અફલાતુન મીઠાઈ બનાવવાની રીત | aflatoon mithai banavani rit

અફલાતુન મીઠાઈ બનાવવાની રીત - aflatoon mithai banavani rit - Aflatoon Barfi banavani rit - Aflatoon Barfi recipe in gujarati
Image credit – Youtube/NishaMadhulika
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે અફલાતૂન મીઠાઈ બનાવવાની રીત – aflatoon mithai banavani rit શીખીશું. do subscribe NishaMadhulika YouTube channel on YouTube  If you like the recipe આ એક મુંબઈ ની પ્રખ્યાત મીઠાઈ છે જે એક પ્રકારનો હલવો છે જે મુંબઈ બાજુ નાના મોટા પ્રસંગો માં ઘણી બનતી હોય છે તો આજ આપણે ઘરે આ મીઠાઈ બનાવવાની સરળ રીત શીખીએ તો ચાલો જાણીએ Aflatoon Barfi banavani rit – Aflatoon Barfi recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

અફલાતુન બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • ઘી ½ કપ
  • મોરો માવો છીણેલો 1 કપ
  • સોજી ½ કપ
  • મિલ્ક પાઉડર 1 કપ
  • ખાંડ ½ કપ
  • પિસ્તા ની કતરણ 3-4 ચમચી
  • કાજુ ની કતરણ 5-6 ચમચી
  • બદામ ની કતરણ 5-6 ચમચી
  • ફૂલ ક્રીમ દૂધ 1 કપ
  • એલચી પાઉડર ½ ચમચી

અફલાતુન મીઠાઈ બનાવવાની રીત | Aflatoon Barfi recipe in gujarati

અફલાતૂન મીઠાઈ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં સોજી નાખી ને મિડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાર સુંધી શેકી લ્યો સોજી ગોલ્ડન થાય એટલે એમાં ખાંડ અને મિલ્ક પાઉડર નાખી ને બરોબર મિક્સ કરી ને પાંચ સાત મિનિટ ધીમા તાપે શેકી લેશું

મિશ્રણ માં હવે થોડા કાજુની કતરણ, બદામ ની કતરણ નાખી ને શેકી લેવા મિશ્રણ ને ધીમા તાપે દસ મિનિટ શેકી લીધા બાદ એમાં એલચી પાઉડર, છીણેલો માવો ને દૂધ નાખી ને મિક્સ કરી લ્યો ને હલાવતા રહો જ્યાં સુંધી મિશ્રણ એક સાથે થાય અથવા કડાઈ મુકવા લાગે ત્યાર સુંધી હલાવી ને શેકવું

Advertisement

મિશ્રણ બરોબર શેકાઈ જાય ને ઘી અલગ થવા લાગે ત્યાં સુંધી આશરે પંદર મિનિટ સુધી શેકતા રહો ને બરોબર શેકાઈ જાય ને ઘી અલગ થાય એટલે ગ્રીસ કરેલ થાળી માં નાખો ને એક સરખું ફેલાવી લ્યો અને ઉપર પિસ્તા, કાજુ બદામ ની કતરણ છાંટી ને દબાવી ને ઠંડા થવા મૂકો

બે ત્રણ કલાક માં ઠંડી થાય ત્યાં બાદ ચાકુ થી એના કટકા કરી લ્યો ને ડબ્બા ભરી લ્યો અથવા પ્લાસ્ટિક માં રેપ કરી સાચવી શકો છો ને આઠ દસ દિવસ મજા લ્યો અફલાતૂન મીઠાઈ.

Aflatoon Barfi banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર NishaMadhulika ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બાજરી ના લોટ ના ઢોસા બનાવવાની રીત | Bajri na lot na dhosa banavani rit

ઘઉં ના લોટ ની તંદુરી રોટલી બનાવવાની રીત | ghau na lot ni tandoori rotli banavani rit

સોજી બટાકાની મસાલા પૂરી બનાવવાની રીત | suji batata ni masala puri banavani rit

આંબલીની કેન્ડી બનાવવાની રીત | aambli ni kendi banavani rit | aambli kendi recipe in gujarati

દાળ પાલક બનાવવાની રીત | dal palak recipe in gujarati | dal palak banavani rit

મસૂરની દાળ બનાવવાની રીત | masur ni dal banavani rit | masur ni dal recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement