કિચન કિંગ મસાલો બનાવવાની રીત | kitchen king masalo banavani rit

કિચન કિંગ મસાલો બનાવવાની રીત - kitchen king masalo banavani rit - kitchen king masala recipe in gujarati
Image credit – Youtube/Swaad with Sunita
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે કિચન કિંગ મસાલો બનાવવાની રીત – kitchen king masalo banavani rit શીખીશું, do subscribe Swaad with Sunita YouTube channel on YouTube If you like the recipe ,આપણા ઘરમાં બનતી દરેક શાક, ચાર્ટ ની વાનગી માં અલગ મસાલા નો ઉપયોગ કરી વાનગી ના સ્વાદ માં ખુબ જ વધારો કરી ને વાનગી ને મજેદાર ને ટેસ્ટી બનાવીએ છીએ એવા મસાલાઓ માં એક મસાલો આપણે વધારે વાપરતા હોઈએ એ છે કિચન કિંગ મસાલો જે આજ આપણે ઘરે બનાવવાની રીત શીખીશું તો ચાલો જાણીએ kitchen king masala recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે..

kitchen king masala ingredients

  • આખા ધાણા 4 ચમચી
  • જીરું 2 ચમચી
  • શાહી જીરું 1 ચમચી
  • કાચી વરિયાળી 1 ચમચી
  • કાળી / પીળી રાઈ 1 ચમચી
  • મરી 1 ચમચી
  • જાવેંત્રી ફૂલ 1
  • સ્ટાર ફૂલ 1
  • એલચી 4-5
  • મોટી એલચી 2
  • તજ નો ટુકડો 1
  • જાયફળ ¼ કટકો
  • લવિંગ 4-5
  • કાશ્મીરી લાલ મરચા 4-5
  • તીખા લાલ મરચા 2-3
  • તમાલપત્ર 2-3
  • મેથી દાણા ¼ ચમચી
  • હળદર ½ ચમચી
  • સંચળ ½ ચમચી
  • સૂંઠ પાઉડર ½ ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • સુકેલા ફુદીના પાંદ 1 ચમચી
  • હિંગ 1 ચમચી
  • કસુરી મેથી ½ ચમચી (ઓપ્શનલ છે)
  • કોર્ન ફ્લોર 1 ચમચી / શેકેલ ચણા દાળ 1 ચમચી
  • મીઠું ½ ચમચી

કિચન કિંગ મસાલો બનાવવાની રીત | kitchen king masala recipe in gujarati

કિચન કિંગ મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં આખા ધાણા, જીરું, શાહી જીરું, કાચી વરિયાળી, કાળી / પીળી રાઈ, મરી, જાવેંત્રી ફૂલ, સ્ટાર ફૂલ, એલચી, મોટી એલચી, તજ નો ટુકડો, જાયફળ, લવિંગ, કાશ્મીરી લાલ મરચા, તીખા લાલ મરચા, તમાલપત્ર અને મેથી દાણા નાખી ધીમા તાપે હલાવતા રહી પાંચ સાત મિનિટ શેકો

સાત મિનિટ શેકો અથવા તો મસાલા બરોબર શેકાઈ ને સુંગધ આવવા લાગે ત્યાં સુંધી સાવ ધીમા તાપે હલાવતા રહો શેકી લ્યો ,

Advertisement

ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ને ઠંડા થવા દયો મસાલા સાવ ઠંડા થઇ જાય ત્યાર બાદ  શેકેલા મસાલા ને મિક્સર જારમાં નાખો  ને એક થી બે વખત મિક્સર પીસી ને મસાલા ને પીસી લ્યો

હવે એમાં હળદર, સંચળ, સૂંઠ પાઉડર, આમચૂર પાઉડર, સુકેલા ફુદીના પાંદ, હિંગ, કસુરી મેથી (ઓપ્શનલ છે) કોર્ન ફ્લોર  / શેકેલ ચણા દાળ,  મીઠું નાખી ને ફરીથી બરોબર પીસી ને પાઉડર તૈયાર કરી લ્યો તો તૈયાર છે કિચન કિંગ મસાલો

kitchen king masalo banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Swaad with Sunita ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

આમળાનો પાવડર બનાવવાની રીત | aamla no powder banavani rit

તિરંગા સેન્ડવીચ બનાવવાની રીત | tiranga sandwich banavani rit

બાજરા ના લોટના નૂડલ્સ બનાવવાની રીત | bajra na lot na noodles banavani rit

ગ્રીન પાવભાજી બનાવવાની રીત | green pav bhaji banavani rit | green pav bhaji recipe in gujarati

પરફેક્ટ ચાસણી વડે અડદિયા બનાવવાની રીત| Chasni vade aadiya banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement