આંબલીની કેન્ડી બનાવવાની રીત | aambli ni kendi banavani rit recipe

આંબલીની કેન્ડી બનાવવાની રીત - ખાટી આંબલી ની કેન્ડી બનાવવાની રીત - aambli ni kendi banavani rit - aambli ni candy recipe in gujarati
Image credit – Youtube/RICHI's Flavor Feast
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  RICHI’s Flavor Feast YouTube channel on YouTube  આજે આપણે આંબલીની કેન્ડી બનાવવાની રીત શીખીશું. આ આંબલી કેન્ડી ને ગટાગટ પણ કહેતા ને 80-90 ના દાયકા માં જન્મેલા દરેક બાળકની પસંદીદા કેન્ડી હતી  તો આજ તમે પોતે પોતાના બાળપણ ને ફરી તાજો કરો ને તમારા બાળકો કે પોત્રા પોત્રી કે દોહિત્રી દોહિત્રા ને પણ રૂબરૂ કરવો તમારા બાળપણથી ને આ કેન્ડી ના  સ્વાદથી  જેનો સ્વાદ આજ પણ દરેક ને યાદ હસે તો ચાલો આજ એજ કેન્ડી ઘરે બનાવવાની રીત aambli ni kendi banavani rit, aambli ni candy recipe in gujarati શીખીએ જેના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.

આંબલીની કેન્ડી બનાવવા જરૂરી સામગ્રી | aambli ni candy recipe ingredients

  • આંબલી 100 ગ્રામ
  • ગોળ 100 ગ્રામ
  • ખજૂર 5-6
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • શેકેલા જીરું પાઉડર 1 ચમચી
  • સંચળ 1 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • ઘી 1 -2 ચમચી
  • પાણી જરૂર મુજબ

ખાટી આંબલીની કેન્ડી બનાવવાની રીત | aambli ni candy recipe in gujarati

આંબલી કેન્ડી બનાવવા સૌપ્રથમ આંબલીના બીજ કાઢી નાખવા ત્યાર બાદ એક થી દોઢ કપ પાણી ગરમ કરો ને ગરમ પાણી માં આંબલી ને ખજૂર ના ઠડિયા કાઢી પલળવા એક બે કલાક મૂકો

બે કલાક પછી પલાળેલી આંબલી ને મિક્સર જારમાં લઈ પીસી ને સમૂથ પેસ્ટ બનાવી લો ને પેસ્ટ ને ચારણી થી ચારી લ્યો જેથી આંબલીના રેસા નીકળી જાય

Advertisement

હવે ગેસ પર એક કડાઈમાં ચારી રાખેલ આંબલી પેસ્ટ નાખો નાખો ને ધીમા તાપે હલાવતા રહી મિક્સ કરો પાંચ મિનિટ બાદ એમાં સુધારેલ ગોળ નાખી ફરી મિક્સ કરી હલવો

હવે એમાં લાલ મરચાનો પાઉડર,  શેકલા જીરુંનો પાઉડર, સંચળ ને ચાર્ટ મસાલો નાખી મિક્સ કરો ને ચડાવો

મિશ્રણ થોડુ ઘટ્ટ થવા લાગે એટલે એક ચમચી ઘી નાખી મિક્સ કરો ને ફરી પાંચ સાત મિનિટ સુધી ચડવા દો મિશ્રણ જ્યારે કડાઈ મૂકી દે ને ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દેવું

આંબલી નું મિશ્રણ સાવ ઠંડુ થઈ જાય એટલે હાથ પર થોડું ઘી લગાવી જે સાઇઝ ની ગોળી બનાવવી હોય એ સાઇઝ ની ગોળી બનાવી ખાંડ ના ભૂકામાં બધી બાજુ ફેરવી એક વાસણમાં મૂકતા જાઓ આમ બધી ગોળી તૈયાર કરતા જાઓ ને ખાંડ ના ભૂકામાં મૂકી ખાંડ નું કોટિગ કરતા જાઓ( ખાંડ ના ભૂકા નું કોટીંગ કરવાથી ગોળી એક બીજામાં ચોટસે નહિ)

જો તમે ચાહો તો એક એક ગોળી ને પ્લાસ્ટિક રેપ પણ કરી શકો છો

આમ બધી આંબલી કેન્ડી તૈયાર થઈ જાય એટેલ એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને બચપણ ની મજા લ્યો ને તમારા બાળકોને પણ તમારા બચપણ થી રૂબરૂ કરવો આંબલી કેન્ડી

ખાટી આંબલીની કેન્ડી | khati amli ni kendi banavani rit | aambli ni candy recipe in gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર RICHI’s Flavor Feas  ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

વેજ લેમન કોરીયંડર સૂપ બનાવવાની રીત | vej lemon coriender soup recipe

પલક પનીર બનાવવાની રીત | palak paneer recipe in Gujarati

બ્રેડ પકોડા બનાવવાની રીત | Bread pakoda recipe in gujarati | Bread pakoda banavani rit

ભટુરે બનાવવાની રીત | bhature banavvani rit | Bhature recipe in gujarati

રવા મસાલા ઢોસા બનાવવાની રીત | rava masala dosa banavani rit | rava masala dosa recipe in gujarati

પાલક ના ફાયદા અને નુકશાન | palak na fayda | palak benefits in Gujarati

પંજાબી રાજમાં બનાવવાની રીત | Panjabi rajma recipe in Gujarati

વેજ કોલ્હાપુરી બનાવવાની રીત | Veg Kolhapuri recipe in Gujarati

મસાલા પાવ સાથે પાવભાજી બનાવવાની રીત | pav bhaji recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement