મોનેકો બિસ્કીટ ચાર્ટ બનાવવાની રીત | monaco biscuit chaat banavani rit

મોનેકો બિસ્કીટ ચાર્ટ બનાવવાની રીત - monaco biscuit chaat banavani rit- ક્રીમ ચીઝ બટાકા બનાવવાની રેસીપી
Image credit – Youtube/Everyday Delights
Advertisement

નમસ્તે મિત્રો do subscribe Everyday Delights YouTube channel on YouTube  If you like the recipe આજે આપણે મોનેકો બિસ્કીટ ચાર્ટ બનાવવાની રીત અને ક્રીમ ચીઝ બટાકા બનાવવાની રીત શીખીશું. એક ના એક બિસ્કીટ ખાઈ ને કંટાળી ગયા છો તો આજ આપણે થોડા ગાર્નિશ કરી બિસ્કીટ ને અલગ અલગ ફ્લેવર્સ ના બે પ્રકારના ચાર્ટ બનાવવા ની રીત શીખીએ જે બનાવવા ખૂબ સરળ છે ને નાના મોટા બધા ને પસંદ આવશે તો ચાલો જાણીએ monaco biscuit chaat banavani rit માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મોનેકો બિસ્કીટ ચાર્ટ બનાવવા જરૂરી સામગ્રી

  • મોનાકો બિસ્કીટ જરૂર મુજબ

મોનાકો બિસ્કીટ ચાર્ટ બનાવવા માટેની સામગ્રી

  • ઝીણી સુધારેલી ડુંગળી જરૂર મુજબ (ઓપ્શનલ છે)
  • ઝીણા સમારેલા ટામેટા જરૂર મુજબ
  • કેપ્સીકમ ઝીણું સમારેલું જરૂર મુજબ
  • ચીઝ સ્લાઈસ જરૂર મુજબ
  • ઝીણી સુધારેલી કાકડી જરૂર મુજબ
  • ટોમેટો સોસ જરૂર મુજબ
  • ચાર્ટ મસાલો જરૂર મુજબ
  • ઝીણી સેવ જરૂર મુજબ
  • લીલા ધાણા ઝીણા સમારેલા જરૂર મુજબ

ક્રીમ ચીઝ બટાકા બનાવવા માટેની સામગ્રી

  • મોનાકો બિસ્કીટ જરૂર મુજબ
  • બાફેલ બટાકા
  • લસણ પેસ્ટ ¼ ચમચી
  • ઝીણું સમારેલું લીલુ મરચું 1
  • મયોનીઝ 2-3 ચમચી
  • ચીઝ સ્પ્રેડ 1-2 ચમચી

મોનાકો બિસ્કીટ ચાર્ટ બનાવવાની રીત | monaco biscuit chaat banavani rit

સૌ પ્રથમ એક પ્લેટ માં મોનાકો બિસ્કીટ મૂકો એના પર ટમેટા સોસ લગાવો ત્યાર બાદ એના પર ચીઝ ની સ્લાઈસ મૂકો ત્યાર બાદ એના પ્ર થોડા થોડા ઝીણા સમારેલા કેપ્સીકમ, ડુંગળી, ટમેટા અને કાકડી મૂકો  પછી જરૂર મુજબ ચાર્ટ મસાલો, ઝીણા સુધારેલા લીલા ધાણા અને ઝીણી સેવ છાંટી ને ગાર્નિશ કરો

Advertisement

આમ જેટલા પણ બિસ્કીટ નો ચાર્ટ બનાવવો છે એ તૈયાર કરી લ્યો અને ચાર્ટ તૈયાર કરી લ્યો અહી તમે ચાહો તો ટમેટા સોસ ની જગ્યાએ પિત્ઝા સોસ પણ વાપરી શકો છો અને ઉપર છીણેલું ચીઝ અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ છાંટી શકો છો

ક્રીમ ચીઝ બટાકા બનાવવાની રીત

એક વાસણમાં બાફેલા બટાકા ને છીણી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, માયોનીઝ, લસણ પેસ્ટ અને ચીઝ સ્પ્રેડ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાપિંગ બેગ માં અથવા ચમચી વડે બિસ્કીટ પર મૂકો ને લીલા ધાણા થી ગાર્નિશ કરી લ્યો આમ બધા જ બિસ્કીટ ને ગાર્નિશ કરી લ્યો ને સર્વ કરો ક્રીમ ચીઝ બટાકા

monaco biscuit chaat banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Everyday Delights ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સેન્ડવીચ ભાખરવડી બનાવવાની રીત | sandwich bhakarwadi banavani rit |sandwich bhakarwadi recipe gujarati

ચીઝ ખાખરા ચાર્ટ બનાવવાની રીત | cheese khakhra chaat banavani rit

લસણ વગર ની વડાપાવ ની ચટણી બનાવવાની રીત | lasan vagar ni vada pav ni chutney banavani rit

ફણગાવેલ મઠની ચાર્ટ બનાવવાની રીત | fangavel math no chart banavani rit recipe in gujarati

મગદાળના લાડુ બનાવવાની રીત | magdal na laddu recipe in gujarati | magdal na ladva banavani rit

ફુદીના ના પરોઠા બનાવવાની રીત | pudina paratha banavani rit | pudina paratha recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement