ખાટીમીઠી કેરી ની ચટણી બનાવવાની રીત | Keri ni chatni banavani recipe

ખાટીમીઠી કેરી ની ચટણી બનાવવાની રીત - keri ni chatni banavani recipe in Gujarati
Image – Youtube/Papa Mummy Kitchen - Marwadi

મિત્રો ઉનાળો આવે એટલે કેરી આવે એટલે અથાણું, છુંદો, મુરરબો બનાવવાનો વિચાર આવે પણ આપણે આજે ખાટીમીઠી કેરી ની ચટણી બનાવવાની રીત, તો ચાલો બનાવીએ ખાટી મીઠી ચટણી, keri ni chatni banavani recipe.

કેરી ની ચટણી બનાવવાની રીત

કેરી ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

 • ૧ કેરી
 • ૨ ચમચા તેલ
 • ૧ ચમચી રાઈ
 • જીરૂ  ૧ ચમચી
 • ૧ ચમચી કલોંજી
 • મેથી દાણા ૧/૨ ચમચી
 • હિંગ  ૧/૪ ચમચી
 • પાણી  ૧.૫ કપ
 • મીઠું સ્વાદાનુસાર
 • ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું
 • ગોળ ૧ કપ
 • સંચળ મીઠું ૧ ચમચી
 • ગરમ મસાલો  ૧/૨ ચમચી
 • ચાટ મસાલો ૧/૨ ચમચી
 • કિશમિશ ૧/૪ કપ

Keri ni chatni banavani recipe

સૌ પ્રથમ કેરી ને ધોઈ લો. પછી કેરી ની છાલ છોલી ને મિડ્યમ સાઇઝ ના ટુકડા કરી લો.

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, કળોંજી, મેથી દાણા અને હિંગ નાખી હલાવી લો.

પછી તેમાં સુધારેલ કેરી ના ટુકડા નાખી ને ૨-૩ મિનિટ સુધી સેકો. પછી તેમાં ૧.૫ કપ પાણી ઉમેરીને અને સ્વાદાનુસાર મીઠું નાખીને હલાવી લો.

કેરી ચડી જાય ત્યાં સુધી કેરી ને ચડવા દો. કેરી ચડી જાય એટલે તેમાં કાશ્મીરી લાલ મરચું પાઉડર અને ગોળ નાખી ખદખદવા દો.

થોડું ચાખી ને જોઈ લેવું કે મીઠું કે ગોળ ઓછો હોય તો નાખવું. ગોળ ઓગળી જાય ને રસો થોડો ઘટ્ટ થાય એટલે તેમાં સંચળ મીઠું, ગરમ મસાલો, ચાટ મસાલો, નાખી એક ઉકાળો આવે એટલે તેમાં કીસમીસ નાખી ને ગેસ બંધ કરી દો.

તો તૈયાર છે પરોઠાં કે રોટલી સાથે ખાઈ શકાય એવી સ્વાદિષ્ટ ખાટીમીઠી કેરી ની ચટણી.

કેરી ની ચટણી રેસીપી વિડીયો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

આમ પન્ના બનાવવાની રીત | aam panna recipe in Gujarati

કોકોનેટ ચટણી બનાવવાની રીત | Coconut Chutney recipe in Gujarati

દહીં વડા બનાવવાની પરફેકટ રેસીપી | Soft dahi vada recipe in Gujarati

વડાપાવ ક્વેસાડીલા બનાવવાની રીત | Vada pav Quesadilla recipe in Gujarati

બાજરી ગુંદર ની રાબ બનાવવાની રીત | Bajri Gundar ni raab banavani rit

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે