લીંબુ નું અથાણું બનાવવાની રીત | limbu nu athanu banavani rit

લીંબુ નું અથાણું બનાવવાની રીત - limbu nu athanu banavani rit
Image credit – Youtube/foodzeee
Advertisement

નમસ્તે મિત્રો આજે લીંબુ નું અથાણું કેવી રીતે બનાવવું એ પ્રશ્ન ઘણા વ્યક્તિ ને થતો હોય છે તેથી આજ આપણે બનાવીશું લીંબુ નું ખાટું અથાણું જે ખુબજ સ્વાદિષ્ટ છે અને જે વ્યક્ત ને ખાટું ભોજન કે લીંબુ  પસંદ હોય તેમને ખુબજ પસંદ આવશે. તો ચાલો શીખીએ લીંબુ નું અથાણું બનાવવાની રીત – limbu nu athanu banavani rit.

લીંબુ નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • ૧૦ લીંબુ
  • મૂઠી એક મીઠું
  • ૧ ચમચી હળદર
  • દોઢ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ૧/૨ ચમચી મેથી દાણા નો પાવડર

અથાણું વઘાર માટે જરૂરી સામગ્રી

  • ૧૦૦ ગ્રામ તેલ
  • ૧ ચમચી રાઈ
  • ૧/૨ ચમચી હિંગ
  • જરૂર મુજબ મીઠું

લીંબુ નું અથાણું બનાવવાની રીત | limbu nu athanu banavani rit

limbu nu athanu – લીંબુ નું ખાટું અથાણું બનાવવા સૌપ્રથમ લીંબુને પાણીથી બરોબર ધોઇ સાફ કરી લો ત્યારબાદ તેને કપડા વાળી બિલકુલ કોરા કરી લો થઈ જાય એટલે તેના આઠ ભાગ ના કટકા કરી લો

લીંબુ ના કટકા થઈ જાય એટલે એક વાસણમાં લીંબુ ના કટકા નાખી દો ત્યારબાદ તેમાં મુઠી જેટલું અથવા ૮ થી ૧૦ ચમચી જેટલું મીઠું નાખી દો ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી હળદર ઉમેરી બધું બરોબર મિક્સ કરો

Advertisement

તૈયાર મિશ્રણને કપડું ઢાંકીને અથવા ઢાંકણ ઢાંકીને ઢાંકી તડકે મૂકી દો તડકે મૂકેલું વાસણ રાત્રે ઘરમાં લઈ લેવું ત્યારબાદ તેને બરાબર હલાવીને મિક્સ કરી લેવું ત્યાર બાદ બીજે દિવસે સવારે ફરી વાસણને તડકે મુકતા પહેલા બરોબર હલાવી ઢાંકી ફરીથી તડકે મૂકવું

આમ ૧૦થી ૧૫ દિવસ સુધી રોજ હલાવતા જઈ લીંબુ ને ગરાવી લેવા લીંબુની તડકે મુકવા ૧૦થી ૧૨ દિવસ બાદ લીંબુ ગરી જાય એટલે તેના પર લાલ મરચાનો ભૂકો, હળદર, મેથીનો ભૂકો અને જો જરૂર લાગે તો મીઠું નાખી હલાવ્યા વગર એકબાજુ મૂકો

હવે વઘારીયા માં તેલ લઇ તેલને ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાંખી વઘાર કરો ત્યારબાદ તેમાં હિંગ નાખી ગેસ બંધ કરી દયો

 તૈયાર વઘારની લીંબુ નાખેલા મસાલા પર રેડો ત્યારબાદ બધું જ મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય એટલે તૈયાર છે લીંબુ નું ખાટું અથાણું.

lemon pickle recipe in Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર foodzeee ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya banavvani rit

પંજાબી સમોસા બનાવવાની રીત | Punjabi samosa recipe in Gujarati

ગોળ ની ફાડા લાપસી બનાવવાની રીત | Fada lapsi banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement