સરગવાના પાન ની દાળ બનાવવાની રીત | Sargva na pan ni daal banavani rit

સરગવાના પાન ની દાળ બનાવવાની રીત - Sargva na pan ni daal banavani rit
Image credit – Youtube/Nirav Recipes
Advertisement

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે સરગવાના પાન ની દાળ બનાવવાની રીત – Sargva na pan ni daal banavani rit શીખીશું, do subscribe Nirav Recipes YouTube channel on YouTube If you like the recipe , ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. સરગવાના પાન હોય કે સરગવાની શીંગ બને આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. સરગવાનાં પાન અનેક ગુણો થી ભરેલા છે. આ દાળ ને રોટલી કે ભાત સાથે ખાઈ શકાય છે. તો ચાલો આજે આપણે સરગવાના ગુણો થી ભરેલા પાન ની ટેસ્ટી દાળ બનાવતા શીખીએ.

સરગવાના પાન ની દાળ બનાવવા જરૂરી સામગ્રી

  • તુવેર દાળ ૧/૨ કપ
  • પાણી ૨ કપ
  • હળદર ૧/૨ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ ૧ ચમચી
  • વઘાર કરવા માટે ની સામગ્રી
  • તેલ ૨ ચમચી
  • રાઈ ૧/૨ ચમચી
  • જીરું ૧/૨ ચમચી
  • હિંગ ૧ ચુટકી
  • સુખા લાલ મરચાં ૧
  • ઝીણી સુધારેલી ડુંગળી ૧
  • આદુ ની પેસ્ટ ૧ ચમચી
  • લીલાં મરચાં ૨
  • ઝીણા સુધારેલા ટામેટા ૧
  • સરગવાના પાન ૧ કપ
  • લાલ મરચું પાવડર ૧/૨ ચમચી
  • આમલી નું પાણી ૧ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • પાણી ૧/૪ કપ

સરગવાના પાન ની દાળ બનાવવાની રીત

સરગવાના પાન ની દાળ બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં બે કપ જેટલું પાણી નાખો. હવે તેમાં તુવેર દાળ ને બે થી ત્રણ પાણી થી સરસ થી ધોઈ ને તેમાં નાખો. હવ તેમાં હળદર,સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલું તેલ નાખો. હવે કુકર બંધ કરી દયો. ત્યાર બાદ ચાર થી પાંચ સીટી વાગવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

વઘાર કરવા માટે ની રીત

Advertisement

વઘાર કરવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાંખો. હવે તેમાં હિંગ અને સુખુ લાલ મરચું નખો. હવે સરસ થી મિક્સ કરી લ્યો.

હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો અને તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં આદુ ની પેસ્ટ અને લીલા મરચાં ને ચીરી ને નાખો. હવે ફરી થી તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.

  તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ઢાંકી ને તેને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દયો.

હવે બે થી ત્રણ મિનિટ પછી ટામેટા સરસ થી ચડી ગયા હસે. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સરગવાના પાન ને સરસ થી ધોઈ ને તેમાં નાખો. અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને બે થી ત્રણ મિનિટ ચડવા દયો.

ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર, આમલી નું પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બાફી ને રાખેલી દાળ ને તેમાં નાખો. હવે ફરી થી દાળને  સરસ થી હલાવી લ્યો.

હવે તેમાં થોડું પાણી નાખી સરસ થી હલાવી લ્યો. અને દાળ ને બે થી ત્રણ મિનિટ સુધી સરસ થી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી સરગવાના પાન ની દાળ. હવે તેને રોટલી કે ભાત સાથે સર્વ કરો. અને ગરમા ગરમ સરગવાના પાન ની દાળ ખાવા નો આનંદ માણો.

Sargva na pan ni daal recipe notes

દાળ માં આમલી ના પાણી ની જગ્યા એ તમે લીંબુ નો રસ નાખી શકો છો.

Sargva na pan ni daal banavani rit | Recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirav Recipes ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જૈન પંજાબી છોલે બનાવવાની રીત | Jain Panjabi chole banavani rit | Jain Panjabi chole recipe in gujarati

ભરેલા શાક નો મસાલો બનાવવાની રીત | Bharela shaak no masalo banavani rit

ઈડલી ઢોંસા સાથે સર્વ થતો મિલગપોડી પાઉડર | Gun powder recipe in gujarati

ચીઝ ખાખરા ચાર્ટ બનાવવાની રીત | cheese khakhra chaat banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement