સત્તુ રોલ બનાવવાની રીત | Sattu roll banavani rit

સત્તુ રોલ - Sattu roll - સત્તુ રોલ બનાવવાની રીત - Sattu roll banavani rit
Image credit – Youtube/Nilu's kitchen
Advertisement

આપણે ઘરે ગેસ ચાલુ કર્યા વગર સત્તુ રોલ બનાવવાની રીત – Sattu roll banavani rit શીખીશું, do subscribe Nilu’s kitchen YouTube channel on YouTube If you like the recipe , જોવામાં કાજુ રોલ જેવી જ દેખાય છે. આ મીઠાઈ બનાવવામાં માવાની કે બેસન ની જરૂર પડતી નથી. અને ખૂબ જ ઓછા ડ્રાય ફ્રુટ થી અને વગર ચાસણીએ આ મીઠાઈ બની ને તૈયાર થઇ જાય છે. બજાર માં મળતી મોંઘી મીઠાઈ કરતા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. આ મીઠાઈ કોઈ પણ ત્યોહાર પર ખૂબ જ ઓછા સમય માં બનાવી ને તૈયાર કરી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે કાજુ રોલ જેવી મીઠાઈ બનાવતા શીખીએ.

સત્તુ રોલ બનાવવા જરૂરી સામગ્રી

  • ખાંડ ½ કપ
  • કાજુ 8-9
  • એલચી 3-4
  • ફોલેલા દારિયા 1 કપ
  • મિલ્ક પાવડર ½ કપ
  • ઘી 2 ચમચી
  • દૂધ 3 ચમચી

સત્તુ રોલ બનાવવાની રીત

કાજુ રોલ જેવી મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લ્યો. હવે તેમાં ખાંડ, કાજુ અને એલચી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

હવે  ફરી થી એક મિક્સર જારમાં ફોલેલા દારિયા નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને ચાળી ને બાઉલ માં નાખો.

Advertisement

તેમાં મિલ્ક પાવડર અને ઘી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ત્રણ ચમચી જેટલું દૂધ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક સરસ થી ગૂંથેલા લોટ જેવું મિશ્રણ તૈયાર થઈ જશે.

ત્યારબાદ તે મિશ્રણ ના સરસ થી રોલ બનાવી ને બટર પેપર ઉપર રાખો. હવે તેની ઉપર ચાંદી નું વરખ લગાવી ને ગાર્નિશ કરો. હવે ચાકુ ની મદદ થી તેના દોઢ થી બે ઇંચ ના ગેપ માં કટ લગાવી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

તેની ઉપર પિસ્તા ની સ્લાઈસ અને કેસર નાખી ગાર્નિશ કરો. હવે તૈયાર છે આપણી બજાર માં મળતી મોંઘી મીઠાઈ કરતા પણ ટેસ્ટી મીઠાઈ.

Sattu roll recipe notes

  • દૂધ ની જગ્યાએ તમે પાણી નો પણ ઉપયોગ કરી શકો છો.
  • રોલ નિ જગ્યાએ તમે મીઠાઈ ને ડાયમંડ, ચોરસ કે પેંડા નો સેપ આપી શકો છો.

Sattu roll banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Nilu’s kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nilu’s kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

દૂધી ની બરફી બનાવવાની રીત | Dudhi ni barfi banavani rit

માવા વગર ની ટેસ્ટી અને ખસ્તા મીઠાઈ બનાવવાની રીત | Mava vagar ni testi ane khasta mithai banavani rit

મેથી મસાલા પૂરી બનાવવાની રીત | Methi masala puri banavani rit | Methi masala puri recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement