
મિત્રો આજે આપડે બટેકા માંથી બનતી એક નવીજ રીત ની વાનગી બનાવીશું બટેકા એ શાકભાજી નો રાજા ગણાય છે. અને નાના થી લઈ અને મોટા કોઈ પણ ને લઈ લ્યો બધા ને બટેકા તો ભાવતા જ હસે ભાગ્યેજ કોઈ એવું હશે જેને બટેકા નઈ ભાવતા હોય .તો જેને બટેકા નથી ભાવતા ને એને પણ આ Aloo gadbad – આલુ ગડબડ ખાઇ ને મજા જ પડી જશે .
INGREDIENTS
બાફીને મેસ કરલે બટેકા 6 નંગ
બેસન 1 કપ
સ્વાદ મુજબ મીઠું
લાલ મરચું પાવડર ¼ ચમચી
તેલ 6 ચમચી + તળવા માટે
સમારેલી ડુંગળી 1 નંગ
લસણ ની પેસ્ટ 1 ચમચી
આદુ ની પેસ્ટ 1 ચમચી
હળદર પાવડર 1 ½ ચમચી
તાજા ફુદીનાના પાંદ 15-20
કોર્ન ફ્લોર 3 ચમચી
Aloo gadbad banavani rit
આલુ ગડબડ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકી દેશું તેલ ગરમ થાય ત્યાં સુધી માં આપડે બીજી તૈયારી કરી લેશું. એક મોટો બાઉલ લેશું તેમાં બેસન 1 કપ નાખશું , સ્વાદ મુજબ મીઠું , લાલ મરચું પાવડર ¼ ચમચી , પાણી ¼ કપ બઉ વધારે પાણી ની જરૂર નઈ પડે કારણકે આપડે ઈયા બેસન ના લોટ ના મિશ્રણ ને થોડું વધારેજ થીક રાખવાનું છે.
હવે આપડું તેલ ગરમ થઈ ગયું છે હવે બેસન વાળા બેટર ને 2 ચમચી વડે તેલ માં થોડું થોડું કરી ને નાના નાના ભજીયા જેમ બનાવીયે એમ નાખતા જશું પણ ઈયા આ વસ્તુ બનાવવા માટે કોઈ જ આકાર ની જરૂર નથી . આવી જ રીતે બધા મિશ્રણ ને થોડું થોડું કરી ને તેલ માં નાખી દેશું અને તળી લેશું અને જે બેસન વાળા મિશ્રણ ને આપડે તળીશું ઈ એકદમ ક્રિસ્પી બનાવવાનું છે . હવે બેસન વાળુ મિશ્રણ ચડે ત્યાર સુધી માં આપડે ફરીથી બીજી તૈયારી કરી લેશું .
ત્યાર બાદ ડુંગળી ને ઝીણી સુધારેલી લેશું ડુંગળી ને સુધારી લીધા બાદ ફરીથી ગેસ પર એક કડાઈ માં 2 ચમચી તેલ નાખી અને તેલ ગરમ થાય એટલે તેમાં જે સુધારેલી ડુંગળી હતી તેને નાખી દેશું ડુંગળી ને થોડીજ સેકવાની છે વધારે સેકવાની જરૂર નથી ડુંગળી થોડી શેકાઈ જાય એટલે તેમાં 1 ચમચી લસણ ની પેસ્ટ , 1 ચમચી આદુ ની પેસ્ટ , હળદર પાવડર ¼ ચમચી નાખી અને બધી વસ્તુ ને સેકી લીધા બાદ આપડે જે બટેકા ને બાફી અને મેસ કરી ને રાખ્યા હતા તેમાં આ ડુંગળી વાળો મસાલો નાખી દેશું .
હવે જે આપડે બેસન વાળું મિશ્રણ તળવા મૂક્યું હતું તે તળાઈ ને એક દમ મસ્ત ક્રિસ્પી અને લાલ થઈ ગયું છે તેને હવે આપણે એક ટિસ્યુ પેપર પર કાઢી લેશું જેથી તેમાં વધારાનું તેલ પણ અલગ થઈ જાય અને ત્યાર બાદ તેને સાવ ઠંડા થવા દેશુ. જેથી તે વધારે ક્રિસ્પી બની જાય. ઠંડું થઈ ગયા બાદ મિક્ષ્ચર જાર લેશું અને તેમાં આ બેસન વાળા મિશ્રણ ને જે તળી ને ઠંડુ થવા રાખ્યું હતું તેને દરદરૂ પીસી અને બટેકા વાળા બાઉલ માં નાખી દેશું અને ત્યાર બાદ જે ફુદીના ના પાંદ છે તેને પણ થોડા ચોપ કરી અને બટેકા વાળા મિશ્રણ માં નાખશું અને તેમાં સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચું નાખશું જો તમે એમાં લીલું મરચું નાખવા માંગતા હોવ તો તમે ઈ પણ નાખી સકો છો .
ત્યાર બાદ તેમાં 2 ચમચી કોર્ન ફ્લોર નાખી બધું મિક્સ કરી અને નાની નાની સાઇઝ ની આપડે ટીકી બનાવી નાખશું ટીકી બની ગયા બાદ એના પર થોડો જ કોર્ન ફ્લોર છાંટી દેશું . ટીકી તમે તમારી પસંદ મુજબ ની બનાવી સકો છો . ત્યાર બાદ એક પેન માં 4 ચમચી જેવું તેલ નાખશું અને તેમાં બધી ટીકી ને નાખી દેશું અને ધીમા તાપે બંને બાજુ સેકી લેશું
તો તૈયાર છે આપણી ગરમ ગરમ આલુ ગડબડ ની વાનગી જેને તમે કોઈ પણ ચટણી , સોસ કે ચાય સાથે સર્વ કરી શકો છો.
નીચે ની રેસીપી પણ જુઓ
Dudhi no pulav banavani rit | દુધી નો પુલાવ બનાવવાની રીત
safed choda nu shaak banavani rit | સફેદ ચોળા નું શાક બનાવવાની રીત
greavy vara sabudana banavani rit | ગ્રેવી વાળા સાબુદાણા બનાવવાની રીત