અમૃતસરી છોલે રેસીપી

Amritsari Choley recipe in Gujarati - અમૃતસરી છોલે રેસીપી - Amritsari Choley
Image - Youtube - Chef Ranveer
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ અમૃતસરી છોલે, જેને જોઈ ને દરેક માં મોઢામાં પાણી આવી જશે, તો ચાલો જોઈએ અમૃતસરી છોલે રેસીપી, Amritsari Choley recipe in Gujarati.

અમૃતસરી છોલે બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે – Amritsari Choley ingredients 

  • ૧ કપ ધોઈ ૬-૭ કલાક પલાળી મુકેલ કાબુલી ચણા
  • ૧ ચમચી ચા
  • ૧-૨  તમાલપત્ર ના પાન એક ટુકડો તજ
  • ૨-૩  સુકા લાલ મરચા
  • ૧ થી ૨ ડુંગળી ઝીણી સુધારેલી
  • ૧-૨ ટામેટા જીના સુધારેલ
  • પા ચમચી હળદર
  • ૧ ચમચી લાલ મરચા નો પાવડર
  • ૧-૨ ચમચી ધાણા જીરું નો પાવડર
  • મીઠું સ્વાદાનુસાર
  •  ૧ ચમચી આદુ-લસણની પેસ્ટ
  • છોલે ગરમ મસાલો
  • ધી/તેલ જરૂર પ્રમાણે
  • પાણી જરૂર મુજબ
  • ૧-૨ ચમચી સુકેલા દાડમ ના દાણા(ઓપસ્શનલ)

અમૃતસરી છોલે રેસીપી – Amritsari Choley recipe in Gujarati

અમૃતસરી છોલે બનાવવા સૌપ્રથમ ગેસ પર એક ઉપર મૂકી તેમાં પાણી ગરમ મૂકો ત્યારબાદ તેમાં પલાળેલા કબૂલી ચણા નાખો તેમજ એક કપડામાં આખા સૂકા લાલ મરચા, તમાલપત્રના પાન, તજ નો ટુકડો તેમજ ચા ભૂકી નાખી પોટલી બનાવી કુકરમાં રાખો તેમજ સ્વાદ મુજબ મીઠું નાખી કૂકરના ઢાંકણ ઢાંકી ત્રણથી ચાર સીટી વગાડો,

ત્યારબાદ પાંચથી દસ મિનિટ ધીમે તાપે ચડવા ગઈ ગેસ બંધ કરી દો અને કુકર ને ઠંડુ થવા દો,છોલે માટે હવે એક કડાઈમાં બેથી ત્રણ ચમચી ઘી અથવા તેલ લઇ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્રના પણ આખા લાલ મરચા જીરુ નાખી સાંતળો ત્યારબાદ તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી હલાવો,

Advertisement

તેમાં સુધારેલી ડુંગળી નાખી ચારથી પાંચ મિનિટ સાંતળો ડુંગળી થોડી સંતળાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાંનો ભૂકો ધાણાજીરું નો ભૂકો અને જરૂર પ્રમાણે મીઠું નાખી ચારથી પાંચ મિનિટ શેકો.

ત્યારબાદ તેમાં ટામેટા નાખી ધીમા તાપે તેલ છૂટું થાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકીને ચડવા દો ગ્રેવી બરાબર ચઢી જાય એટલે તેમાં છોલે મસાલો નાખી બાફેલા કાબુલી ચણા માંથી પોટલી કાઢી ગ્રેવી સાથે મિક્સ કરી દો ત્યારબાદ ગેસ ધીમો કરી ધીમે તાપે ચડવા દો  (જો તમારા પાસે સુકાયેલા દાડમના દાણા પડ્યા હોય તો તેને  કુટી ને નાખો) ચણા બરોબર મિક્સ થઇ જાય એટલે મેસર વડે થોડા ચણા મેસ કરી ઘટ ગ્રેવી તૈયાર કરી લો છેલ્લે તેમાં લીલા ધાણા ઉમેરી ગેસ બંધ કરી દો તો તૈયાર છે છોલે.

અમૃતસરી છોલે રેસીપી વિડીયો 

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘરે બનાવો પંજાબી વેજ કોલ્હાપુરી(Veg Kolhapuri Recipe)

આ રીતે બનાવો દુધી ના હેલ્ધી મુઠીયા – Healthy Muthiya Recipe

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement