સફેદ ચોળા નું શાક બનાવવાની રીત | safed choda nu shaak banavani rit recipe in gujarati

સફેદ ચોળા નું શાક બનાવવાની રીત - safed choda nu shaak banavani rit gujarati ma - safed choda nu shaak recipe in gujarati
Image credit – Youtube/Anukriti Cooking Recipes
Advertisement

નમસ્તે મિત્રો do subscribe Anukriti Cooking Recipes YouTube channel on YouTube  If you like the recipe આજે આપણે સૂકા સફેદ ચોરા નું શાક બનાવવાની રીત – સફેદ ચોળા નું શાક બનાવવાની રીત – safed choda nu shaak banavani rit gujarati ma શીખીશું. આ શાક બનાવવા માં ખુબ સરળ છે અને સ્વાદમાં ખૂબ ટેસ્ટી લાગે છે અને ઢાબા માં કે નાની નાની હોટલ માં આ શાક પીરસાતું હોય છે અને રાજમા ના શાક કરતા પણ વધારે પોષકતત્ત્વો થી ભરપુર હોય છે તો ચાલો જાણીએ safed choda nu shaak recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

સફેદ ચોળા નું શાક બનાવવા જરૂરી સામગ્રી  | safed chola nu shaak ingredients

  • સૂકા સફેદ ચોરા 1 કપ
  • પાણી 2+3 કપ
  • હળદર ½ +½  ચમચી
  • તેલ 1 +3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • અજમો ¼ ચમચી
  • લવિંગ1-2, + તજ નો ટુકડો -1, + મોટી એલચી -1, +એલચી -2, + મરી -3-4, ને પીસી ને બનાવેલ મસાલો 1 ચમચી
  • સૂકા લાલ મરચા 2-3
  • લાલ મરચાનો પાઉડર ½  ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • છીણેલા ટમેટા 2
  • ટમેટા પ્યુરી ½ કપ
  • હળદર ½ ચમચી
  • ચાર્ટ મસાલો ¼ કપ
  • વરિયાળી પાઉડર ½ ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
  • દૂધ 1 કપ / કાજુ 15-20 ગરમ પાણી માં પલાળી એને પીસી ને પેસ્ટ બનાવી લેવી / મોરો માવો ¼ કપ
  • કાજુ + કીસમીસ 10-12
  • સ્વાદ મુજબ મીઠું

સફેદ ચોળા નું શાક બનાવવાની રીત | safed choda nu shaak recipe in gujarati

સૂકા સફેદ ચોરા નું શાક બનાવવા સૌપ્રથમ સૂકા સફેદ ચોરા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધસી ને ધોઇ લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી એક થી બે કલાક પલાળી મૂકો ચોરા બરોબર પલાળી જાય એટલે એનું પાણી નિતારી ફરી એક વખત બીજા પાણી થી ધોઇ લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં પલાળેલા ચોરા ને ત્રણ થી ચાર કપ પાણી નાખો સાથે અડધી ચમચી હળદર અને એક ચમચી તેલ નાખી ઢાંકી ને વીસ થી ત્રીસ મિનિટ બાફી લ્યો (અથવા કુકર મા ધીમા તાપે વીસ મિનિટ બાફી લ્યો)

Advertisement

હવે ગેસ પર બીજી કડાઈ માં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં જીરું અને હિંગ નાખીને તતડાવી લ્યો ત્યાર બાદ એમ જે ખડા મસાલો બનાવેલ એની એક ચમચી અને સૂકા લાલ મરચા નાખી અડધી મિનિટ શેકો

હવે ગેસ મિડીયમ ફૂલ કરી એમાં છીણેલા ટમેટા અને ટમેટા સોસ નાખી મિક્સ કરી લ્યો ને તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવો તેલ અલગ થવા લાગે એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, વરિયાળી પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો

ત્યાર બાદ એમાં દૂધ અથવા કાજુની ગ્રેવી અથવા મોરો માવો નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ને ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો

જેવું તેલ અલગ થાય એટલે બાફી રાખેલ ચોરા નાખી બરોબર મિક્સ કરો અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખો અને પાંચ સાત મિનિટ સુંધી મીડીયમ તાપે ચડાવી લ્યો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ગરમ ગરમ રોટલી પરોઠા કે ભાત સાથે સર્વ કરો સૂકા સફેદ ચોરા નું શાક.

safed choda nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Anukriti Cooking Recipes ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

દાળિયા ના લાડવા બનાવવાની રીત | dalia na ladoo banavani rit | dalia na ladoo recipe in gujarati

મોનેકો બિસ્કીટ ચાર્ટ બનાવવાની રીત | monaco biscuit chaat banavani rit

પાન કોબી સલાડ બનાવવાની રીત | pan kobi salad banavani rit | pan kobi salad recipe in gujarati

મેગી બનાવવાની રીત | maggi banavani rit | maggi recipe in gujarati ma

ગુજરાતી દાળ ઢોકરી બનાવવાની રીત | gujarati dal dhokri banavani rit | dal dhokri recipe in gujarati

ખારા શક્કરપારા બનાવવાની રીત | khara shakarpara recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement