મસાલા આલું નું શાક બનાવવાની રીત | Masala aloo nu shaak banavani rit

મસાલા આલું નું શાક - Masala aloo nu shaak - મસાલા આલું નું શાક બનાવવાની રીત - Masala aloo nu shaak banavani rit
Image credit – Youtube/Bhargain ka Chef
Advertisement

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે મસાલા આલું નું શાક બનાવવાની રીત – Masala aloo nu shaak banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, do subscribe Bhargain ka Chef YouTube channel on YouTube If you like the recipe , આ શાક ને તમે પૂરી કે પરાઠા સાથે ખાઈ શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. જે પણ એકવાર આ શાક ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી મસાલા આલું બનાવતા શીખીએ.

મસાલા આલું નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • બટેટા 1 કિલો
  • ઘી 6 ચમચી
  • હિંગ 1 ચપટી
  • ઝીણી સુધારેલી લસણ 1 ચમચી
  • ઝીણું સુધારેલું આદુ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 1 ચમચી
  • 4 ઝીણી સુધારેલી ડુંગળી
  • હળદર 1 ચમચી
  • લાલ મરચું પાવડર 2 ચમચી
  • 3 ઝીણા સુધારેલા ટામેટા
  • ધાણા પાવડર 2 ચમચી
  • જીરું પાવડર 2 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • મરી પાવડર ½ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • ઝીણી સુધારેલી લીલી ડુંગળી ના પાન 2 ચમચી
  • ચાટ મસાલા 2 ચમચી

મસાલા આલું નું શાક બનાવવાની રીત

મસાલા આલું નું શાક બનાવવા માટે સૌથી પહેલાં બટેટા ને સરસ થી પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને એક કઢાઇ માં નાખો. હવે તેમાં બે ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેમાં એક ચમચી જેટલું  મીઠું નાખો.હવે તેને ગેસ પર મૂકી દયો. હવે કઢાઇ ને ઢાંકી દયો. હવે બટેટા ને ચાલીસ થી પચાસ મિનિટ સુધી ચડાવી લ્યો.

બટેટા બફાઈ જાય ત્યાર બાદ તેને એક ચારણી માં કાઢી લ્યો. જેથી પાણી નીકળી જાય. ત્યાર બાદ બટેટા ને ઠંડા થવા માટે રાખી દયો. બટેટા ઠંડા થઇ જાય ત્યાર બાદ તેને છોલી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેના ચાર ટુકડા કરી લ્યો. આવી રીતે બધા બટેટા ના ટુકડા કરી ને એક પ્લેટ માં રાખી લ્યો.

Advertisement

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં એક ચપટી હિંગ નાખો. હવે તેમાં ઝીણું સુધારેલું લસણ અને ઝીણું સુધારેલું આદુ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં જીરું નાખો. હવે તેમાં રાઈ નાખો. હવે તેમાં ઝીણું સુધારેલું લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં હળદર અને લાલ મરચું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી ઘી છૂટું થાય ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં સુધારી ને રાખેલા બટેટા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં ધાણા પાવડર અને જીરું પાવડર નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં મરી પાવડર નાખો. હવ તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા અને ઝીણી  સુધારેલા લીલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ચાટ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

તૈયાર છે આપણી ટેસ્ટી આલું મસાલા નું શાક. હવે તેને પૂરી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ આલું મસાલા નું શાક ખાવાનો આનંદ માણો.

Masala aloo nu shaak notes

  • તમારી પાસે સમય ના હોય તો બટેટા ને કઢાઇ ની જગ્યા એ કુકર માં બાફી શકો છો.

Masala aloo nu shaak banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Bhargain ka Chef

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhargain ka Chef ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

લીલા વટાણા ની મસાલા બાટી બનાવવાની રીત | Lila Vatana ni masala bati banavani rit

બેસન અને સોજી ની મીની ઈડલી બનાવવાની રીત | Besan soji ni mini idli banavani rit

અંકુરીત મેથી દાણા નું અથાણું બનાવવાની રીત | Methi dana nu athanu banavani rit

સિડડું બનાવવાની રીત | Siddu banavani rit | Siddu recipe in gujarati

ચોકો ચિપ્સ કુકી બનાવવાની રીત | Choco Chip Cookies banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement