ગુલકંદ પેંડા બનાવવાની રીત | Gulkand penda banavani rit

ગુલકંદ પેંડા બનાવવાની રીત - Gulkand penda banavani rit - Gulkand penda recipe in gujarati
Image credit – Youtube/Manisha Bharani's Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ગુલકંદ પેંડા બનાવવાની રીત – Gulkand penda banavani rit શીખીશું. આ પેંડા તમે દિવાળી, રક્ષાબંધન પર અથવા બીજા કોઈ પણ તહેવાર કે પ્રસંગ પર બનાવી ને તૈયાર કરી શકો છો, do subscribe Manisha Bharani’s Kitchen YouTube channel on YouTube If you like the recipe , જે ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે ને એક વખત બનાવી ને ખવડાવશો તો બીજી વખત ચોક્કસ બનાવવા કહેશે તો ચાલો જાણીએ Gulkand penda recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ગુલકંદ પેંડા બનાવવા જરૂરી સામગ્રી

  • વ્હાઈટ ચોકલેટ 1 કપ +1 ચમચી
  • ગુલકંદ 1 કપ
  • ક્રીમ ½ કપ
  • બદામ, પિસ્તા અને બદામ ¼ કપ
  • લાલ ફૂડ કલર 2-3 ટીપાં

ગાર્નિશ માટેની સામગ્રી

  • કાજુ પીસેલા 2 ચમચી
  • સોનેરી સેવ 1 ચમચી
  • પિંક બોલ 1 ચમચી
  • ગોલ્ડન સુગર 1 ચમચી
  • સૂકા ગુલાબની પાંખડીઓ 1 ચમચી
  • સિલ્વર બોલ 1 ચમચી

ગુલકંદ પેંડા બનાવવાની રીત | Gulkand penda recipe in gujarati

ગુલકંદ પેંડા બનાવવા સૌપ્રથમ વ્હાઇટ ચોકલેટ ને ચાકુથી  નાના નાના કટકા કરી લ્યો. ગુલકંદ,  ક્રીમ અને લાલ  ફૂડ કલર ના બે ત્રણ ટીપાં નાખી દયો. હવે ચોકલેટ વાળુ વાસણ ગેસ પર  મૂકી ને ગેસ બિલકુલ ધીમો ચાલુ કરી ચોકલેટ ને હલાવતા રહી ચોકલેટ ને ઓગળી લ્યો. (ચોકલેટ ને બરોબર હલાવતા રહવી નહિતર જો ક્યાં પણ ચોટી જસે તો બરી જસે )

ચોકલેટ બરોબર ઓગળી ને બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ નાખી ને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ને મિશ્રણ થોડુ ઘટ્ટ થાય ત્યાં સુંધી ધીમા તાપે હલાવતા રહેવું. મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો .

Advertisement

હવે ઠંડા થયેલ મિશ્રણ માંથી નાની સાઇઝ ના બોલ  બનાવી ને તૈયાર કરી લ્યો આમ બધા મિશ્રણ માંથી બોલ તૈયાર કરી લ્યો.  ( જો તમને પેંડા નો આકાર આપવો હોય તો હથેળી વચ્ચે થોડા દબાવી નાખવા અથવા તો કોઈ નવો આકાર આપવો હોય તો એ કુકી કટર થી પણ આકાર આપી શકો છો. )

ત્યારબાદ એક વાસણમાં પીસેલા કાજુ, સોનેરી સેવ, પિંક બોલ, ગોલ્ડન સુગર, સૂકા ગુલાબની પાંખડીઓ થોડી ક્રશ કરી ને નાખો અને સિલ્વર બોલ નાખી મિક્સ કરી લ્યો. ( આ સિવાય તમને બીજી કોઈ સામગ્રી થી ગાર્નિશ કરવી હોય કે સાદા રાખવા હોય તો એમ પણ રાખી શકો છો)

હવે તૈયાર કરેલ સૂકી સામગ્રી માં તૈયાર કરેલ બોલ ને એમાં ગોળ ગોળ ફેરવી ને કોટિગ કરી લ્યો આમ એક એક બોલ ને કોટીગ કરી ને તૈયાર કરી લ્યો અને બજારમાં મળતા પેપર કપ માં મૂકી ને ડબ્બા ભરી લ્યો ને મજા લ્યો ગુલકંદ પેંડા.

Gulkand penda banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Manisha Bharani’s Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મમરા માંથી ઉપમા બનાવવાની રીત | Mamra mathi upma banavani rit

ભરેલા શાક નો મસાલો બનાવવાની રીત | Bharela shaak no masalo banavani rit

સરગવાના પાંદ નો પુલાવ બનાવવાની રીત | Sargva na pand no pulao banavani rit

રાઘવદાસ લાડુ બનાવવાની રીત | Raghavdas ladoo banavani rit | Raghavdas ladoo recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement