સિંધી કોકી બનાવવાની રીત | sindhi koki banavani rit

સિંધી કોકી - સિંધી કોકી બનાવવાની રીત - sindhi koki recipe in gujarati - sindhi koki banavani rit
Image credit – Youtube/chefharpalsingh
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે સિંધી કોકી બનાવવાની રીત – sindhi koki recipe in gujarati શીખીશું. આ એક સિંધી વાનગી છે અને પ્રકારના પરોઠા છે , do subscribe chefharpalsingh YouTube channel on YouTube If you like the recipe , જે એમજ ખાઈ શકો છો અને ચટણી , સોસ કે અથાણાં સાથે પણ ખાઈ શકો ને ચા અને દહી  પણ સર્વ કરી શકો છો તો ચાલો જાણીએ sindhi koki banavani rit માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

સિંધી કોકી બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉંનો લોટ 2 ½ કપ
  • ઝીણા સમારેલા લીલાં મરચા 3-4
  • લીલા ધાણા ઝીણા સમારેલા 3-4 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1-2
  • સૂકા અનાર દાણા 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર / ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • ઘી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

સિંધી કોકી બનાવવાની રીત | sindhi koki recipe in gujarati

સિંધી કોકી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ ચાળી ને લ્યો એમાં એક બે ચમચી ઘી , ઝીણા સમારેલા લીલાં મરચા, લીલા ધાણા ઝીણા સમારેલા, ઝીણી સુધારેલી ડુંગળી, સૂકા અનાર દાણા, જીરું, લાલ મરચાનો પાઉડર / ચીલી ફ્લેક્સ અને સ્વાદ મુજબ મીઠું  નાખી ને બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં થોડુ થોડુ પાણી નાખી મિક્સ કરી લોટ બાંધી મિડીયમ કઠણ બાંધી લ્યો અને એક બાજુ મૂકો  હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની કોકી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લો

Advertisement

હવે એક લુવો લ્યો એને હથેળી વચ્ચે થોડો દબાવી ને મોટો કરી લ્યો ત્યાર બાદ મિડીયમ તાપે લુવા ને તવી પર નાખો ને બને બાજુ થોડો થોડો શેકી લ્યો અને ત્યાર બાદ બીજી બાજુ પણ થોડો શેકી લ્યો,

ત્યાર બાદ પાટલા પર લઈ કોરા લોટ સાથે લઈ મિડીયમ જાડી વણી રોટલી વણી લ્યો

 હવે વણેલ રોટલી ને તવી પર નાખી બને બાજુ શેકો ને ત્યાર બાદ ઘી લગાવી તવિથા થી દબાવી ગોલ્ડન શેકી લ્યો આમ બધા લુવા ને પહેલા થોડા બને બાજુ શેકી લ્યો ત્યાર બાદ વણી ને ઘી લાગવી ગોલ્ડન શેકી લ્યો ને તૈયાર કરી લ્યો સિંધી કોકી.

sindhi koki banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર chefharpalsingh ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મૂળા ડુંગળી નું કચુંબર બનાવવાની રીત | Mula dungri nu kachumber banavani rit

આદુપાક બનાવવાની રીત | Aadupak banavani rit | Aadupak recipe in gujarati

શેકી રીંગણનો ઓળો બનાવવાની રીત | Sheki ringan no olo banavni rit

લસણ ડુંગળી વગર ની પાવભાજી બનાવવાની રીત | dungri lasan vagar ni pav bhaji banavani rit

આલુ સેન્ડવીચ બનાવવાની રીત | બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત | aloo sandwich banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement