શેકી રીંગણનો ઓળો બનાવવાની રીત | Sheki ringan no olo banavni rit

શેકી રીંગણનો ઓળો બનાવવાની રીત - Sheki ringan no olo banavni rit
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે શેકી રીંગણનો ઓળો બનાવવાની રીત – Sheki ringan no olo banavni rit શીખીશું .જે તમે રીંગણ ને શેકી ને તૈયાર કરો અને ખીચડી સાથે કે રોટલા સાથે પણ ખાઈ શકો છે. do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube  If you like the recipe  આ ઓળા ને તમે બિહાર ની ફેમસ વાનગી લીટી ચોખા સાથે પણ તૈયાર કરી ખાઈ શકો છો જે રીંગણ ના ઓળા જેવો જ લાગે છે પણ અહી આપને એને વઘાર્શું નહિ ને માત્ર શેકી ને તૈયાર કરીશું તો ચાલો જાણીએ શેકેલ રીંગણનો ઓળો બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

શેકી રીંગણનો ઓળો બનાવવા જરૂરી સામગ્રી

  • મોટા રીંગણ 1-2
  • લસણ ની કણી 5-6
  • ટમેટા 2
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સમારેલા લીલાં મરચાં 1-2
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • સરસયું તેલ 1-2 ચમચી / સીંગ તેલ / તલ નું તેલ

શેકી રીંગણનો ઓળો બનાવવાની રીત

શેકેલ રીંગણનો ઓળો બનાવવા માટે સૌ પ્રથમ રીંગણ ને ધોઇ ને સાફ કરી કપડા થી કોરા કરી લ્યો ત્યાર બાદ થોડા થોડા અંતરે ચાકુ થી કાપા પાડી લેવા હવે બધા જ કાપા માં એક એક લસણ ની ફોલેલી કણી મૂકતા જાઓ અને ત્યાર બાદ તેલ લગાવી ગેસ પર અથવા તો શગડી પર શેકો અને સાથે ટમેટા ને તેલ લગાવી ને શેકવા મુકવા

રીંગણ ને થોડી થોડી વારે ફરવા રહેવું જેથી કરી ને બધી બાજુ બરોબર શેકાઈ અને રીંગણ સાથે ટમેટા ને પણ થોડી થોડી વારે ફેરવતા રહેવું રીંગણ અને ટમેટા બરોબર શેકાઈ જાય ત્યાર બાદ ગેસ પર થી ઉતરી લ્યો અને એની બરી ગયેલી છાલ ને કાઢી નાખો છાલ કાઢતી વખતે ધ્યાન રાખું હાથ ના બરી જાય

Advertisement

છાલ બરોબર કાઢી નાખ્યાં બાદ ચાકુ થી એના ઝીણા ઝીણા કટકા કરી એક વાસણમાં નાખો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલ, સ્વાદ મુજબ મીઠુ અને સરસિયું તેલ ( અહી તમને સરસ્યું તેલ ના ભાવે તો તલ નું કે સીંગ નું તેલ પણ નાખી શકો છો) નાખી મિક્સ કરી લ્યો ને ખીચડી કે રોટલી રોટલા સાથે સર્વ કરો શેકેલ રીંગણનો ઓળો.

Sheki ringan no olo banavni rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement