રસાયણ ચૂર્ણ ના ફાયદા | રસાયણ ચૂર્ણ નો ઉપયોગ | rasayan churna na fayda

રસાયણ ચૂર્ણ ના ફાયદા - રસાયણ ચૂર્ણ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા - રસાયણ ચૂર્ણ લેવાની રીત - રસાયણ ચૂર્ણ વિશે માહિતી - રસાયણ ચૂર્ણ ની ઔષધી - rasayan churna benefits in gujarati - rasayan churna ingredients in gujarati - rasayan churna na fayda
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર માહિતી લાવ્યા છીએ રસાયણ ચૂર્ણ વિશે જેમાં જાણીશું રસાયણ ચૂર્ણ ના ફાયદા , રસાયણ ચૂર્ણ લેવાની રીત, રસાયણ ચૂર્ણ નો ઉપયોગ કરવાની રીત, રસાયણ ચૂર્ણ ની ઔષધી કઈ કઈ છે,rasayan churna na fayda, rasayan churna benefits in gujarati, rasayan churna ingredients in gujarati.

Rasayan churna ingredients in gujarati | રસાયણ ચૂર્ણ ની ઔષધી

રસાયણ ચૂર્ણ ની અંદર સુકા આંબળા, સુકું ગોખરું , સુકી ગળો વેલ અને  સાકર નો ઉપયોગ કરવામાં આવે છે.

રસાયણ ચૂર્ણ નો ઉપયોગ વાત્ત પિત ના રોગીઓ માટે  :-

rasayan churn – રસાયણ ચૂર્ણ વાત્ત અને પિત્ત ના રોગીઓ માટે ખુબ જ લાભકારી ચૂર્ણ છે તેનાસેવન માત્રથી પિત્ત ની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છે. વાત-પિત્ત માટે તો રસાયણ ચૂર્ણ રામબાણ ઔષધી છે. માટે પિત્ત ની સમસ્યા થી પરેશાન વ્યક્તિએ રસાયણ ચૂર્ણ નું સેવન અવશ્ય કરવું જોઈએ.

Advertisement

રસાયણ ચૂર્ણ નો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિ વધારવા  :-

આમ તો આયુર્વેદ ની દરેક ઔષધી આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. તેમાંથી એક છે રસાયણ ચૂર્ણ. રસાયણ ચૂર્ણ નું સેવન કરવાથી આપણા શરીર માં એક પ્રકાર કફ ઉત્તપન્ન થાય છે. એ કફ કુદરતી કફ હોય છે. આ કુદરતી રીતે બનતો કફ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.

ચામડી ના રોગો માં અસરકારક :-

ચામડીના રોગો જેવા કે ફોડલા, ફૂન્સી, એલર્જી વગેરે જેવી સમસ્યામાં રસાયણ ચૂર્ણ નું સેવન કરવામાં આવે તો ખુબ જ ફાયદો થાય છે અને તેમાંથી છુટકારો મેળવી શકાય છે. સ્કીન ની એલર્જી ની પરેશાની છે તો રસાયણ ચૂર્ણ ના નિયમિત સેવન થી તેમાંથી છુટકારો મેળવી શકો છો.

રસાયણ ચૂર્ણ નો ઉપયોગ વાળ માટે :-

આજકાલ વાળ ને લગતી સમસ્યાઓ દરેક વ્યક્તિ ને સતાવતી હોય છે. વાળ ખરવા, બે મોઢા વાળા વાળ થઇ જવા, અકાળે વાળ સફેદ થઈ જવા, આવી વાળ ને લગતી અનેક સમસ્યાઓથી જો છુટકારો મેળવવો છે તો રસાયણ ચૂર્ણ નું સેવન અવશ્ય કરવું જોઈએ કારણ કે આ બધી સમસ્યાઓ વાત્ત અને પિત્ત ના અસંતુલન ને કારણે થતી હોય છે અને રસાયણ ચૂર્ણ વાત્ત-પિત્ત નું શમન કરવ માટે જાણીતું છે.

રસાયણ ચૂર્ણ સપ્ત ધાતુ વર્ધક છે :-

રસાયણ ચૂર્ણ શરીર ની સાત ધાતુઓ અર્થાત રસ, રક્ત, માંસ, મેળ, અસ્થી, મજ્જા, શુક્ર, seven systems of body ને કન્ટ્રોલ કરે છે. અને આ સાત ધાતુઓનું પોષણ કરીને શરીરને મજબુત બનાવે છે.

એન્ટી ઓક્સીડેન્ટ નું કાર્ય કરે છે રસાયણ ચૂર્ણ:-

રસાયણ ચૂર્ણ એક બેસ્ટ એન્ટી ઓક્સીડેન્ટ ઔષધી છે. આવું એટલા માટે કે તેના સેવન થી હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા, કીડની ની બીમ્રી, પ્રોસ્ટેટ ની સમસ્યા અને પથરીની બીમારી સામે ખુબ જ રક્ષણ પૂરું પડે છે. રસાયણ ચૂર્ણ ના સેવનથી આ બધી તકલીફોમાંથી છુટકારો મેળવી શકાય છે.

rasayan churn – રસાયણ ચૂર્ણ ના સેવન થી શરીર પેડ થતા બિનજરૂરી તત્વો કે પદાર્થો નો નાશ કરે છે અને તેને પેશાબ વાટે બહાર કાઢી નાખે છે.

રસાયણ ચૂર્ણ નો ઉપયોગ પેશાબ સબંધિત સમસ્યામાં :-

રસાયણ ચૂર્ણ ના સેવનથી પેશાબ સબંધિત દરેક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. લાંબા સમય સુધી રસાયણ ચૂર્ણ નું સેવન કરવાથી મૂત્ર માર્ગના તમામ રોગો મટી જાય છે. તેના સેવન થી શરીર માં જે ધાતુ બનતી હોય છે ઘટ્ટ થાય છે અને વૃધ્ધા અવસ્થા ને લીધે જે કમજોરી આવી જતી હોય છે તે આવતી નથી.

આંખો માટે રસાયણ ચૂર્ણ ના ફાયદા | rasayan churna na fayda aankho mate :-

આંખો ને લગતી સમસ્યાઓ માં રસાયણ ચૂર્ણનો ઉપયોગ ખુબ જ લાભકારી નીવડે છે. ઘણા બાળકોને નાની ઉમર માં જ ચશ્માં ના નંબર આવી જતા હોય છે , રસાયણ ચૂર્ણના સેવનથી તેમાં લાભ થાય છે. રસાયણ ચૂર્ણનું સેવન દરેક ઉમર ની વ્યક્તિ કરી શકે છે બસ તેનું સેવન નું પ્રમાણ વધારે ઓછું હોય છે. રસાયણ ચૂર્ણ નાસેવનથી આંખો ના નુંમ્બ્ર પણ ઓછા થઇ જાય છે.

રસાયણ ચૂર્ણ ના ફાયદા તે શરીરના સોજા દૂર કરે છે | rasayan churna na fayda soja mate :-

ઘણી વખત એવું થતું હોય છે કે પેશાબ છૂટ થી નાં આવતો હોય, અથવા તો વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય, પેશાબ માં બળતરા થતી હોય છે આ બધી પેશાબ ને લગતી સમસ્યાઓને લીધે ઘણી વાર શરીરમાં સોજા થઇ જતા હોય છે, જે આપણે રસાયણ ચૂર્ણનું સેવન કરીને મટાડી શકીએ છીએ.

રસાયણ ચૂર્ણ બનાવવાની રીત :-

સુકા આંબળા ૫૦ ગ્રામ

સુકું ગોખરું ૫૦ ગ્રામ

સુકી ગળો વેલ ૫૦ ગ્રામ

સાકર ૧૫૦ ગ્રામ

સુકા આંબળા, ગોખરું અને ગળો વેલ આ ત્રણેય ને એકદમ બરાબર સુકવી, સાફ કરીને બારીક પીસી લો. બારીક પીસીને તેને એક-બે વાર ચાળી લેવું. ધ્યાન રહે કે ગોખરુ કે બીજી વસ્તુના ડાળી કે કાટા રહી ના જાય. ચાળી લીધા બાદ તેમાં પીસેલી શાકર અથવા પીસેલી ખાંડ મિલાવીને એકદમ સારી રીતે મિક્સ કરી લો. અથવા એક વાર મિક્ષ્ચરમાં નાખીને પીસી લો તૈયાર છે રસાયણ ચૂર્ણ.

નોંધ :- રસાયણ ચૂર્ણમાં આંબળા, ગોખરું અને ગળા વેલ ની માત્રા ને બરાબર એટલેકે તેને પિસ્યા બાદ જે માત્રા રહે છે તેટલા પ્રમાણમાં ખાંડ કે શાકર નાખવી. જેમકે ૫૦+૫૦+૫૦=૧૫૦

રસાયણ ચૂર્ણ લેવાની રીત | રસાયણ ચૂર્ણ ના સેવન ની માત્રા :-

એક વયસ્ક વ્યક્તિ માટે ૧ થી ૧.૫ ગ્રામ જેટલું લેવું. વધારેમાં વધારે તમે ૩ ગ્રામ જેટલું સેવન કરી શકો છો. ૩ ગ્રામ થી વધારે સેવન ક્યારેય પણ કરવું નહિ.

પાણી, મધ અને ઘી સાથે સેવન કરી શકાય છે.

ગોખરું, ગળો અને આંબળા ના મિશ્રણ થી બનેલું આ રસાયણ ચૂર્ણ અનેક રીતે ઉપયોગી છે. અનેક બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

આમળા એ વિટામીન-સી નો એક અદભૂત સ્ત્રોત છે. અને વિટામીન-સી એ આપણી ઈમ્યુન સીસ્ટમ ને મજબુત બનાવે છે.

ગોખરું નું સેવન કરવાથી અનેક ફાયદાઓ થાય છે. ગોખરું શરીરની અનેક બીમારીઓ દુર કરવામાટે જાણીતું છે.

ગળો કે જેમાં ભરપુર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ તત્વો હોય છે. જે આપણા શરીરની કોશિકાઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને આપણને અનેક બીમારીઓથી દૂર રાખે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

કૌચા નો ઉપયોગ | કૌચા બીજ નો ઉપયોગ | kaunch na fayda | kauncha no upyog | kaunch churn benefits in gujarati

મહેંદી ના ફાયદા | મહેંદી નો ઉપયોગ | mehndi na fayda | mehndi no upyog upcharma karvani rit

અરીઠા ના ફાયદા | અરીઠા નો ઉપયોગ | aritha na fayda | aritha no upyog gharelu upcharma

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement