કરાચી બિસ્કીટ બનાવવાની રીત | karachi biscuit recipe in gujarati

કરાચી બિસ્કીટ બનાવવાની રીત - karachi biscuit banavani rit - karachi biscuit recipe in gujarati
Image credit – Youtube/Cumin Curry
Advertisement

નમસ્તે મિત્રો  If you like the recipe do subscribe Cumin Curry YouTube channel on YouTube આજે આપણે કરાચી બિસ્કીટ બનાવવાની રીત – karachi biscuit banavani rit શીખીશું. આ બિસ્કીટ બધાને ખૂબ ભાવતા હોય છે આમ તો કરાચી બિસ્કીટ મેંદા માંથી બનતા હોય છે પણ આજ આપણે એને મેંદા ના લોટ થી નહિ પણ ઘઉં ના લોટ માંથી બનાવતા શીખીશું તો ચાલો જાણીએ karachi biscuit recipe in gujarati બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

કરાચી બિસ્કીટ બનાવવા જરૂરી સામગ્રી | karachi biscuit recipe ingredients

  • ઘઉંનો લોટ 1 કપ / મેંદા નો લોટ 1 કપ
  • ઘી 5 ચમચી
  • પીસેલી ખાંડ 10 ચમચી
  • કાજુના કટકા 2 +1 ચમચી
  • પિસ્તા ના કટકા 2 +1 ચમચી
  • બદામના કટકા 2 +1 ચમચી
  • એલચી પાઉડર ½ ચમચી
  • મિલ્ક પાઉડર 2 ચમચી
  • બેકિંગ પાઉડર ½ ચમચી
  • વેનીલા કસ્ટર પાઉડર 2 ચમચી (ઓપ્શનલ છે)
  • પાઈનેપલ એસેન્સ 4-5 ટીપાં / વેનીલા એસન્સ 4-5 ટીપાં
  • ટૂટી ફૂટી ¼ કપ
  • દૂધ 2 ચમચી
  • ઘી 1 ચમચી
  • રેપ / પ્લાસ્ટિક

કરાચી બિસ્કીટ બનાવવાની રીત | karachi biscuit recipe in gujarati

કરાચી બિસ્કીટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં જામેલું ઘી લ્યો એમાં પીસેલી ખાંડ નાખી ને બરોબર દસ બાર મિનિટ સુધી એક સાઈડ મિક્સ કરી લ્યો જ્યાં સુધી એનો રંગ સફેદ થઈ જાય ને એમાં બરોબર હવા ભરાઇ જાય ત્યાં સુધી મિક્સ કરવું  ( તમે અને બીટર થી બીટ કરી શકો છો અથવા વ્હિસ્પિ પણ કરી શકો છો)

હવે એમાં ઘઉંનો લોટ ચારી ને નાખો સાથે કાજુના કટકા 2 ચમચી, પિસ્તા ના કટકા 2 ચમચી, બદામના કટકા 2 ચમચી, એલચી પાઉડર ½ ચમચી, મિલ્ક પાઉડર 2 ચમચી, બેકિંગ પાઉડર ½ ચમચી, વેનીલા કસ્ટર પાઉડર 2 ચમચી (ઓપ્શનલ છે), પાઈનેપલ એસેન્સ 4-5 ટીપાં / વેનીલા એસન્સ 4-5 ટીપાં અને ટૂટી ફૂટી ¼ કપ નાખી ને હલકા હાથે મિક્સ કરી એક સાથે ભેગુ કરો

Advertisement

જો તમને ભેગુ કરવામાં તકલીફ પડતી હોય તો એક ચમચી રૂમ ટેમ્પ્રેચેર દૂધ નાખી હલકા હાથે મિક્સ કરી ને ભેગુ કરો હવે એક પ્લાસ્ટિક અથવા પ્લાસ્ટિક રેપ આવે એ લો ને એમાં તૈયાર મિશ્રણ નાખી રોલ વારી બને બાજુ થી દબવતા  જઈ જો ગોળ બિસ્કીટ બનાવવા હોય તો ગોળ ને જો ચોરસ બિસ્કીટ બનાવવા હોય તો ચોરસ આકાર આપતા જઈ દબાવી ને પેક કરતા જાઓ

જ્યારે બરોબર દબાવી લ્યો ને રેપ માં વચ્ચે જગ્યા નથી ને બરોબર દબાવી લીધો છે એલે બને બાજુ ને સેલોટેપ કે રબર થી પેક કરી નાખો ને તૈયાર રોલ ને ફ્રીઝ માં કલાક થી દોઢ બે કલાક મૂકી સેટ થવા દયો ( જો ફ્રીઝ હાઈ કૂલિંગ હસે તો કલાક માં સેટ થઈ જશે નકર બે કલાક માં સેટ થશે)

બિસ્કીટ સેટ થાય ત્યાં સુધી માં જો તમારા પાસે બટર પેપર ના હોય તો કોરું પેપર લઈ એના પર ઘી કે તેલ લગાવી ને બટર પેપર તૈયાર કરી લ્યો ને એક વાટકીમાં નવશેકું દૂધ બે ચમચી ને એમાં ઘી નાંખી ને મિશ્રણ તૈયાર કરી રાખો

જો તમે કડાઈમાં બેક કરવા ના હો તો જાડા તળિયાવાળી કડાઈ કે તપેલી લેવી ને કડાઈ ને બિસ્કીટ ને કટ કરવા કાઢો એ પહેલા દસ મિનિટ કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરી લેવી

એક કલાક પછી દબાવી જોવો જો કડક થઇ ગયો હોય રોલ તો કાઢી લ્યો ને ધારદાર ચાકુ થી એક સેન્ટીમીટર ના કટકા કરી લ્યો ને કટકા ને બટર પેપર વાળી ડીશ માં મૂકી ને એના પર ઘી દૂધ ની બ્રશ લગાવી જો કડાઈમાં મુકોડ ને ઢાંકી ને સાવ ધીમા તાપે પંદર વીસ મિનિટ સુધી બેક કરવા મૂકો પંદર મિનિટ પછી એક વખત ચેક કરી લ્યો જો ગોલ્ડન બ્રાઉન થઈ ગયા હોય તો કાઢી લ્યો

એમ જો ઓવેન માં મૂકો તો એને દસ મિનિટ 170 ડિગ્રી પ્રિહિટ કરી લ્યો ત્યાર બાદ ટ્રે માં મૂકેલ બિસ્કીટ પર ઘી દૂધના મિશ્રણ ને બ્રશ થી લગાવી ને 170 ડિગ્રી માટે પંદર મિનિટ બેક કરી શકો છો

બિસ્કીટ બરોબર ચડી જાય એટલે અને બહાર કાઢી ઠંડા થવા દયો ત્યાર બાદ એને બટર પેપર પર થી કાઢી ને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા તો તૈયાર છે કરાચી બિસ્કીટ

karachi biscuit banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cumin Curry ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

આલુ સેન્ડવીચ બનાવવાની રીત | બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત | aloo sandwich banavani rit

સોજી ના સક્કરપારા બનાવવાની રીત | soji na shakarpara banavani rit | soji na shakarpara recipe gujarati

કુરકુરી ગુવાર ફળી બનાવવાની રીત | kurkuri guvar fali banavani rit | kurkuri guvar recipe in gujarati

તંદુરી ફુદીના ચટણી બનાવવાની રીત | tandoori pudina chutney banavani rit | tandoori pudina chutney recipe in gujarati

મેગી નો મસાલો બનાવવાની રીત | megi no masalo banavani rit | megi no masalo recipe in gujarati

પૌવા ના વડા બનાવવાની રીત | poha na vada banavani rit | poha na vada recipe in gujarati

કેરી ની કઢી બનાવવાની રીત | keri ni kadhi banavani rit | keri ni kadhi recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement