ઘઉંના લોટ ના વેજીટેબલ ચિલા બનાવવાની રીત | Ghau na lot na vegetable chila banavani rit

ઘઉંના લોટ ના વેજીટેબલ ચિલા - Ghau na lot na vegetable chila - ઘઉંના લોટ ના વેજીટેબલ ચિલા બનાવવાની રીત - Ghau na lot na vegetable chila banavani rit
Image credit – Youtube/Indian Spice Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ઘઉંના લોટ ના વેજીટેબલ ચિલા બનાવવાની રીત – Ghau na lot na vegetable chila banavani rit શીખીશું, do subscribe Indian Spice Kitchen YouTube channel on YouTube If you like the recipe , રોજ રોજ રોટલી બનાવી ને કંટાળી ગયા હો અને ઘઉંના લોટ માંથી કઈક અલગ જ પ્રકારની વાનગી બનાવી ને ખાવી હોય તો આજ અમે લઈ આવ્યા છીએ ઘઉંના લોટ અને શાક ના મિશ્રણ થી તૈયાર કરેલ ચીલા જે બનાવવા સરળ છે ને સ્વાદ માં ખુબ સારા લાગતા હોય છે તો ચાલો જાણીએ ઘઉંના લોટ ના વેજીટેબલ ચિલા બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

વેજીટેબલ ચિલા બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉં નો લોટ 1 ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 2-3 ચમચી
  • રાઈ ¼ ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • ચણા દાળ 1 ચમચી
  • ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
  • મીઠા લીમડાના પાન 6-7
  • ઝીણા સમારેલા ગાજર ¼ કપ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ
  • ઝીણા સમારેલા ટામેટા 1-2
  • હળદર ¼ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Ghau na lot na vegetable chila banavani rit

ઘઉંના લોટ ના વેજીટેબલ ચિલા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લેશું એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક કપ પાણી થોડુ થોડુ પાણી નાખી બરોબર મિક્સ કરતા રહો ને ગાંઠા ન રહે એમ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, અડદ દાળ, ચણા દાળ નાખી શેકી લ્યો. બને દાળ બરોબર શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, મીઠા લીમડાના પાન નાખી બરોબર મિક્સ કરી લ્યો.

Advertisement

ફૂલ ગેસ પર એમાં ઝીણા સમારેલા ગાજર, ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સમારેલા ટામેટા નાખીને બરોબર મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી શેકેલ મસાલા ને ઠંડો થવા દયો.

ઘઉંના મિશ્રણ માં ઠંડો થયેલ મસાલો, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર લાગે તો બે ચાર ચમચી પાણી નાખી મિશ્રણ ને મિડીયમ ઘટ્ટ થાય એવું મિશ્રણ તૈયાર કરી લ્યો.

ગેસ પર એક તવી / કડાઈ  પર એક બે ચમચી તેલ લગાવી લ્યો ને એકથી દોઢ કડછી તૈયાર મિશ્રણ એના પર નાખી એક સરખું ફેલાવી ને ધીમા તાપે શેકો એક બાજુ બરોબર શેકાઈ જાય એટલે હલકા હાથે ઉથલાવી બીજી બાજુ પણ શેકી લ્યો.

આમ બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ ઉતારી લ્યો અને બીજા ચીલા પણ આમ જ તૈયાર કરો અને તૈયાર ચીલા ને ચટણી કે સોસ સાથે સર્વ કરો ઘઉંના લોટ ના વેજીટેબલ ચિલા.

ઘઉંના લોટ ના વેજીટેબલ ચિલા બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Indian Spice Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Indian Spice Kitchen ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

વઘારેલ મમરા બનાવવાની રીત | Vagharela mamra banavani rit

જૈન સમોસા બનાવવાની રીત | Jain samosa banavani rit | Jain samosa recipe in gujarati

દૂધી પકોડા ચાટ બનાવવાની રીત | Dudhi pakoda chat banavani rit | Dudhi pakoda chat recipe in gujarati

બટાકા ની ચિપ્સ નું શાક બનાવવાની રીત | Bataka ni chips nu shak banavani rit

પાકેલા કેળા ની બરફી બનાવવાની રીત | Pakela kela ni barfi banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement