીંગ ભજીયા બનાવવાની રીત | sing bhujia recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement