સોજી મેંદા ની બરફી બનાવવાની રીત | soji menda ni barfi banavani rit | suji manda ni barfi recipe in gujarati

સોજી મેંદા ની બરફી બનાવવાની રીત - soji menda ni barfi banavani rit - suji manda ni barfi banavani rit - suji manda ni barfi recipe in gujarati
Image credit – Youtube/Nilu's kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજ આપણે સોજી મેંદા ની  બરફી બનાવવાની રીત – soji menda ni barfi banavani rit શીખીશું. do subscribe Nilu’s kitchen YouTube channel on YouTube  If you like the recipe આ મીઠાઈ ખૂબ ઓછી સામગ્રી અને ઓછા ખર્ચે તૈયાર થઇ જાય છે ને બજાર માં મળતી ભેળસેળ વારી મીઠાઈ કરતા ખૂબ સારી છે તો ચાલો જાણીએ suji manda ni barfi recipe in gujarati – સોજી મેંદાની બરફી મીઠાઈ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

સોજી મેંદા ની બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદા નો લોટ / ઘઉંનો લોટ 1 કપ
  • સોજી 1 કપ
  • મિલ્ક પાઉડર / મોરો માવો છીણેલો 1 કપ
  • દૂધ ¾ કપ
  • ઘી ¼ કપ
  • એલચી પાઉડર 1 ચમચી
  • ચપટી મીઠું
  • ખાંડ 1 ¼ કપ
  • પાણી ⅓ કપ
  • ફૂડ કલર 2-3 ટીપાં / ચપટી
  • ગુલાબ નું એસેન્સ ¼ ચમચી
  • પિસ્તા / કાજુ / બદામ ની કતરણ 1-2 ચપટી
  • તરવા માટે ઘી / તેલ

સોજી મેંદા ની  બરફી બનાવવાની રીત | suji manda ni barfi recipe in gujarati

સોજી મેંદાની બરફી મીઠાઈ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સોજી ને સાફ કરી નાખો સાથે ચપટી મીઠું ને ઘી નાખી હાથ થી મસળીને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ કરી દૂધ નાખી નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને દસ પંદર મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો અને એક થાળી કે મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો

પંદર મિનિટ પછી પાછો લોટ ને મસળી લ્યો ને એમાં થી લાંબા લાંબા પાંચ છ ગોળ રોલ બનાવી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી / તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ રોલ નાખી ધીમા તાપે થોડી થોડી વારે ફેરવી ફેરવી ને હલકા ગોલ્ડન રંગના તરી લ્યો

Advertisement

રોલ બરોબર તરી લીધા બાદ કાઢી લ્યો ને બીજા રોલ ને પણ ધીમા તાપે હલકા ગોલ્ડન તરી લ્યો ને બધા તરેલા રોલ ને ઠંડા થવા દયો ત્યાર બાદ એના ટુકડા કરી ને મિક્સર જારમાં નાખી પીસી ને પાઉડર કરી લ્યો અને ચારણી થી ચાળી લ્યો જેથી કોઈ મોટા કણ રહી ગયા હોય એ અલગ થઈ જાય ને એને ફરી પીસી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી ને ખાંડ ને ઓગળે ત્યાં સુંધી હલાવી લ્યો ત્યાર બાદ એમાં એક બે ચમચી દૂધ નાખી એમાંથી કચરો અલગ થાય એ કાઢી લ્યો ત્યાર બાદ એની એક તાર ચાસણી તૈયાર કરો ચાસણી એક તાર ની થાય એટલે એમાં ચાળી રાખેલ મિશ્રણ નાખી ને મિક્સ કરી લ્યો

ચાસણી ને મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો સાથે એમાં મિલ્ક પાઉડર પણ નાખી મિક્સ કરી હલાવતા રહો ને ગેસ ને ધીમો અથવા મિડીયમ રાખી ને મિશ્રણ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો ને મિશ્રણ કડાઈ મુકવા લાગે  એટલે એક થાળી કે મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી એમાં તૈયાર કરેલ મિશ્રણ માંથી અડધું મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લ્યો

હવે કડાઈમાં રહેલ બીજા મિશ્રણ માં ગુલાબી ફૂડ  કલર (અહી તમે તમારી પસંદ ના ફૂડ કલર નાખી શકો છો ને એ પ્રમાણે એસેન્શ પણ નાખવું) અને ગુલાબ એસેંસ નાખી ધીમા તાપે મિશ્રણ માં રંગ બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને પહેલા ફેલાવેલ મિશ્રણ પર નાખી એને પણ એક સરખું ફેલાવી નાખો ને બરફી ને ઠંડી થવા એકાદ કલાક મૂકી દયો

બરફી સાવ ઠંડી થાય એટલે એને ડીમોલ્ડ કરી એના મનગમતા આકારમાં ચોરસ કે ત્રિકોણ કટકા કરી લ્યો ને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ લગાવી દયો તો તૈયાર છે સોજી મેંદાની બરફી મીઠાઈ.

soji menda ni barfi banavani rit | suji manda ni barfi banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nilu’s kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પારસી માવા કેક બનાવવાની રીત | parsi mawa cake banavani rit | parsi mawa cake recipe gujarati

મેથી મકાઈ ના લોટ ના પરોઠા | Methi makai na lot na parotha banavani rit

છોલે પાલક પુલાવ બનાવવાની રીત | chole palak pulao banavani rit | chole palak pulao recipe in gujarati

મમરા ના પૌવા બનાવવાની રીત | mamra na pauva banavani rit | mamra na pauva recipe in gujarati

તુવેર ના ટોઠા બનાવવાની રીત | tuver na thotha banavani rit | tuver na thotha recipe in gujarati

મગદાળના લાડુ બનાવવાની રીત | magdal na laddu recipe in gujarati | magdal na ladva banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement