સરગવાના પાંદ નો પુલાવ બનાવવાની રીત | Sargva na pand no pulao banavani rit

સરગવાના પાંદ નો પુલાવ બનાવવાની રીત - Sargva na pand no pulao banavani rit - Sargva na pand no pulao recipe in gujarati
Image credit – Youtube/Skinny Recipes
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે સરગવાના પાંદ નો પુલાવ બનાવવાની રીત – Sargva na pand no pulao banavani rit શીખીશું. સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે ને ઘણી બીમારી માં એ ઉપયોગી છે,do subscribe Skinny Recipes YouTube channel on YouTube If you like the recipe, અત્યાર સિંધી આપણે સરગવાની સિંગ ને જ ખાવા માં ઉપયોગ માં લેતા હતા, પણ આજ કાલ એના પાંદડા ને ફૂલ પણ ઘણા ફાયદાકારક છે. અને એમાંથી પણ ઘણી વાનગી બનાવી ખવાય છે જે ખૂબ ટેસ્ટી લાગતી હોય છે. એવીજ એક વાનગી અમે આજ લઈ આવ્યા છીએ, તો ચાલો જાણીએ Sargva na pand no pulao recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

સરગવાના પાંદ નો પુલાવ બનાવવા જરૂરી સામગ્રી

  • બાસમતી ચોખા 1 ½ કપ
  • સરગવાના પાંદ 1 કપ
  • સરગવાના પાંદ નો પાઉડર 1-2 ચમચી
  • નારિયળ ના કટકા ½ કપ
  • જાવેંત્રી 1 ફૂલ
  • તજ ના ટુકડા 1-2 નાનો
  • એલચી 1-2
  • લસણ ની કણી 2-3
  • લીલા મરચા સુધારેલા 2-3
  • વરિયાળી ½ ચમચી
  • સાઉથ ઈંડિયન ડુંગળી / નાની ડુંગળી 7-8
  • મરી ½ ચમચી
  • ઘી 1-2 ચમચી
  • જીરું 1 ચમચી
  • લીંબુ નો રસ 1 ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • દાડમ દાણા 5-6 ચમચી

સરગવાના પાંદ નો પુલાવ બનાવવાની રીત | Sargva na pand no pulao recipe in gujarati

સરગવાના પાંદ માંથી રાઈસ પુલાવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાસમતી ચોખા ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી લ્યો ત્યાર બાદ પાણી નિતારી નાખો. 

હવે ગેસ પર એક તપેલી માં બે ગ્લાસ પાણી અને એક ચમચી જીરું અને સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ને ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં પલાળેલા ચોખા નાખી ને ચોખા ને 90 થી 95% બાફી લ્યો ભાત બફાઈ જાય એટલે ચારણી માં નાખી વધારા નું પાણી નીતરવા દયો.

Advertisement

હવે એક મિક્સર જાર માં નારિયળ ના કટકા , જાવેત્રી, એક નાનો તજ નો ટુકડો, એલચી, લીલા મરચા સુધારેલા, લસણ ની કણી, વરિયાળી, બે ત્રણ નાની ડુંગળી સુધારેલ, સાફ કરી ધોઈ ને નિતારેલ સરગવાના પાંદ, મરી નાખી પીસી લ્યો તો સરગવાના પાંદ નો મસાલો તૈયાર છે.

ત્યારબાદ હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં સુધારેલ બે ત્રણ ડુંગળી નાખી ને શેકી લ્યો ડુંગળી ગોલ્ડન થવા લાગે એટલે એમાં તજ નો ટુકડો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ ભાત  નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લો.

હવે એમાં પીસી રાખેલ સરગવાના નો મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે મિનિટ બરોબર મિસ્ક કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો ને છેલ્લે એમાં દાડમ ના દાણા નાખી મિક્સ કરી મજા લ્યો સરગવાના પાંદ માંથી રાઈસ પુલાવ.

Sargva na pand no pulao banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Skinny Recipes ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સોજી અને ગુલાબ શરબત ની બરફી બનવાની રીત | Soji ane gulab sarbat ni barfi banavani rit

સાત્વિક મિક્સ વેજ પુલાવ બનાવવાની રીત | Satvik mix vej pulao banavani rit | Satvik mix vej pulao recipe in gujarati

વેજ હક્કા નુડલ્સ બનાવવાની રીત | veg hakka noodles recipe in gujarati

રાગી ની બરફી બનાવવાની રીત | Ragi ni barfi banavani rit

ટમેટા રાઈસ બનાવવાની રીત | Tomato Rice banavani rit | Tomato Rice recipe in gujarati

ફરાળી ઢોસા બનાવવાની રીત | farali dosa banavani rit | farali dosa recipe

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement