મગની દાળના પકોડા બનાવવાની રીત | magni daal na pakoda banavani rit

મગની દાળના પકોડા બનાવવાની રીત - magni daal na pakoda banavani rit - magni daal na pakoda recipe in gujarati language
Image credit – Youtube/Nirmla Nehra
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube આજે આપણે મગની દાળના પકોડા બનાવવાની રીત – magni daal na pakoda banavani rit શીખીશું. આ પકોડા તમે સવાર સાંજના નાસ્તામાં બનાવી ને ખાઈ શકો છો તો ચાલો જોઈએ magni daal na pakoda recipe in gujarati language – મગદાળ ના પકોડા બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

મગદાળ ના પકોડા બનાવવા જરૂરી સામગ્રી | magni daal na pakoda recipe ingredients

 • મગ દાળ 2 કપ
 • છીણેલ બટાકા 1
 • પાલક 1 જુડી
 • ડુંગરી 1-2 ઝીણી સુધારેલી
 • લીલા મરચા 1-2 ઝીણા સુધારેલા
 • લસણ ની કણી 5-6
 • આદુનો ટુકડો 1 નાનો
 • વરિયાળી 2 ચમચી
 • આખા ધાણા 2 ચમચી
 • જીરું 1 ચમચી
 • મરી 1 ચમચી /4-5
 • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
 • હિંગ 2 ચપટી
 • આમચૂર પાઉડર 1 ચમચી
 • મીઠું સ્વાદ મુજબ
 • લીલા ધાણા સુધારેલા ¼ કપ
 • તરવા માટે તેલ

મગની દાળના પકોડા બનાવવાની રીત | magni daal na pakoda recipe in gujarati language

સૌ પ્રથમ મગ દાળ ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ ત્રણ ગ્લાસ પાણી ચાર પાંચ કલાક સુધી પલાળી રાખો દાળ બરોબર પલળી જાય એટલે એને ચારણી માં લઇ બઘું પાણી નિતારી લ્યો ને પા ભાગની દાળ એક બાજુ રાખી બીજી દાળ ને મિક્સર જારમાં લઈ એમાં આદુ ને લસણની કણીઓ નાખી અધ કચરી પીસી લ્યો

પીસેલી દાળ ને એક વાસણમાં લઈ ચમચા થી પાંચ મિનિટ સુધી બરોબર હલાવી લેવી ત્યાર બાદ આખી રાખેલી દાળ પણ એમાં મિક્સ કરી ફરી ત્રણ ચાર મિનિટ બરોબર મિક્સ કરી લ્યો જેથી એમાં હવા ભરાઈ જય ને પકોડા સોફ્ટ બનશે

Advertisement

હવે એક કડાઈમાં આખા ધાણા, વરિયાળી,જીરું ને મરી ને ત્રણ ચાર મિનિટ ધીમા તાપે શેકી લો ને મસાલા બરોબર શેકાઈ જાય એટલે થોડા ઠંડા કરી મિક્સર જારમાં અધ કચરા પીસી લ્યો

આ મસાલો મગ દાળ ના મિશ્રણ માં નાખો સાથે એમાં લાલ મરચાનો પાઉડર, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, છીણેલું બટાકુ, ધોઇ ને સાફ કરી ઝીણી સુધારેલી પાલક, ઝીણી સુધારેલી ડુંગળી, હિંગ, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ કરો ને હવે એમાં નાના નાના મિશ્રણ ના ગોળા બનાવતા જાઓ ને તેલમાં નાખતા જાઓ  ને પકોડા ને હલાવતા રહી બધી બાજુ થી ગોલ્ડન તરી લ્યો પકોડા ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો

તૈયાર પકોડા ને ચટણી તરેલ લીલા મરચા, લીલા ધાણા ની ચટણી ને ચા સાથે સર્વ કરો મગદાળ ના પકોડા

Magni daal na pakoda banavani rit Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati

શિકંજી બનાવવાની રીત | shikanji banavani rit | shikanji recipe in gujarati

શક્કરિયા ની વેફર બનાવવાની રીત | shakkariya ni vefar banavani rit

પનીર ની જલેબી બનાવવાની રીત | paneer ni jalebi banavani rit

ગુજરાતી દાળ ઢોકરી બનાવવાની રીત | Dal Dhokri recipe in Gujarati

લસુની દાળ ખીચડી બનાવવાની રીત | Lasooni Dal Khichadi recipe

દાલ મખની બનવવાની રીત | Daal Makhni banavani rit | daal makhni recipe in gujarati

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement