ખાલી પેટે તુલસીનું સેવન કરવાના ફાયદા | Tulsi Na Fayda

Tulsi na fayda in Gujarati - Tulsi Benefits in Gujarati - તુલસી ના ફાયદા
Advertisement

સામાન્ય રીતે આપણા દરેકના ઘરે તુલસીનું એક છોડ તો મળી જ આવે છે અને અને આયુર્વેદની અંદર તેને એક ઉત્તમ દવા તરીકે ઓળખવામાં આવે છે જે આપણે શરદી ઉધરસ જેવી સમસ્યાઓમાં તેને ચા મા ઉમેરીને તેનું સેવન કરીએ છીએ તો ચાલો આ સિવાય ખાલી પેટે તુલસીનું સેવન કરવાના કેટલાક ફાયદા વિષે જણાવીએ – તુલસી ના ફાયદા – Tulsi na Fayda in Gujarati, Tulsi Benefits in Gujarati.

તુલસી ના ફાયદા – Tulsi na Fayda in Gujarati

સવારના ભાગમાં ખાલી પેટે તુલસીનું સેવન કરવામાં આવે તો તેને સૌથી ઉત્તમ ગણવામાં આવે છે જો તમને ખાલી પેટ તુલસીનું સેવન કરવાના ફાયદા વિશે ખબર ના હોય તો આ લેખ પૂરેપૂરો વાંચવા વિનંતી

સામાન્ય રીતે તુલસી જો ખાલી પેટે સેવન કરવામાં આવે તો તે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવા મદદ કરે છે પાચન ક્રિયા સારી કરવામાં મદદ કરે છે

Advertisement

ડાયાબિટીસ કંટ્રોલમાં કરવામાં મદદ કરે છે અને આપણા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

કેવી રીતે કરવું તુલસીનું સેવન

જો તમે ઈચ્છો તો સીધું જ તુલસીના પાનાને ધોઈ તેનું સેવન કરી શકો છો, Tulsi Benefits in Gujarati.

તુલસીની ચા બનાવીને, તુલસી બનાવવા માટે ૨ કપ પાણી ની અંદર થોડા તુલસી ઉમેરી તેને ઉકાળી તેનું તમે સેવન કરી શકો છો,

જો ઈચ્છો તો તેની અંદર થોડું મધ ઉમેરી પણ શકો છો

Tulsi Benefits in Gujarati

ડાયાબીટીસ માટે તુલસી

તુલસીના પાંદડા ની અંદર ખૂબ જરૂરી યુજેનોલ ( Eugenol ), કેરીઓફિલીન ( Caryophyllene ), મેથિલ યુજેનોલ( Methyl Eugenol ) હોય છે

આ ઘટકો આપણા શરીરની અંદર બીટા કોશિકાઓ ને સુધારવામાં મદદ કરે છે જે આપણા શરીરની અંદર ઇન્સ્યુલિન બનાવવા માટે મદદ કરે છે

આપણા શરીરની અંદર યોગ્ય પ્રમાણમાં ઇન્સ્યુલિન બને તો સુગરનું પણ ઓછું કરવામાં મદદ થાય છે

મોઢાની દુર્ગંધ માટે તુલસી

મોઢામાંથી દુર્ગંધ દૂર કરવા માટે તુલસીના પાંદડા ની પેસ્ટ બનાવી તેની અંદર થોડું સરસવનું તેલ ઉમેરી અને આ પેસ્ટ તમારા દાંત પર લગાવવાથી દાંત ને ફાયદો કરે છે

તેમજ મોઢામાંથી દુર્ગંધ દૂર થાય છે તેમજ તેની અંદર એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ઘણા બધા બેક્ટેરિયાથી આપણું રક્ષણ કરે છે

ફેફસા માટે તુલસી

તુલસીના પાંદડા ની અંદર વિટામીન સી, યુજેનોલ અને કેફીન સારી માત્રામાં હોય છે જેને કારણે આપણા ફેફસા ને ઘણાબધા સંક્રમણો થી બચાવે છે. – તુલસી ના ફાયદા

સ્કિન માટે તુલસી

જો તમે ઈચ્છો તો સીધો સ્કિન પર તુલસીનું પેસ્ટ લગાવી શકો છો અથવા તો તેનું સેવન કરીને પણ તમે ખીલ જેવી સમસ્યાઓ માં પણ ફાયદો કરે છે – Tulsi na Fayda in Gujarati

શરદીની સમસ્યા મા તુલસી

શરદી થવી એ શિયાળામાં એક પ્રકારની નાનકડી સમસ્યા ગણવામાં આવે છે આપણે શરદી થાય ત્યારે તુલસીની ચાય અથવા તો તુલસીનું સેવન કરીએ છીએ ત્યારે તુલસી ની અંદર રહેલા એન્ટિ-માઇક્રોબિયલ શરદીને જલ્દીથી મટાડવામાં મદદ કરે છે.

પાચનતંત્ર માટે તુલસી

જો તમે નિયમિત તુલસીનું સેવન કરો છો તો તમારા શરીરની અંદર પીએચ નું સ્તર જળવાઈ રહે છે અને શરીરની અંદર એસિડ તત્વો ને પણ કંટ્રોલ કરવામાં આ તુલસી મદદરૂપ થાય છે જેથી તમારું પાચનતંત્ર સ્વસ્થ રહે છે

હૃદય માટે તુલસી

તમારા હૃદય મેં સ્વસ્થ અને મજબૂત રાખવા માટે તુલસી નું સેવન કરવું જોઈએ તુલસીના પાંદડા ની અંદર યુજેનોલ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે

તે આપણા શરીરની અંદર હાઇ બીપી અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે આવી રીતે તુલસીનું સેવન કરવાથી તમે તમારા હૃદયને સ્વસ્થ રાખી શકો છો

તુલસી થી થતા નુકસાન

જો તમે ખૂબ જ વધારે પ્રમાણમાં તુલસીના પાનનું સેવન કરો છો તો ઘણી બધી વ્યક્તિઓને ઊલટી અને ઉબકા આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

તુલસી ના સેવન ને સંબધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

તુલસીના કેટલા પ્રકાર છે?

તુલસી બે પ્રકાર ની હોય છે. રામ તુલસી અને શ્યામ તુલસી.

દરરોજ કેટલા તુલસીના પાંદ ખાઈ શકાય?

ભૂખ્યા પેટે પાંચ તુલસીના પાંદ ખાવાથી પેટ ની સમસ્યાઓમાં રાહત મળે છે. તેનાથી ગેસ થતો નથી, અને પેટ ફૂલવાની સમસ્યા પણ થતી નથી. પાચનતંત્ર મજબૂત બને છે.

તુલસી પાંદ ખાવાથી શું ફાયદા થાય છે?

તુલસી પાંદ ખાવાથી ઘણી બધી બીમારીઓથી દૂર રહી શકાય છે. શરદી, ઉધરસ, પાચનશક્તિ વધારી શકાય છે, ઈમ્યુંનીટી વધારવામાં મદદ કરે છે.

તુલસી ના પાંદ વધારે ખાવાથી શું નુકસાન થાય?

તુલસી પાંદ વધારે ખાવાથી લોહી પાતળું થઇ શકે છે. જે વ્યક્તિઓ લોહી પાતળું કરવાની દવાઈ લેતા હોય તેઓએ તુલસીનું સેવા કરવું નહિ.

ભૂખ્યા પેટે તુલસી પાંદ ખાવાથી શું થાય?

તુલસીમાં કાર્બોહાઈડ્રેટ અને પાચન ક્રિયા માં ફાયદો થાય છે. શરદી અને ઉધરસ માં દરરોજ એક તુલસી પાંદ ખાવાથી ખુબ જ ફાયદો થાય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

જાણો ખાલી પેટે શું ખાવું અને શું ના ખાવું

નાળિયેર પાણીના ફાયદા | નારિયેળ પાણી નુકશાન | નારિયેળ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | નારિયેળ ના તેલ નો વિવિધ રીતે ઉપયોગ | Nariyal na fayda | Nariyal pani na fayda | cocont water benefits in Gujarati

ખાલી પેટે લીમડા ના પાન નું સેવન કરવાના ફાયદા | limda na pan na fayda in Gujarati | Neem leaves benefits in Gujarati

 કોરોના(Corona) ના સંકટમા આ 5 ઔષધિ(herbs) તમારી immunity સિસ્ટમ ને બુસ્ટ કરશે

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement