તીખા ઘૂઘરા બનાવવાની રીત | Tikha ghughra banavani rit

તીખા ઘૂઘરા - Tikha ghughra - તીખા ઘૂઘરા બનાવવાની રીત - Tikha ghughra banavani rit - Tikha ghughra recipe in gujarati
Image credit – Youtube/Masala Touch
Advertisement

ઘરે જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા બનાવવાની રીત – Tikha ghughra banavani rit શીખીશું, do subscribe Masala Touch YouTube channel on YouTube If you like the recipe , સાથે તીખી ચટણી અને મીઠી ચટણી બનાવતા પણ શીખીશું. જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સાંજ ના નાસ્તા માં કે ઘરે કોઈ મહેમાન આવે ત્યારે તીખા ઘૂઘરા જરૂર બનાવો. તો ચાલો આજે આપણે ઘરે સ્ટ્રીટ સ્ટાઈલ માં Jamnagar na Tikha ghughra recipe in gujarati શીખીએ.

તીખી ચટણી બનાવવા માટેની સામગ્રી

 • સુખા લાલ મરચાં 8-10
 • લસણ ની કડી 5-6
 • પાણી 3 ચમચી
 • તેલ 2 ચમચી
 • સ્વાદ પ્રમાણે મીઠું

મીઠી ચટણી બનાવવા માટેની સામગ્રી

 • પાણી 2 ½ કપ
 • ગોળ ½ કપ
 • આમલી 1 ચમચી
 • પાણી ¼ કપ
 • મકાઈ નો લોટ 3 ચમચી
 • લાલ મરચું પાવડર 1 ચમચી
 • હળદર 1 ચપટી
 • સ્વાદ પ્રમાણે મીઠું

ઘૂઘરા માટે લોટ બાંધવા ની સામગ્રી

 • મેંદો 2 કપ
 • રવો ½ કપ
 • સ્વાદ પ્રમાણે મીઠું
 • લીંબુ નો રસ 1 ચમચી
 • તેલ 2 ચમચી
 • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

 • બાફેલા બટેટા 4
 • બાફેલા વટાણા ½ કપ
 • લીલાં મરચાં ની પેસ્ટ 1 ચમચી
 • આમચૂર પાવડર 1 ચમચી
 • ગરમ મસાલો 1 ચમચી
 • હળદર ¼ ચમચી
 • ધાણા પાવડર 1 ચમચી
 • સ્વાદ પ્રમાણે મીઠું

ગાર્નિશ કરવા માટેની સામગ્રી

 • ઝીણી સુધારેલી ડુંગળી
 • સેવ
 • મસાલા સિંગ

તીખી ચટણી બનાવવા માટેની રીત

તીખી ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં સુખા લાલ મરચાં નાખો. હવે તેમાં લસણ નાખો. હવે તેમાં ગરમ પાણી નાખો. હવે તેને ઢાંકી ને પંદર મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.

હવે પંદર મિનિટ પછી એક મિક્સર જારમાં સુખા લાલ મરચાં અને લસણ ની કડી ને ગરમ પાણી માંથી કાઢી ને નાખો. હવે તેમાં તે જ ત્રણ ચમચી જેટલું પાણી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી તીખી ચટણી.

Advertisement

મીઠી ચટણી બનાવવા માટેની રીત

મીઠી ચટણી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં પાણી અને ગોળ નાખો. હવે તેમાં આમલી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી એક થી બે મિનિટ સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગોળ વારા પાણી ને બીજી તપેલી માં ગાળી ને લઈ લ્યો.

હવે એક કટોરી માં પાણી લ્યો. હવે તેમાં મકાઈ નો લોટ, લાલ મરચું પાવડર, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે આ મિશ્રણને ગોળ વારા પાણી માં નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

 ફરી થી તપેલી ને ગેસ ઉપર મૂકો. હવે તેને દસ મિનિટ સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણી મીઠી ચટણી.

ઘૂઘરા નો લોટ બાંધવા માટેની રીત

લોટ બાંધવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં મેંદો લ્યો. હવે તેમાં રવો, સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુ નો રસ અને તેલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેના ઉપર તેલ લગાવી તેને ઢાંકી ને ત્રીસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.

સ્ટફિંગ બનાવવા માટેની રીત

સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં બાફેલા બટેટા લ્યો. હવે તેમાં બાફેલા વટાણા નાખો. હવે તેમાં લીલાં મરચાં ની પેસ્ટ, આમચૂર પાવડર, ગરમ મસાલો, હળદર, ધાણા પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બટેટા ને મેસ કરીને મસાલા ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું ઘૂઘરા માટેનું સ્ટફિંગ.

જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા બનાવવાની રીત

ઘૂઘરા બનાવવા માટે સૌથી પહેલાં લોટ ને ફરી થી એક વાર ગુંથી લ્યો. હવે તેના નાના નાના લુવા બનાવી લ્યો. હવે તેમાં થી એક લુવો લઈ તેની પાતળી રોટલી વણી લ્યો.

તેની ઉપર એક ચમચી જેટલું સ્ટફિંગ રાખો. હવે રોટલી ની ફરતે કિનારી પર પાણી લગાવી લ્યો. હવે રોટલી ને ફોલ્ડ કરી ને કિનારી ને દબાવી લ્યો. હવે તેની પ્લેટ વારતા જાવ. આવી રીતે બધા ઘૂઘરા બનાવી ને તૈયાર કરી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે ઘૂઘરા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા ઘૂઘરા તળી ને તૈયાર કરી લ્યો.

હવે તૈયાર છે આપણા ટેસ્ટી જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા. હવે તેને એક પ્લેટ માં વચ્ચે થી હોલ કરી ને રાખો. હવે તેની ઉપર તીખી ચટણી , મીઠી ચટણી, સેવ , ઝીણી સુધારેલી ડુંગળી અને મસાલા સિંગ નાખો. હવે તેને સર્વ કરો અને ટેસ્ટી તીખા ઘૂઘરા ખાવાનો આનંદ માણો.

Tikha ghughra recipe notes

 • તીખી અને મીઠી ચટણી ને તમે બે ત્રણ દિવસ માટે ફ્રીઝ માં રાખી ને સ્ટોર પણ કરી શકો છો.

Tikha ghughra banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Masala Touch

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Touch ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સત્તુ રોલ બનાવવાની રીત | Sattu roll banavani rit

સ્ટ્રોબેરી ફ્લેવર નારિયળ પેંડા બનાવવાની રીત | Strawberry flavor nariyal penda banavani rit

માવા મિશ્રી બનાવવાની રીત | Mava mishri banavani rit | Mava mishri recipe in gujarati

લીલી મકાઈ નો ચેવડો બનાવવાની રીત | lili makai no chevdo in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement