સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | sandwich dhokla banavani rit | sandwich dhokla recipe in gujarati

સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત - sandwich dhokla recipe in gujarati - sandwich dhokla banavani rit
mage credit – Youtube/Nilu's kitchen
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Nilu’s kitchen YouTube channel on YouTube આજે  સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત – sandwich dhokla banavani rit શીખીશું. આ ઢોકળા તમે સવાર સાંજ ના નાસ્તામાં માત્ર 30-35 મિનિટ માં તૈયાર કરી શકો છો તેમજ બપોરના જમણ માં ફરસાણ તરીકે પણ પીરસી શકો છો તો ચાલો જાણીએ sandwich dhokla recipe in gujarati બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

સેન્ડવીચ ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • સોજી 1 કપ
  • દહી ½ કપ
  • ખાંડ 1 ચમચી
  • ઇનો 1 પેકેટ
  • જરૂર મુજબ પાણી

ઢોકળા ની  ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • લીલા મરચા 2-3
  • લસણ ની કણી 4-5
  • આદુ નો ટુકડો 1
  • મીઠું સ્વાદ મુજબ
  • લીંબુનો રસ 1 ચમચી
  • ખાંડ ½ ચમચી

સેન્ડવીચ ઢોકળા ના વઘાર માટેની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • મીઠા લીમડાના પાન 7-8
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | sandwich dhokla recipe in gujarati

સૌ પ્રથમ આપણે સેન્ડવીચ ઢોકળાની ચટણી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ  સેન્ડવીચ ઢોકળા નું ખીરું તૈયાર કરવાની રીત શીખીશું.

સેન્ડવીચ ઢોકળાની ચટણી બનાવવાની રીત

મિક્સર જારમાં ધોઇ સાફ કરી ને લીલા ધાણા સુધારેલા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, લીલા મરચા, લસણ ની કણી, આદુનો ટુકડો, ખાંડ ને લીંબુનો રસ નાખી પીસી લ્યો ને જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો.

Advertisement

 સેન્ડવીચ ઢોકળા નું ખીરું – મિશ્રણ તૈયાર કરવાની રીત

એક વાસણમાં સાફ કરેલ સોજી લ્યો એમાં દહી, ખાંડ 1 ચમચી, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પોણો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ દસ પંદર મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો ( અહી તમે સોજી ના મિશ્રણ ની જગ્યાએ ઈડલી નું મિશ્રણ પણ લઈ શકો છો)

પંદર મિનિટ પછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ને જરૂર મુજબ પા કપ પાણી નાખી ફરી મિક્સ કરી લ્યો મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે એના ત્રણ વાસણમાં અલગ અલગ ભાગ કરી લ્યો

હવે એક ભાગમાં તૈયાર કરેલ લીલી ચટણી મિક્સ કરી લ્યો ને એક બાજુ મૂકો ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ઉકાળો અને એક થાળી ને કે તપેલી ને તેલ થી ગ્રીસ કરી રાખો

હવે એક સફેદ મિશ્રણ લ્યો એમાં એક ચમચી ઇનો મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળીમાં નાખી દયો ને થાળી ને કડાઈમાં કાંઠા પર મૂકી ઢાંકી ને ત્રણ મિનિટ ચડાવો

ત્રણ મિનિટ થવા આવે એટલે લીલી ચટણી મિક્સ કરેલ મિશ્રણ લ્યો એમાં એક ચમચી સોડા મિક્સ કરી લ્યો ને તૈયાર મિસરન ને કડાઈ માં મૂકેલ થાળીમાં એક સરખું ફેલાવી ને નાખી દયો ને ઢાંકી ને ત્રણ મિનિટ ચડવા દયો

ત્રણ મિનિટ થવા આવે એટલે ફરી જે બીજું સફેદ મિશ્રણ નો ત્રીજો ભાગ બચેલ હતો એમાં એક ચમચી ઇનો નાખી બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને ઢાંકણ ખોલી થાળીમાં એક સરખું ફેલાવી નાખો ને ઢાંકી ને આઠ દસ મિનિટ ચડવા દયો

આઠ મિનિટ પછી ચાકુ થી ચેક કરી લ્યો જો ચાકુ કોરો આવે તો ઢોકળા ચડી ગયા નહિતર બીજી બે મિનિટ ચડાવી લ્યો ને ઢોકળા બરોબર ચડી જાય એટલે થાળી કાઢી લ્યો ને ઠંડી થવા દયો સેન્ડવીચ ઢોકળા ની થાળી ઠંડી થાય એટલે ચાકુ થી મનગમતી સાઇઝ ના કટકા કરી લ્યો

હવે એક વઘારીયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ ને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા ને મીઠા લીમડાના પાન નાખી ગેસ બંધ કરો ને તૈયાર વઘાર ને સેન્ડવીચ ઢોકળા પર નાખી દયો ને લીલી ચટણી, સોસ સાથે  ઉપરથી લીલા ધાણા  છાંટી ને સર્વ કરો સેન્ડવીચ ઢોકળા.

sandwich dhokla banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nilu’s kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ખાંડવી ઢોકળા બનાવવાની રીત | khandvi dhokla banavani rit

પોટેટો લોલીપોપ બનાવવાની રીત | potato lollipop banavani rit | potato lollipop banavani recipe

પાલક ના પુડલા બનાવવાની રીત | palak na pudla banavani rit | palak na pudla recipe in gujarati

કરાચી બિસ્કીટ બનાવવાની રીત | karachi biscuitbanavani rit | karachi biscuit recipe in gujarati

સોજી ના સક્કરપારા બનાવવાની રીત | soji na shakarpara banavani rit | soji na shakarpara recipe gujarati

સોયા ચંક મંચુરિયન બનાવવાની રીત | soya chunks manchurian banavani rit | soya chunks manchurian recipe in gujarati

નાયલોન પૌવા નો ચેવડો બનાવવાની રીત | nylon pauva no chevdo banavani rit | nylon pauva no chevdo recipe in gujarati

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement