ફરાળી સંભાર બનાવવાની રીત – farali sambar recipe – farali sambar recipe in gujarati – farali sambar banavani rit

ફરાળી સંભાર બનાવવાની રીત - farali sambar recipe - farali sambar recipe in gujarati - farali sambar banavani rit
Image credit – Youtube/Meena's Indian Cuisine
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી સાંભાર બનાવવાની રીત – farali sambar banavani rit શીખીશું. do subscribe Meena’s Indian Cuisine YouTube channel on YouTube  If you like the recipe  આ સાંભાર તમે ફરાળી ઈડલી , ફરાળી ઢોસા કે ઓછી ફરાળી થાળીમાં સર્વ કરી શકો છો જે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો જાણીએ ફરાળી સંભાર બનાવવાની રીત – farali sambar recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ફરાળી સંભાર બનાવવા જરૂરી સામગ્રી | farali sambar ingredients

  • ટમેટા 4-5
  • દૂધી 1 નાની
  • શક્કરિયા 1
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લીલા મરચા 1-2 સુધારેલ
  • સૂકા લાલ મરચા 1
  • જીરું ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • મરી પાઉડર ¼ ચમચી
  • ફરાળી લોટ 1-2 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ / ઘી 2 ચમચી

ફરાળી સંભાર બનાવવાની રીત | farali sambar recipe in gujarati

ફરાળી સાંભાર બનાવવા માટે સૌ પ્રથમ એક કુકર માં ધોઇ ને કટકા કરેલ ટમેટા, છોલી ને સુધારેલ દૂધ, શક્કરિયા ના કટકા નાખી એક ગ્લાસ પાણી નાખી ને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી ઢાંકી ને બે ત્રણ સીટી વગાડી લ્યો ત્યાર બાદ પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો અને ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો

કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી એમાં થી શાક કાઢી થોડા ઠંડા થવા દયો થોડા ઠંડા થાય એટલે મિક્સર જાર નાખી પીસી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ/ ઘી ગરમ કરવા મૂકો

Advertisement

ઘી / તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન, લીલા મરચા નાખી મિક્સ કરી લ્યો

ત્યાર બાદ ઝીણા સમારેલા ટમેટા અને દુધી ના કટકા નાખી મિક્સ કરી લ્યો અને બે મિનિટ શેકી ને નરમ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો

ત્યાર બાદ એમાં જરૂર લાગે તો અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર નાખી ને ઉકળવા દયો

સાંભાર ઉકળે ત્યાં સુંધી એક વાટકા માં બે ચમચી ફરાળી લોટ માં ત્રણ ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને સાંભાર માં નાખી ને મિક્સ કરી લ્યો

હવે સાંભાર ને મીડીયમ તાપે પાંચ મિનિટ ઉકાળી લ્યો  જો એમ લાગે કે સાંભાર ઘટ્ટ થઈ ગયો છે તો પા કપ પાણી નાખવું ને જો એમ લાગે કે સાંભાર પાતળો લાગે છે તો એક ચમચી ફરાળી લોટ નાખી શકો છો ને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને સર્વે કરો ગરમ ગરમ ફરાળી સાંભાર.

farali sambar recipe | farali sambar banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Meena’s Indian Cuisine ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ફણગાવેલ મઠની ચાર્ટ બનાવવાની રીત | fangavel math no chart banavani rit | fangavel math no chart recipe in gujarati

ફરાળી બટાકા ના પરોઠા બનાવવાની રીત | farali batata na paratha banavani rit | faralઈ batata na paratha recipe gujarati

રાજગરા ના ચીલા બનાવવાની રીત | Rajgara na chila banavani rit | Rajgara na chila recipe in gujarati

લીલા લસણનો ઠેસો બનાવવાની રીત | Lila lasan no theso banavani rit

ગાર્લિક બટર નાન બનાવવાની રીત | Garlic Butter Naan banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement