ઘરે બનાવો પંજાબી વેજ કોલ્હાપુરી

Veg Kolhapuri Recipe - વેજ કોલ્હાપુરી ,veg kolhapuri recipe in Gujarati
Image - youtube - Your Food Lab
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી Yummy શાક વેજ કોલ્હાપુરી ,veg kolhapuri recipe in Gujarati.

Veg Kolhapuri recipe

વેજ કોલ્હાપૂરી બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે

  • ત્રણ ચાર ચમચી તેલ
  • બે મીડિયમ બાફેલા બટાકા ના મોટા ટુકડા
  • અડધો કપ બાફેલી ફુલ ગોબી ના મોટા ટુકડા
  • અડધો કપ સુધારેલી ફણસી
  • અડધો કપ કાપેલા લીલા સિમલા મિર્ચ
  • અડધો કપ કાપેલા ગાજર
  • અડધો કપ વટાણા
  • ૨૫૦ ગ્રામ પનીર ના ટુકડા તેલ માં શેકેલા
  • ૨-૩ સ્લાઈસ કરેલી સુધારેલી ડુંગરી
  • ૧ નાનો ટુકડો આદુનો
  • સાત-આઠ કાજુના કટકા
  • એક ચમચી મગજતરીના બીજ
  • ચારથી પાંચ ટમાટર સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • એક ચમચી જીરું
  • એક ટુકડો તજ
  • ૧-૨ તમાલપત્ર
  • ૧-૨ ફૂલચક્રી
  • ૨-૩ લવિંગ –  મરી
  • ૪-૫ સૂકા આખા લલમાર્ચા
  • એક ચમચી ધાણજીરૂ નો ભૂકો
  • અડધી ચમચી હળદર
  • ૨-૩ ચમચી કસુરી મેથી
  • ગરમ મસાલો
  • લીલા ધાણા સુધારેલા
  • ૮ થી ૧૦ સૂકા સિમલા લાલ મરચાં ગરમ પાણીમાં ૧૦-૧૫ મિનિટ પલાળી ને રાખો ત્યાર બાદ એક મીક્સચેર જાર માં પલળેલા મરચા ને ૮-૧૦ કની લસણ નાખી પેસ્ટ બનાવી ને લેવો

વેજ કોલ્હાપુરી રેસીપી

વેજ કોલ્હાપૂરી – Veg Kolhapuri બનાવવા સૌપ્રથમ  એક કડાઈમાં ૧ થી ૨ ચમચી તેલ લઇ સૌપ્રથમ તેમાં બટાકા અને ફૂલકોબી ને પાંચથી સાત મિનિટ સાંતળવી સંતળાઈ જાય એટલે તેને એક અલગ વાસણમાં કાઢી લેવી ત્યારબાદ ફરી એ જ કડાઈમાં ફરી એક થી બે ચમચી તેલ ગરમ મૂકી તેમાં કેપ્સીકમ, ગાજર , બીંસ, વટાણા ને પાંચથી સાત મિનિટ સાંતળી લેવા સંતાઈ જાય એટલે તેને બટાકા ફૂલકોબી વારા વાસણમાં કાઢી લેવા

ગ્રેવી બનાવવા સૌપ્રથમ પહેલા વાળી કડાઈમાં બે ચમચી તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો ત્યારબાદ તેમાં આદુ નો કટકો, કાજુ મગતરી ના બીજ, ટમાટર ને મીઠું નાખી પાંચથી સાત મિનિટ સાંતળી લો બરોબર સંકળાઈ જાય ત્યારબાદ મિશ્રણને ઠંડું પાડી એક મિક્સર જારમાં સ્મૂથ ગ્રેવી બનાવી લો

Advertisement

 હવે એક કડાઈમાં ફરીથી બે ચમચી 13 અને બેથી ત્રણ ચમચી જેવું માખણ લઈ ગરમ કરો ગરમ થાય એટલે તેમાં જીરું લવિંગ મરી તમાલપત્ર તજ ચકરી ફુલ આખી એલચી અને લાલ મરચાં નાખી સાંતળો ત્યારબાદ તેમાં અગાઉ તૈયાર કરે લસણ મરચા વાળી પેસ્ટ નાખોબેસ્ટ માંથી તેલ છૂટું થાય ત્યાં સુધી તેને શેકો ત્યારબાદ તેમાં ધાણાજીરું ભૂકો લાલ મરચાનો ભૂકો હળદર નાખી હલાવો ત્યારબાદ તેમાં ડુંગળી ટમેટા વાળી બનાવેલી ગ્રેવી નાખી ૧૦ થી ૧૨ મિનિટ ચડાવો

ત્યારબાદ તેમાં બધા જ અગાઉ સેકલ શાકભાજી ને પનીર નાખો ને ગરમ મસાલો કસૂરી મેથી ને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ૫-૭ મિનિટ ચડવા દયો ત્યાર બાદ તેમાં એક કપ જેવું ગરમ પાણી નાખી ફરી ૪-૫ મિનિટ ચડાવો ને છેલ્લે લીંબુ નાખી ગેસ બંધ કરી બરોબર મિક્સ કરી ગરમ ગરમ લીલા ધાણા થી સજાવીને પીરસો.

Veg Kolhapuri રેસીપી વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

આ રીતે બનાવો જટપટ સ્વાદિષ્ટ વેજ પુલાવ કુકર મા

ઘરે બનાવો બહાર જેવા જ સ્વાદિષ્ટ વેજ પફ

ઘરે સરળતા થી મળી રહેતી સામગ્રી ની મદદથી બનાવો હેલ્ધી વેજ લેમન કોરિયાંડર સૂપ

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement