પંજાબી રાજમા બનાવવાની રીત

Panjabi Rajma recipe in Gujarati - પંજાબી રાજમા - Rajma chaval Recipe
Image - Youtube - Your Food Lab
Advertisement

નમસ્તે મિત્રો આજ આપણે બનાવીશું Yummy પંજાબી રાજમા ( Panjabi Rajma )  જે ઘર ના તમામ સભ્યો ને ખુબજ પસંદ આવશે,punjabi rajma recipe in Gujarati.

Panjabi Rajma Recipe

પંજાબી રાજમા બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે.

  • ૧ કપ રાજમા
  • ૩-૪ ડુંગરી
  • ૨-૩ ટામેટા
  • ૨ -૩ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨ ચમચી ધાણાજીરૂ નો ભૂકો
  • ૧-૨ ચમચી લાલ મરચા નો ભૂકો
  • પા ચમચી હળદર
  • ૨-૩ ચમચી સૂકી મેથી
  • ૧ ચમચી ગરમ મસાલો
  • તેલ જરૂર મુજબ

punjabi rajma recipe in Gujarati

Panjabi Rajma in gujarati બનવા માટે સૌપ્રથમ એક વાસણ માં રાજમા લઈ તેને પાણી થી ધોઈ પાણી નાખી ૫-૬ કલાક પલાળી નાખો. રાજમા પલળી જાય એટલે તેનું પાણી કાઢી કુકર માં રાજમા બાફવા જેટલું પાણી નાખી જરૂર મુજબ નું મીઠું નાખી રાજમા બાફી લ્યો.

પંજાબી રાજમા બનાવવા એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં જીની લાંબી સુધારેલી ડુંગરી ને બ્રાઉન થાય ત્યાં સુધી તળી લ્યો ડુંગળી તરાઈ જાય એટલે તેમાં થી વધારાનું તેલ કાઢી ને ઠંડી થવા દયો ઠંડી થાય એટલે તેને મીક્સચર જાર માં જરૂર મુજબ પાણી નાખી ઘટ્ટ પેસ્ટ બનાવી લ્યો.

Advertisement

 હવે Panjabi Rajma માટે ટમેટા ની પણ પેસ્ટ બનાવી ને તૈયાર કરી લ્યો. બધી જ સામગ્રી તૈયાર થઈ જાય એટલે જેમાં ડુંગળી તરેલ હતી તેજ તેલ ને ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી ૨-૩ મિનિટ સેકો શેકાઈ ગયા પછી તેમાં પીસેલા ટમેટા  ની પેસ્ટ નાખી થોડું મીઠું નાખી તેલ છૂટું થાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકી  સેકો ટમેટા બરોબર શેકાઈ જાય એટલે તેમાં હરદર, ધાણા જીરું નો ભૂકો, લાલ મરચા નો ભૂકો નાખી હલાવો

ત્યારબાદ  તેમાં તરેલી ડુંગરી ની પેસ્ટ નાખી ફરી ૧૦-૧૫ મિનિટ સેકો બરોબર શેકાઈ જાય એટલે તેમાં બાફેલા રાજમા નાખી ફરી ૧૫-૨૦ મિનિટ ધીમા તાપે ચડવા દયો જેથી રાજમા ની ગ્રેવી ઘટ્ટ થાય રાજમા બરોબર મિક્સ થઈ ચડી જાય પછી તેમાં ગરમ મસાલો કસૂરી મેથી ને જરૂર લાગે તો મીઠું નાખી છેલ્લે લીલા ધાણા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ ભાત કે રોટલી સાથે સ્વાદ માણો Panjabi Rajma Recipe in Gujarati નો.

પંજાબી રાજમા રેસીપી વિડીયો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

શિયાળામાં બનાવો પંજાબી પીની જેમાં સ્વાસ્થ્ય ને ફાયદાકારક અખરોટ, કીસમીસ, ગુંદ, મગતરી, ઘઉં, એલચી જેવી ઘણી વસ્તુ છે

પાલક પનીર બનાવવાની રીત | પલક પનીર રેસીપી | palak paneer recipe in gujarati

છોલે ભટુરે બનાવવાની રીત | chole bhature banavani rit | chole bhature recipe in gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement