સોપારી ખાવાના ફાયદા અને નુકશાન | સોપારી ના ઘરેલું ઉપચાર | Sopari na fayda

સોપારી ખાવાના ફાયદા - સોપારી ના ફાયદા - સોપારી ના નુકશાન - સોપારી ના ઘરેલું ઉપચાર - sopari na fayda - BETEL NUT benefits in Gujarati
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે સોપારી વિશે માહિતી આપીશું જેની અંદર સોપારી ખાવાના ફાયદા – સોપારી ના ફાયદા, સોપારી ના નુકશાન, સોપારી ના ઘરેલું ઉપચાર, sopari na fayda, BETEL NUT benefits in Gujarati.

સોપારી | Sopari | BETEL NUT

ધાર્મિક, અને માંગલિક કાર્યોમાં તથા મુખવાસ તરીકે વપરાતી સોપારી ખુબ જ પ્રસિદ્ધ છે. ખાસ કરીને જમ્યા પછી મુખશુદ્ધિ માટે ખુબ જ ખવાય છે.

સોપારીના ઝાડ તાડ અને નારીયેળી ના ઝાડ ની જેમ જ ડાળીઓ વગર ના અને પચાસ થી સાઈઠ ફૂટ ઉચા થાય છે.

Advertisement

સોપારીન અફળ કાચા હોય ત્યારે લીલા રંગ ના અને પાકે ત્યારે સંતરા જેવા રંગ ના થઇ જાય છે.

નારિયેળ અને ખજૂરી ની જેમ જ સોપારીના ઝાડ ને ઝુમખામાં ફળ બેસે છે. ૧૦૦ સોપરીઓનું વજન આશરે ૧ કિલો જેટલું થાય છે.

બઝાર માં જે સોપારી મળે છે તે તો તેના ફળ ની ગોટલી હોય છે. તેના ઉપર નું રેસા વાળું કવચ તથા ગોટલી ઉપર નું પાતળું પડ છોલીને કાઢી નાખવામાં આવે છે.

સોપારીને વધારે પાકવા દેવામાં આવતી નથી. વધારે પાકે તો તે આકરી થઇ જાય છે. તેને કાચી પણ તોળાતી નથી. કાચી તોડવામાં આવેતો તે ચીમળાઈ જાય છે.

સોપારી ને પાણીમાં ઉકાળીને બાફીને તૈયાર કરવામાં આવે છે .આ રીતે તૈયાર કરવાથી તેમાં ટેનિન નો અંશ ઓછો થાય છે.

સોપારી ને છોલીને બાફવાથી લાલ સોપારી બને છે અને છોલીને સુકાવવાથી સફેદ સોપારી બને છે. કુમળી સોપારી બાફવાથી ચીકણી સોપારી બને છે.

મ્હેસુરની ઉત્તમ જાતની સોપારી ‘શ્રીવર્ધન’ કહેવાય છે. એ સોપારી સફેદ હોય છે. જે સોપારીનો વચ્ચે નો ભાગ કઠણ હોય છે તેના ‘શેઠી’ સોપારી કહેવાય છે.

સોપારી ખાવાના ફાયદા | Sopari na fayda

પેટના કૃમીઓનો નાશ કરે છે સોપારી

૧૦ થી ૩૦ મિલી સોપારી નો કાઢો બનાવીને પીવાથી પેટના કીડા નાશ પામે છે. એવી જ રીતે ૫ મિલી સોપારી ના ફળનો રસ પીવાથી પેટની બીમારી દૂર થાય છે અને પેટ માં રહેલી ગંદગી મળ દ્વારા બહાર નીકળી જાય છે.

સોપારી ખાવાના ફાયદા આતરડા ના રોગ મા | sopari na fayda aatarda na rog ma

ઘણી વ્યક્તિઓને આતરડા ની બીમારી હોય છે તેઓએ ૧-૪ ગ્રામ સોપરિયા ચૂર્ણ ને છાસ સાથે સેવન કરવાથી આતરડા ના રોગ માં ફાયદો થાય છે.

સોપારી નો ઉપયોગ ઉલટી બંધ કરવા

sopari – સોપારી અને હળદર આશરે ૧-૩ ગ્રામ લઇ તેમાં ખાંડ મિક્ષ કરીને સેવન કરવાથી ઉલટી બંધ થઇ જાય છે સાથે સાથે સોપારીની ભસ્મ તથા લીમડા ની છાલની ભસ્મ પાણીમાં મિલાવી લો, હવે તેને ગાળી ને આ પાણી પીવાથી ઉલટી બંધ થઇ જાય છે.

સોપારી ખાવાના ફાયદા પેશાબ સબંધિત સમસ્યામા

પેશાબ સબંધિત સમસ્યાઓ જેવીકે, પેશાબ રોકાઈ રોકાઈ ને આવવો, વારંવાર પેશાબ આવવો, વગેરેમાં સોપારી નું સેવન કરવું જોઈએ.

સોપારી અને ખડીર ની છાલ નો ઉકાળો બનાવીને તે ઉકાળો ૧૦-૩૦ મિલી માત્રામાં મધ સાથે લેવાથી ફાયદો થાય છે.

સોપારી ના ફાયદા ત્વચા રોગ મા | sopari na fayda tvacha na rog ma

ત્વચા ના રોગને મટાડવા માટે સોપારીને પીસીને લેપ કરવાથી ફાયદો થાય છે. તેનાથી ત્વચાના વિકાર, ત્વચા ના ઘાવ દૂર થઇ જાય છે.

એક્ઝીમાં માં સોપારીનો ફાયદો

સોપારીની ભસ્મ ને તલ ના તેલ સાથે મિક્ષ કરીને તેમાં થોડુક ઘી નાખીને બીમાર અંગ પર લગાવવાથી એક્ઝીમાં માં ફાયદો થાય છે.

જો ત્વચા લાલ થઇ ગઈ છે તો ઉકળતા પાણીમાં સોપારીને રાત્રે પલાળી સવારે એ પાણી વડે લાલ થયેલી ત્વચા ધોવાથી તેમાં ફાયદો થાય છે.

ચીકન પોક્સ(અછબડા) માં સોપારીનો ઉપયોગ

ચીકન પોક્સ માં સોપારીનો ઉપયોગ કૈક આ રીતે કરવો, ૧-૨ ગ્રામ સોપારીના ચૂર્ણ ને પાણી સાથે સેવન કરવાથી ફાયદો થાય છે.

સોપારી ના ફાયદા અને ઘરગથ્થું ઉપચારો | BETEL NUT benefits in Gujarati

પાકી સોપારી ખાવાથી મોઢું સાફ થાય છે. તે કફ ને મટાડે છે, અન્ન નું પાચન કરે છે અને દસ્ત ને સાફ લાવે છે.

એક સારી સોપરીનો ભુક્કો કરી, થોડા ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ ચાર વાર લેવાથી કરમિયા(કૃમિ) મટે છે.

ચીકણી સોપારી લઇ તેની કાતરી કરી, ભુક્કો કરી તેમાંથી બે આની ભાર જેટલો ભુક્કો સવારે દહીંમાં કે કાંજીમાં મિક્ષ કરીને લેવાથી હોજરીમાં ભરાઈ ગયેલો ગેસ મટી જાય છે.

એક સારી શેકેલી સોપારી લઇ રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે વાટી, જૂની આંબલીનો જાડો પલ્પ કરી તેમાં વાટેલી સોપારી મેળવી ગોળી બનાવી, એ ગોળી ગરમ પાણી સાથે લેવાથી દસ્ત સાફ આવે છે અને આમવાત મટે છે.

એક સારી સોપારી લઇ તેનો બારીક ભુક્કો કરી, તેલમાં ઉકાળી, તે તેલ ની મળીશ કરવાથી કમરમાં આવેલ વા ના ચસકા મટી જાય છે.

સામાન્ય રીતે લોકો સોપારીને ઝીણી કતરી કરીને ખાય છે, તેમ નાં કરતા સોપારીનો કટકો જ મોઢા માં રાખીને તેને ચૂસવાથી તેનો રસ ગળી જવાથી મુખશુદ્ધિ થાય છે, પેઢા મજબૂત બને છે અને લાળ નો સ્રાવ વધુ થવાથી પાચન ક્રિયાને પણ ફાયદો થાયછે.

સોપારી સ્ત્રીઓનો માસિક સ્ત્રાવ પણ સાફ લાવે છે. વાગેલા ઝખમ પર સોપારીને ગાયના મૂત્ર માં ઘસીને લગાવવાથી ઘા ઝડપથી રુઝાઈ જાય છે.

Sopari – સોપારી ભારે, શીતલ, રુક્ષ, અને તુરી છે. તે કફ તથા પિત્તને મટાડનાર છે, રૂચી ઉપજાવનાર અને મોઢા ના વિરસપણા ને મટાડનાર છે.

સોપારી ના નુકસાન

ક્યારેય પણ લીલી સોપરીનું સેવન કરવું જોઈએ નહિ. લીલી, નવી અથવા રસભરેલી સોપારી ભારે, કફ કરનાર અને જઠરાગ્ની ને અત્યંત નુકસાન કરનાર છે.

સોપારીમાં એરકોલાઇન નામનું પ્રબળ ઝેરી તત્વ હોવાથી વધુ પ્રમાણ માં સોપારી ખાવાથી તેની કેન્દ્રીય વાતનડી તંત્ર પર પ્રબળ અસર થાય છે અને લકવો થવાનું ઝોખમ રહે છે.

સોપારી વધુ ખાવાથી ઉધરસ થાય છે, સડેલી સોપારી ખાવાથી દમ, ક્ષય વગેરે રોગો થાય છે.

નવી ઉતારેલી સોપારી અથવા ઉકાળ્યા વગરની સોપારી વધારે પ્રમાણ માં ખાવાથી મોઢામાં છાલા પડી જાય છે, જીભ ફાટી જાય છે, અને છાતીમાં ગભરામણ થાય છે. તેથી ચાર મહિના જૂની સોપારી નું જ સેવન કરવું હિતાવહ છે.

સોપારી ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

સોપારીને અંગ્રેજી માં શું કહેવાય?

સોપારીને અંગ્રેજીમાં BETEL NUT કહેવામાં આવે છે.

સોપારીનો ઉપયોગ કેટલો કરવો?

સોપારીના ફળનું ચૂર્ણ ૫-૬ ગ્રામ, ફળ નો ઉકાળો ૧૦-૨૦ મિલી, પેસ્ટ ૧૦-૧૨ ગ્રામ જેટલી જ ઉપયોગ માં લેવી જોઈએ.

ચીકણી સોપારી કેવી રીતે બને છે?

કુમળી સોપારીને બાફવાથી ચીકણી સોપારી બને છે.

કાચી સોપારી ખાવાથી શું થાય છે?

સોપારી ખાવાથી સ્ટ્રોક ની સમસ્યામાં ફાયદેમંદ સાબિત થાય છે. તેનાથી કંઠ સારો થાય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

શક્કરિયા ના ફાયદા | શક્કરીયા ગાજર ખાવાના ફાયદા | શક્કરીયા ના નુકશાન | shakkriya na fayda | Sweet potato benefits in Gujarati

પનીર ના ફાયદા | પનીર ખાવાના ફાયદા | Paneer na fayda in gujarati | Paneer benefits in Gujarati

બીટ ના ફાયદા | બીટ ખાવાના ફાયદા | બીટ નો જ્યુસ પીવાના અનેક ફાયદાઓ | beetroot benefits in Gujarati | health benefits of beetroot juice in Gujarati

તાંદળજાની ભાજી ના ફાયદા અને ઘરેલું ઉપચાર | Tandalja ni bhaji na fayda

ફણસ ખાવાના ફાયદા અને ઘરેલું ઉપચાર | ફણસ ના ફાયદા | ફણસ ના નુકશાન | Fanas na fayda | Jackfruit benefits in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement