કૌચા નો ઉપયોગ | કૌચા બીજ નો ઉપયોગ | kaunch na fayda

કૌચા નો ઉપયોગ - કૌચા બીજ નો ઉપયોગ - કવચ નો ઉપયોગ - કવચ ના બીજ નો ઉપયોગ - kaunch na mudiya no upyog - kaunch na fayda - kaunch churna benefits in gujarati
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર કૌચા વિશે માહિતી લાવ્યા છીએ જેમાં  કૌચા નો ઉપયોગ ઘરેલું ઉપચારમા કરવાની રીત, કૌચા ના પાન નો ઉપયોગ  કરવાની રીત, કૌચા ના મુળિયા નો ઉપયોગ ઘરેલું ઉપચારમા,કૌચા બીજ નો ઉપયોગ, કૌચા ના નુકસાન, kaunch no upyog karvani rit, kaunch na bij no upyog karvani rit, kaunch na mudiya no upyog karvani rit, kaunch na nukshan,kaunch churna benefits in gujarati.

કૌચા | કવચ | kaucha | mucuna pruriens

ચોમાસામાં થતું કવચ – કૌચા ના વેળા અત્યંત ઉપયોગી ઝાડ છે. તે વેલા સ્વરૂપે થાય છે. તેના વેલામેદાની ઇલાકામાં વધારે જોવા મળે છે. કૌચા ને કવચ ના નામ થી પણ ઓળખવામાં આવે છે.તેનું બીજું નામ ભૈરવસિંગ પણ છે. અંગ્રેજીમાં તેને velvet beans કહેવાય છે. અને તેનું વૈજ્ઞાનિક નામ mucuna pruriens છે.

આ એક દિવ્ય ઔષધી છે. કૌચા ની બે પ્રજાતિ જોવા મળે છે. એક પ્રજાતિ જે સામાન્ય રીતે જંગલમાં જોવા મળે છે અને બીજી પ્રજાતિ જેની ખેતી કરવામાં આવે છે.

Advertisement

ચોમાસામાં કવચ ના વેળા ફૂટીને વાડ, ઝાડ પર ચડી જાય છે. વાલના પત્તા ની જેમ તેના ત્રણ પત્તા સાથે હોય છે. વેળા પ્રભુરા રંગના ફૂલ આવે છે. પછી તેમાંથી ગુચ્છાદાર સીંગો થાય છે. પછી દરેક ગુચ્છામાં ૫-૧૦ સીંગો લાગે છે.

કૌંચા ની સીંગો પર નાની નાની રૂવાટી હોય છે. જે શરીર ના ખુલ્લા ભાગ પર લાગવાથી ઘણી ખંજવાળ આવે છે. આ ખંજવાળ ને શાંત કરવા માટે છાણ લગાવવું પડે છે. પેટના કરમિયા/કૃમીઓ માટે ઘણો જ સચોટ ઉપયોગ છે કવચ નો. તેની સિંગ પરના કાંટા અને રુંવાટી છોલી દૂધ,ગોળ અથવા દહીંમાં ભેળવીને ખાવાથી પેટના કૃમીઓ નાશ પામે છે. આ સિવાય ધાતુ પુષ્ટિ માટે તેના બીજ દૂધમાં બાફી શુધ્ધ કરીને વપરાય છે. તેનો કૌચાપાક પણ બનાવવામાં આવે છે. તે શક્તિવર્ધક અને વીર્યવર્ધક તરીકે ઘણો જ લાભદાયી છે.

તો ચાલો આવી એક અલગ જ ઔષધી જે ઘણા બધા રોગોમાં ઉપયોગમાં આવે છે એના ઘરગથ્થું ઉપચારો વિષે માહિતી મેળવીએ,kaunch churna benefits in gujarati.

કૌચા નો ઉપયોગ ઘરેલું ઉપચારમા કરવાની રીત| કવચ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | kaunch no upyog karvani rit

કૌચા ના પાન નો ઉપયોગ ઘરેલું ઉપચારમા જર્વાની રીત | કવચ ના પાન નો ઉપયોગ | kaunch na pan no upyog gharelu upcharma

માથું દુખતું હોય અથવા કાયમ માથાનો દુખાવો રહેતો હોય ત્યારે કવચના પાંદડાને પીસીને માથામાં લેપ કરવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.

૧ ગ્રામ કવચના બીજનું ચૂર્ણ નું સેવન નિયમિત પાણી કે દૂધ સાથે કરવાથી સ્નાયુ ના રોગમાં ફાયદો થાય છે.

સ્વાશની બીમારીમાં કવચ લાભદાયી છે. ૧-૨ ગ્રામ કવચના બીજ ના ચૂર્ણને મધ અથવા ઘી સાથે મિલાવીને ચાટવાથી રાહત થાય છે.

કૌચા ના પાંદડાનો બનાવેલો ઉકાળો પીવાથી કબજીયાત માં ખુબ જ ફાયદો થાય છે. કાઢા ની માત્ર ૧૦-૨૦ મિલી રાખવી.

કવચ- કૌચા ના પાંદડાને પીસીને ઘાવ પર લગાવવાથી ઘાવ જલ્દી રુઝાઈ જાય છે.

કૌચા બીજ નો ઉપયોગ | કવચ ના બીજ નો ઉપયોગ | kaunch na bij no upyog karvani rit

ડાયાબીટીશ માં પણ કવચ નો ઉપયોગ કરવામાં આવે છે. કવચના બીજ ને છાયા માં સુકવીને તેને પીસી લો. હવે તેમાંથી નિયમિત ૫ ગ્રામ ચૂર્ણ દૂધ સાથે લેવાથી ડાયાબીટીશ મટી જાય છે.

૧-૨ ગ્રામ કવચના બીજના ચૂર્ણને પાણી સાથે સેવન કરવાથી મુત્રરોગોમાં ફાયદો થાય છે.

૧-૨ ગ્રામ કવચના બીજ ને ખાવાથી લ્યુકોરીયામાં લાભ થાય છે.

પેટના ગેસ, સાંધાના દુખાવામાં કોલેસ્ટ્રોલ અને ડાયાબીટીશમાં કૌચાના બીજનું ચૂર્ણનું સેવન ખુબ જ ફાયદો કરે છે.

કવચના બીજ ના ચૂર્ણનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

કૌચા ના બીજડા ત્રિદોષ નાશક છે. જેમાં વાત્ત-પિત્ત અને કફ નો નાશ કરવાનો ગુણ છે. વત્ત-પિત્ત ને સંતુલિત કરે છે. આ જડીબુટ્ટી શરીરને ઉર્જા પ્રદાન કરે છે. માસપેશી અને શરીર નું વજન વધારે છે.

કવચના બીજ આપણા પાચન તંત્ર ને મજબૂત બનાવે છે અને બલ્ડ શુગર ને લેવલમાં રાખે છે.

અડદની દાળ, કવચના બીજ, એરંડિયાના મુળિયાનો ઉકાળો બનાવીને તેમાં હિંગ તથા સિંધા નમક નાખીને પીવાથી લકવા માં ખુબ જ ફાયદો થાય છે. ઉકાળાની માત્ર ૧૦-૩૦ મિલી જેટલી જ રાખવી.

એક મહિના સુધી નિયમિત કવચના બીજ ના રસનું સેવન કરવાથી પણ લકવા માં ફાયદો થાય છે.

કવચના બીજની ખીર બનાવીને સેવન કરવાથી માસિકધર્મ સબંધિત બધી સમસ્યામાં ફાયદો મળે છે.

કૌચા ના મુળિયા નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | kaunch na mudiya no upyog karvani rit

પેચીશના રોગમાં ૫-૧૦ ગ્રામ કૌચા ના મુળિયા ને પીસીને તેને ભાતના ઓસામણમાં નાખીને પીવાથી લાભ થાય છે.

કૌચાના મુળિયા માંથી બનેલા ક્ષીરને પકાવી લો, તેને ૨૦-૪૦ મિલી માત્રામાં પીવાથી વાત્ત ને કરને થયેલા ઝાડા માં મટી જાય છે.

જલોધેર રોગમાં કૌચા ના  મુળિયા ને પીસીને લેપ બનાવીને પેટ પર લગાવવાથી ફાયદો થાય છે.

પેશાબ સબંધિત સમસ્યામાં અને કીડની વિકારોમાં કૌચાની જડ નો ઉકાળો બનાવીને પીવાથી ખુબ જ ઝડપ થી રાહત મળે છે. ઉકાળાની માત્રા ૧૦-૨૦મિલિ રાખવી.

કૌચા ના પ્રયોગ ની માત્રા :-

કૌચા ના બીજ નું ચૂર્ણ :- ૩-૬ ગ્રામ

તેની વેલવેટ નું ચૂર્ણ :- ૧૨૫ ગ્રામ

કૌચા ના મુળિયા નો ઉકાળો :- ૨૦-૫૦ મિલી

કૌચા ના બીજ નો ચૂર્ણ બનાવવાની રીત :-

પાણી (જેટલું દૂધ તેટલું જ)

કૌચા ના બીજ

દૂધ (જેટલા બીજ હોય તેના થી બમણી માત્રામાં)

સૌપ્રથમ દૂધમાં પાણી અને કૌચા ના બીજ નાખીને ઉકળવા મૂકી દો. ત્યાં સુધી ઉકાળો કે જ્યાં સુધી બીજ ના છિલકા આપમેળે જ ઉતરવા ના મંડે. છાલાપ્મેડે નીકળવા લાગે એટલે ગેસ બંધ કરીને બીજને દૂધમાંથી કાઢી લો અને છાયામાં સુકાવા મૂકી દો. છિલકા ઉતર્યા પછી કવચ ના બીજ સફેદ દેખાશે. અમુક દિવસો સુધી આ બીજને સુકાવા દો.(પીસવા જેવા ના થાય ત્યાં સુધી) સુકાઈ ગયા બાદ તેને એકદમ બારીક પીસી લો. તૈયાર છે કવચના બીજ નું ચૂર્ણ.

કૌચા ના નુકસાન | kaunch na nukshan  :-

કવચના બીજમાં એન્ટી ડાયાબિટીક ગુણ હોય છે. માટે જો તમે ડાયાબીટીશ ની કોઈપણ દવા લઇ રહ્યા છો તો ઓછી માત્રામાં તેનું સેવન કરવું અથવા ચિકિત્સકની સલાહ અનુસાર લેવું.

ગર્ભવતી સ્ત્રીઓએ તેનું સેવન કરવું નહિ.

બાળકોને તેના સેવન થી બચાવવું.

કવચના બીજમાં એલ-ડોપા નામનું એમીનો એસીડ હૂબ જ હોય છે. માટે ધ્યાન રાખવું કે તેનું સેવન વધારે ના થઇ જાય નહિતર ઝાડા, મતલી, માથાનો દુખાવો વગેરે સમસ્યાઓ થઇ શકે છે.

કૌચા ને સંબંધિત વાચકોને મુંઝવતા પ્રશ્નો :-


કવચ ને અંગ્રેજીમાં શું કહેવાય?

કવચને અંગ્રેજીમાં વેલવેટ બીન્સ(velvet beans) કહેવાય છે.

શું કવચ ના બીજ નો ઉપયોગ ત્વચા પર કરી શકાય છે?

ના, કવચ ના બીજ નો ડાયરેક્ટ ઉપયોગ ત્વચા પર કરાય નહિ. તેનાથી ખંજવાળ ની સમસ્યાઓ થઇ શકે છે.

કૌચા ના બીજ નો ઉપયોગ ઘાવ જખમ ભરવા થઇ શકે છે?

હા, કૌચા ના બીજનો ઉપયોગ જખમ ને ઠીક કરવા માટે થઇ શકે છે.

દૂધ સાથે કવચના ચૂર્ણનું સેવન કરી શકાય?

હા, દૂધ સાથે કવચ ના બીજ ના ચૂર્ણ નું સેવન કરી શકાય છે.

કૌચા ના બીજ ની તાસીર કેવી હોય છે?

કવચ ના બીજ ની તાસીર ગરમ હોય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

મહેંદી ના ફાયદા | મહેંદી નો ઉપયોગ | mehndi na fayda | mehndi no upyog upcharma karvani rit

શતાવરી ના ફાયદા | શતાવરી નો ઉપયોગ | શતાવરી ચૂર્ણ ના ફાયદા | shatavari na faida in gujarati | shatavari no upyog

કરંજ ના ફાયદા | કરંજ નો ઉપયોગ | કરંજ તેલ ના ફાયદા | karanj na fayda

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement