ઠંડો બીટ નો સૂપ બનાવવાની રીત | Thando bit no soup banavani rit

ઠંડો બીટ નો સૂપ બનાવવાની રીત - Thando bit no soup banavani rit - Thando bit no soup recipe in gujarati
Image credit – Youtube/Hamilton Beach India
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ઠંડો બીટ નો સૂપ બનાવવાની રીત – Thando bit no soup banavani rit શીખીશું, do subscribe Hamilton Beach India YouTube channel on YouTube If you like the recipe , તમે વાંચી ને થોડો અચરજ થશે કે સૂપ ને એપણ ઠંડો હા આજ આપણે ઠંડો સૂપ બનાવવાની રીત શીખીશું જે ગરમીમાં પીવા માં એકદમ ઠંડો ઠંડો ને સ્મુથ, ટેસ્ટી ને હેલ્થી છે તો ચાલો આજ આપણે Thando bit no soup recipe in gujarati શીખીએ.

ઠંડો બીટ નો સૂપ બનાવવા જરૂરી સામગ્રી

  • બાફેલા બીટ 2
  • બાફેલા બટાકા 1 નાનું
  • કાકડી 1
  • ઠંડુ દહી 1 કપ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • લસણ ની કણી 1-2
  • મરી પાઉડર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • કાચી વરિયાળી 1 ચમચી
  • ઠંડુ પાણી 1 -2 કપ

ઠંડો બીટ નો સૂપ બનાવવાની રીત | Thando bit no soup recipe in gujarati

ઠંડો બીટ નો સૂપ બનાવવા સૌપ્રથમ બીટ ને કુકર માં બાફી લ્યો ને બીટ બફાઈ જાય એટલે છોલી ને મોટા કટકા કરી ફ્રીઝ માં એક થી બે કલાક મૂકો,

ત્યાર બાદ બટાકા ને પણ બાફી ને ફ્રીઝ માં મૂકી દયો હવે કાકડી ને ધોઇ સાફ કરી એના મોટા મોટા કટકા કરી લ્યો સાથે લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ ને તૈયાર કરી લ્યો

Advertisement

હવે મિક્સર જાર માં કાકડી ના કટકા, ઠંડી કરેલ બીટ, બાફેલું બટાકા, લસણ ની કણી, લીલા ધાણા, ઠંડુ દહી, કાચી વરિયાળી, મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો,

ત્યાર બાદ પહેલા એક કપ ઠંડુ પાણી નાખી ફરીથી પીસી લ્યો ત્યાર બાદ બીજો એક કપ અથવા સૂપ ની ઘટ્ટતા જોઈ જરૂર મુજબ પાણી નાખી પીસી લ્યો

પીસેલા સૂપ ને ફ્રીઝ માં અડધો કલાક મૂકો ને ઠંડો કરી લ્યો જ્યારે પણ આ સૂપ બનાવો ને મજા લ્યો ત્યારે બનાવી ફ્રીઝ માં  ઠંડો કરી લીધા બાદ ઉપરથી ક્રીમ અને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો ઠંડો બીટ નો સૂપ

Thando bit no soup banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hamilton Beach India ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સફરજન ચાટ બનાવવાની રીત | Safarjan chat banavani rit

બાજરાની ખીચડી બનાવવાની રીત | bajra ni khichdi banavani rit | bajra ni khichdi recipe in gujarati

પપૈયા નો સંભારો બનાવવાની રીત | Papaiya no sambharo banavani rit | Papaiya no sambharo banavani recipe

બચેલા ભાત નો નાસ્તો બનાવવાની રીત | bachela bhaat no nasto banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement