માવા મિશ્રી બનાવવાની રીત | Mava mishri banavani rit | Mava mishri recipe in gujarati

માવા મિશ્રી બનાવવાની રીત - Mava mishri banavani rit - Mava mishri recipe in gujarati
Image credit – Youtube/Uma Kalyani Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે માવા મિશ્રી બનાવવાની રીત – Mava mishri banavani rit શીખીશું. આ માવા મીશ્રી રાજસ્થાન ની પ્રસિધ્ધ મીઠાઈ છે જે મોઢામાં નાખતા જ ઓગળી જાય છે, do subscribe Uma Kalyani Kitchen YouTube channel on YouTube If you like the recipe , અને જે લોકો રાજસ્થાન ગયેલ હશો તો ચોક્કસ ચાખી હસે ને એને મિસ પણ કરતા હસો, તો આજ આપણે ઘરે એ રાજસ્થાની મીઠાઈ બનાવતા શીખીશું તો ચાલો જાણીએ Mava mishri recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

માવા મિશ્રી બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 2 લીટર
  • ફટકડી 3-4 ચપટી
  • મિશ્રિ 150 – 175 ગ્રામ
  • એલચી પાઉડર ¼ ચમચી

માવા મિશ્રી બનાવવાની રીત | Mava mishri recipe in gujarati

માવા મિશ્રી બનાવવા સૌપ્રથમ જાડા તળિયાવાળી કડાઈમાં ફૂલ તાપે ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો દૂધ ને થોડી થોડી વારે હલાવતા રહો ને જ્યારે દૂધ ઉકળવા લાગે ત્યારે બાદ દૂધ ને હલાવવાનું ચાલુ જ રાખવું નહિતર દૂધ ઉભરાઈ જસે ( દૂધ ઉભરાય નહિ ને તરીયા માં ચોંટે પણ નહિ એનું ખાસ ધ્યાન રાખવું અને દૂધ બને ત્યાં સુંધી ફૂલ તાપે જ હલાવતા રહેવું જો ધીમા તાપે કરશો તો મલાઈ કડક બની જસે જે ચાવવામાં કડક લગ )

દૂધ ને ઉકાળી ને હલાવી ને અડધું થાય ત્યાં સુધી ઉકળવા દયો ને સાઈડ માં લાગેલ દૂધ ને ઉખાડી ને દૂધ માં નાખી દેવી જેથી દૂધ ઘટ્ટ થતું જસે દૂધ ઉકળી ને અડધું થાય એટલે એમાં ચાર ચપટી ફિટકડી નાખી ને મિક્સ કરો ને હલાવતા રહો ને થોડી વાર દૂધ ની દાણી બનવા લાગશે ને દૂધ ને હલાવતા રહો ને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો

Advertisement

દૂધ પોણા ભાગ નું રહે ત્યારે એમાં મીશ્રિ નાખી મિક્સ કરી લ્યો ( જો તમને મીઠાસ ઓછી ગમે તો 150 ગ્રામ નાખવી ને જો મીઠાસ બરોબર ગમે તો 175 ગ્રામ નાખવી ને જો વધારે મીઠાસ ગમે તો 200 ગ્રામ મિશ્રિ નાખવી )

 ત્યાર બાદ ગેસ મિડીયમ કરી ને દૂધ ને હલાવતા રહો ને  અડધું રહે એટલે છેલ્લે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી નાખી પાંચ થી દસ મિનિટ હલાવતા રહો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો ને ઠંડુ થવા દયો ને ઠંડુ થાય એટલે ફ્રીઝ માં મૂકી દયો ને ઠંડુ કરી લ્યો ત્યાર બાદ મજા લ્યો માવા મિશ્રી.

Mava mishri banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Uma Kalyani Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

દ્રાક્ષ નો જ્યુસ બનાવવાની રીત | Drax no juice banavani rit | Drax no juice recipe in gujarati

ચીલ ની ભાજી ના પરોઠા બનાવવાની રીત | chil ni bhaji na paratha banavani rit

મકાઈ ના લોટ ની બાફલા બાટી બનાવવાની રીત | makai na lot ni bafla bati banavani rit | makai na lot ni bafla bati recipe in gujarati

દાણેદાર ગોળ નો મોહનથાળ બનાવવાની રીત | Gol no mohanthal banavani rit | Gol no mohanthal recipe in gujarati

વેજ કટલેસ બનાવવાની રીત | veg cutlet recipe in gujarati | veg cutlet banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement