મહેંદી ના ફાયદા | મહેંદી નો ઉપયોગ | mehndi na fayda | mehndi no upyog

મહેંદી ના ફાયદા - મહેંદી નો ઉપયોગ - mehndi na fayda - mehndi no upyog
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે માહિતી લાવ્યા છીએ મહેંદી વિશે જેમાં મહેંદી ના ફાયદા અને મહેંદી નો ઉપયોગ ઘરેલું ઉપચારમા કરવાની રીત લાવ્યા છીએ તો ચાલો જાણીએ મહેંદી વિશે માહિતી mehndi na fayda , mehndi no upyog

મહેંદી | mehndi

હાથમાં લગાવવાની મહેંદી ના તો આપને બધા જ શોકીન હોઈએ જ છીએ. પણ શું તમને એ ખ્યાલ છે કે એ જ મહેંદીના પાંદ ના સેહત ને લગતા ફાયદા પણ અનેક છે. બાગ- બગીચામાં વાડ કે પાળા ઉપર મહેંદીને ઉછેરવામાં આવે છે. જેની મોટી સંખ્યામાં ડાળી-પ્રશાખા હોય છે. ફૂલ નાના સફેદ સુગંધિત અને ગુચ્છામાં હોય છે. મહેંદીના પાંદડા વાટીને ઘાવ, બળતરા,તથા ચામડીના રોગો પર વાપરવામાં આવે છે. માથાનો દુખાવો અને પગના તળિયામાં થતી બળતરા વગેરેમાં પાન વાટીને લગાવવામાં આવે છે. તેની છાલ કમળો, બરોળ વધવી, ઘાવ, મચક, મરોડ, દાઝવાના જખમ વગેરે વપરાય છે.

મહેંદી માંથી મળતા પોષકતત્વો :-

મહેંદીના પાંદડામાં ટેનિન તથા વસોન નામના મુખ્ય તત્વો હોય છે સાથે સાથે ગેલિક એસીડ, ગ્લુકોઝ, મેનીટોલ મળે રહે છે. તેના પાંદડામાંથી તેલ પણ બનાવવામાં આવે છે.

Advertisement

મહેંદી ના ગુણધર્મો :-

mehndi – મહેંદી કફ નાશક છે. દાહ મટાડે છે. કમળાના રોગમાં લાભદાયી છે, રક્તવિકાર માં ફાયદેમંદ છે, તેના પાંદડાનો લેપ વાળ માટે એક ઉત્તમ ઔષધી છે.

મહેંદી ના ઔષધીય ઉપયોગો :-

કોઢમાં મહેંદી નો ઉપયોગ | mehndi no upyog kodhma :-

સફેદ ડાઘ, કોઢમાં મહેંદી ના પાંદડાનો ઉપયોગ લાભકારી નીવડે છે. મહેંદીના ફૂલ અને તેના પાંદડાને પીસીને તેમાંથી રસ કાઢીને તે રસ દિવસમાં બે વાર અડધી અડધી ચમચી ઉપયોગ કરવાથી લાભ થાય છે.

૧૦૦ ગ્રામ મહેંદીની છાલને ૧૮૦ ગ્રામ પાણીમાં ઉકાળવા મુકો. જયારે ૧/૪ ભાગ પાણી બાકી રહે ત્યારે ઠંડુ કરીને આ ઉકાળો સવાર-સાંજ સેવન કરવાથી સફેદ ડાઘ ઓછા થાય છે.

લગભગ ૭૦ ગ્રામ મહેંદીના પાંદડાને આખીરાત પાણીમાં પલાળી રાખીને સવારે તેને ગાળીને પીવાથી દરેક પ્રકારના ચામડીના વિકારોમાંથી છુટકારો મેળવી શકાય છે.

સુજાક રોગમાં મહેંદી :-

૫૦ ગ્રામ મહેંદીના પાંદડાને ૫૦૦ ગ્રામ પાણીમાં આખીરાત પલાળી રાખીને સવારે તે પાંદડાને મસળીને ઉકાળો તૈયાર કરી લો. તૈયાર કરેલો ઉકાળો ગાળી તેમાંથી ૨૫ થી ૩૦ ગ્રામની માત્રામાં દિવસમાં ૩-૪ વાર પીવાથી સુજાક રોગ માં અવશ્ય રાહત થાય છે.

પથરીમાં મહેંદીના પાંદડાનો ઉપયોગ | mehndi na pand no upyog pathri ma:-

૧૦ ગ્રામ મહેંદી ની છાલને ઉકાળીને પછી માટીના વાસણ માં ભરી લો, સવારે એ પાણી ને ગાળીને પીવાથી કીડની ની પથરી પીગળીને નીકળી જાય છે. નિયમિત આ પર્યોગ કરવો.

મહેંદીના પાંદડા અને તેનું લાકડું બન્ને ૩૫-૩૫ ગ્રામ લઈને એક ગ્લાસ પાણીમાં પલાળી લો, સવારે નરણે કોઠે આ પાણી પીવું, આ પાણી પિતા પહેલા જવ નું ક્ષાર પીવાનું પછી એ પાણી. અમુક દિવસો સુધી નિયમિત આ પ્રયોગ કરવાથી અવશ્ય રાહત મળે છે.

ચર્મરોગમાં મહેંદી ના ફાયદા | mehndi na fayda charm rogma :-

૧૦૦ ગ્રામ મહેંદીની છાલને ૨૦૦ ગ્રામ પાણીમાં પલાળી,ઉકાળીને અડધું પાણી બાકી રહે ત્યારે ગાળી લેવું, આ ઉકાળો નિયમિત દરરોજ સવાર-સાંજ પીવાથી ચર્મરોગમાં ફાયદો થાય છે.

માથાના દુખાવામાં/રોગમાં મહેંદીનો ઉપયોગ | mehndi no upyog mathana dukhavama :-

૨૦ ગ્રામ મહેંદીના પાંદડાને ૫૦ ગ્રામ તેલ(કોઈપણ હેર ઓઈલ)માં ઉકાળીને તે તેલ માથામાં નાખવાથી પિત્ત અને ગરમીના કારણે દુખતા માથાના દુખાવામાં ત્વરિત રાહત મળે છે.

૧૦ ગ્રામ મહેંદીના ફૂલમાં ૧૫૦ ગ્રામ પાણી નાખીને ઉકાળો તૈયાર કરી લો. આ ઉકાળો પીવાથી પણ માથાના દુખાવામાં ખુબ જ રાહત મળે છે.

માથાના તાળવાના દુખાવામાં પણ મહેંદીના પાંદડાનો ઉપયોગ કરી શકાય છે. મહેંદીના ૫-૧૦ ફૂલ લઈને તેને પાણી નાખીને પીસીને લેપ બનાવીને તે લેપને લગાવવાથી પણ રાહત મળે છે.

માથામાં થતી બળતરામાં ૪ ગ્રામ મહેંદીના ફૂલ, ૩ ગ્રામ કતીરા આ બન્ને ને રાત્રે પાણીમાં પલાળી લો. સવારે નરણે કોઠે તેમાં સાકર નાખીને પીવાથી એક અઠવાડિયા સુધી સેવન કરવાથી માથામાં થતી બળતરા શાંત થઇ જાય છે.

માથાના રોગોમાં મહેંદીના ૩ ગ્રામ બીજને મધ સાથે ચાટવાથી ફાયદો થાય છે.

મહેંદીના ઉલ નો બનાવેલો ઉકાળો પીવાથી લાભ થાય છે.

મોઢામાં છાલા/ચાંદા માં મહેંદીનો ઉપયોગ | mehndi no upyog chala ni samsya ma :-

૧૦ગ્રામ મહેંદીના પાંદડાને ૨૫૦ ગ્રામ પાણીમાં થોડીક વાર પલાળી લો પછી એ જ પાણી ના કોગળા કરવાથી મોઢામાં પડેલા ચાંદા માં તરત જ રાહત મળી જાય છે.

અનિદ્રામાં મહેંદી નો ઉપયોગ | mehndi no upyog anindra ni smasya ma :-

મહેંદીના સુકેલા ફૂલને તકિયા નીચે રાખીને સુવાથી અથવા માથા નીચે રાખવાથી તે ફૂલની સુગંધના પ્રભાવ થી સારી ઊંઘ આવી જાય છે.

શારીરિક સૌન્દર્ય નિખારવા મહેંદીનો ઉપયોગ:-

કોઈપણ સૌન્દર્ય પ્રસાધન માં હરડેનું ચૂર્ણ, લીમડાના પાન, આંબાની છાલ, દાડમના ફૂલ અને મહેદી આ બધું પીસીને એકદમ ગાળીને ઉબટન તૈયાર કરી લો આ ઉબટન લગાવવાથી શારીરિક સૌદર્ય નિખરે છે અને ચામડીના વિકારો પણ દૂર થાય છે.

નસકોરી ફૂટવી/નાકમાંથી લોહી નીકળવું સમસ્યા મા મહેંદી ના ફાયદા | mehndi na fayda naskori fute tyre :-

મહેંદી ના લીલા પાંદ, જવ નો લોટ, લીલા ધાણા/કોથમીર અને મુલતાની માટી આ બધુ મિક્સ કરી પીસીને લેપ બનાવીને કપાળ પર લગાવાવથી ઠંડક પ્રાપ્ત થાય છે અને નસકોરી ફૂટતી બંધ થઇ જાય છે.

મહેંદીના પાંદડાને પીસીને પગના તળીયે લગાવવાથી પણ ફાયદો થાય છે.

મહેંદી ના ફાયદા આંખો માટે | mehndi na fayda aankho mate :-

આંખોમાં થતા દુખાવામાં અને આંખ લાલ થઇ ગઈ હોય ત્યારે મહેંદી ના લીલા પાંદડાને ખરલ કરી તેનો નાનો સાબુ બનાવી લો. રાતના સુતી વખતે આ નાના એવા સાબુને આંખો પર બાંધવાથી દુખતી આંખો, અને લાલ થઇ ગયેલી આંખો મટી જાય છે.

મહેંદી ના ફાયદા કમળના રોગમાં | mehndi na fayda kamda na rogma :-

૫ ગ્રામ મહેંદીના લીલા તાજા પાન લઈને માટીના વાસણમાં રાત્રે પલાળી નાખો. સવારે પાંદડાને મસળીને પાણીમાં એકદમ મિક્સ કરીને દર્દીને તે પાણી પીવડાવવું. માત્ર એક અઠવાડિયા ના પ્રયોગ થી લાભ થઇ જાય છે.

મરોડમાં મહેંદી નો ઉપયોગ :-

૩૦ ગ્રામ મહેંદીની છાલ ને બારીક પીસી લો તેમાં ૧૦ ગ્રામ પીસેલું નૌસાદર મિલાવી ને રાખી દ્યો. સવારે તેમાં ૩ ગ્રામ જેટલા મહેંદીના પાંદડા લઈને પાણી સાથે ઉકાળીને તેનું સેવન કરવાથી મરોડમાં ત્વરિત લાભ થાય છે.

ઝાડા માં મહેંદી :-

મહેંદીના બીજને બારીક પીસીને તેમાં ગાયનું ઘી નાખીને નાની નાની ગોળીઓ બનાવી લો. આ ગોળી સવાર-સાંજ પાણી સાથે લેવાથી ઝાડામાં ફાયદો થાય છે ઝાડામાં લોહી પડતું હોય તો પણ તેમાં ફાયદો થાય છે.

પેશાબની બળતરા બંધ થાય છે:-

ક્લ્મીશોરા ૧ ગ્રામ લઇ અને તેને ૫ઓ ગ્રામ માંહેની ના પાન ના ઉકાળામાં મિલાવીને સવાર-સાંજ પીવાથી પેશાબમાં થાતી બળતરા  શાંત થઇ જાય છે.

ઘુટણ ના દુખાવામાં મહેંદી નો ઉપયોગ  :-

ઘુટણ ના દુખાવામાં રાહત મેળવવા માટે મહેંદી અને એરંડિયા ના પાંદડાને સરખા ભાગે લઈને પીસીને ગરમ કરી ઘુટણ પર લેપ ની જેમ લગાવીને બાંધી લો. ઘણો જ આરામ મળશે.

લૂ લાગવામાં મહેંદીનો ઉપયોગ :-

ગરમી ને કારણે ચક્કર આવે છે ત્યારે મહેંદીના પાંદડાના ૫-૧૦ ગ્રામ રસને ગાયના દૂધ સાથે પીવાથી રાહત મળે છે.

શીતળા રોગમાં મહેંદી :-

શીતળા માં મહેંદીના પાંદડાને પીસીને પગના તળીયે લગાવવાથી રાહત મળે છે.

તાવમાં મહેંદી ના ફાયદા | mehndi na fayda tavma :-

મહેંદીના ૧૦ ગ્રામ ફૂલને ૨૫૦ ગ્રામ પાણીમાં નાખીને ઉકાળીને કાઢો બનાવીને દર્દીને પીવડાવવાથી તાવ તરત જ ઉતરી જાય છે.

શરીરમાં થતી બળતરામા મહેંદી :-

૧૦ ગ્રામ મહેંદીના ફૂલ ને ૧૮૦ ગ્રામ પાણીમાં નાખીને ઉકાળીને તે ઉકાળો ઠંડો થઇ જાય પછી પીવાથી રાહત મળે છે.

હૃદય રોગમાં મહેંદી :-

મહેંદીના ૨૦ ફૂલ લઈને તેને ૨૦૦ ગ્રામ પામ પાણીમાં નાખીને કાઢો બનાવીને નિયમિત પીવાથી હૃદય રોગ માં ફાયદો થાય છે.

ફોડલા કે ગુમડા પર મહેંદી :-

ફોડલા કે ગુમડા થયા છે તો મહેંદીના પાંદડાના ઉકાળા દ્વારા તેને ધોવાથી અથવા સાફ કરવાથી તરત જ રાહત થતી જણાય છે.

ચેચ્ક રોગમાં ઉપયોગ :-

મહેંદીની છાલ અથવા તેના પાંદડાને પીસીને ઘાટા લેપ જેવું બનાવીને તે લેપ લગાવવાથી ચેચ્ક રોગમાં ફાયદો થાય છે.

દાઝ્યા પર મલ્હમ છે મહેંદી :-

મહેંદીના લીલા તાજા પાન ને પીસીને ઘાટો લેપ બનાવીને દાઝેલા ભાગ પર લગાવવાથી ખુબ જ રાહત થાય છે.

તેવી જ રીતે શરીર ના કોઈપણ ભાગ પર સોજા ચડી ગયા છે તો તેમાં આ લેપ લગાવવાથી ફાયદો થાય છે.

મહેંદીના અન્ય લાભો/ફાયદા :-

લોહીને સાફ કરવા માટે મહેંદી એક ઔષધી તરીકે પ્રયોગ કરી શકાય છે. એના માટે રાત્રે મહેંદીના પાંદડાને પાણીમાં પલાળી લો અને સવારે એ પાણી પી જવું.

ઘુટણ કે સાંધાના દુખાવામાં મહેંદીના પાંદડા અને એરંડિયા ના પાંદડા ને સરખા ભાગે લઈને પીસી લો. હવે આ મિશ્રણ ને થોડુક ગરમ કરીને નવશેકું જ ઘુટણ પર લેપ કરીને લગાવીને બાંધી લો. ઘુટણ ના દુખાવામાં ખુબ જ રાહત જણાશે.

શરીર કોઈપણ અંગ બળી ગયું છે તો મહેંદીના પાંદડાને પીસી લો અને લેપ બનાવી લો. આ લેપ ને બળી ગયેલા ભાગ પર લગાવી લો. થોડીક જ વાર માં બળેલા ભાગ પર ઠંડક લાગવા લાગશે.

માથાના દુખાવામાં કે માઈગ્રેન મટાડવા માટે મહેંદી એક શ્રેષ્ઠ વિકલ્પ છે.મહેંદીના પાંદડા ને પીસીને માથામાં લગાવવાથી ખુબ જ ઠંડક થાય છે અને દુખાવામાં રાહત મળે છે.

મહેંદી તાસીરમાં ઠંડી હોય છે. શરીરમાં વધી ગયેલી ગરમીને દૂર કરવા માટે મહેંદીના પાંદડા નો ઉપયોગ કરવામાં આવે છે. મહેંદીના પાંદડા ને પીસીને હાથમાં અને પગના તળિયે લગાવવાથી ખુબ જ ઠંડક મળે છે.

મહેંદીના તાજા ઉતારેલા પાંદડાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે પાણી ગાળીને પી જવું. આ પાણી પીવાથી પણ શરીર માં ઠંડક મળે છે.

મહેંદી ના નુકસાન :-

ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓએ મહેંદીનો ઉપયોગ કરવો નહિ.

જો તમને એલર્જી ની સમસ્યા છે તો મહેંદી નો ઉપયોગ સીમિત માત્રામાં કરવો.

મહેંદી ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

મહેંદીના પાન નો રસ પીવાથી શું થાય છે?

મહેંદી ના પાન નો રસ પીવાથી અનેક ફાયદાઓ થાય છે જેમકે, રાત્રે પલાળેલા પાંદ નો ઉકાળો સવારે પીવાથી માથના દુખાવા માં ત્વરિત રાહત અપાવે છે.

મહેંદી લગાવવાથી શું નુકસાન થાય છે?

મહેંદી લગાવવાથી આમ તો કોઈપણ નુકસાન નથી થતા પરંતુ જો વધારે પડતો ઉપયોગ થઇ જાય છે તો માથમાં ખંજવાળ આવી શેકે છે. એલર્જી થઇ શેકે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

શતાવરી ના ફાયદા | શતાવરી નો ઉપયોગ | શતાવરી ચૂર્ણ ના ફાયદા | shatavari na fayda | shatavari no upyog gujarati ma

અરીઠા ના ફાયદા | અરીઠા નો ઉપયોગ | aritha na fayda | aritha no upyog

કરંજ ના ફાયદા | કરંજ નો ઉપયોગ | કરંજ તેલ ના ફાયદા | karanj na fayda | karanj no upyog

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement