કેપ્સીકમ બેસન નું શાક બનાવવાની રીત | capsicum besan nu shaak banavani rit

કેપ્સીકમ બેસન નું શાક બનાવવાની રીત - capsicum besan nu shaak banavani rit - capsicum besan nu shaak recipe in gujarati - capsicum besan nu shaak - કેપ્સીકમ બેસન નું શાક
Image credit – Youtube/Krishna's Cuisine
Advertisement

નમસ્તે મિત્રો do subscribe Krishna’s Cuisine YouTube channel on YouTube  If you like the recipe આજે આપણે કેપ્સીકમ બેસન નું શાક બનાવવાની રીત – capsicum besan nu shaak banavani rit શીખીશું. આ શાક નાના બાળકો અને મોટા બધા ને ખૂબ પસંદ આવે છે અને જ્યારે કોઈ શાક ના ભાવતા હોય ત્યારે આ શાક તૈયાર કરી શકો છો અને આ શાક ખીચડી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો જાણીએ capsicum besan nu shaak recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

કેપ્સીકમ બેસન નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • કેપ્સીકમ 3-4
  • તેલ 3-4 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • પાણી ¼ કપ
  • બેસન ¾ કપ
  • શેકેલ સીંગદાણા નો ભૂકો ¼ કપ
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • તેલ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી ¼ કપ

capsicum besan nu shaak recipe in gujarati | કેપ્સીકમ બેસન નું શાક બનાવવાની રીત

કેપ્સીકમ બેસન નું શાક બનાવવા સૌપ્રથમ કેપ્સીકમ ને ધોઇ ને સાફ કરી કપડા થી લુછી લ્યો ત્યાર બાદ એના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો અને એક વાસણમાં બેસન નો લોટ ચાળી ને લ્યો એમાં શેકેલ સીંગદાણા નો ભૂકો, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, તેલ, લીંબુનો રસ અને મીઠું નાખી મિક્સ કરી એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સુધારેલ કેપ્સીકમ નાખી મિક્સ કરી લ્યો અને કેપ્સીકમ માં જરૂર પડે એટલું મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ મિનિટ સુધી શેકી લ્યો

Advertisement

ત્યારબાદ એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચાર પાંચ મિનિટ 70-80% ચડવા દયો ત્યાર બાદ ઢાંકણ ખોલી મિક્સ કરો અને એમાં તૈયાર કરેલ બેસન નું મિશ્રણ નાખો એના પર નાખો અને ઉપર થી પા કપ જેટલું પાણી છાંટો અને મિક્સ કર્યા વગર ફરી ઢાંકણ ઢાંકી ને ધીમા તાપે પાંચ મિનિટ ચડવા દયો

હવે પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો અને હલાવતા રહી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્રણ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને રોટલી કે ખીચડી સાથે સર્વ કરો તો તૈયાર છે કેપ્સીકમ બેસન નું શાક.

capsicum besan nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર  Krishna’s Cuisine ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ચોખા ના લોટ ની કટલેસ બનાવવાની રીત | chokha na lot ni cutlet banavani rit | chokha na lot ni cutlet recipe in gujarati

લસણ બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત | lasan bataka na gathiya recipe in gujarati | lasan bataka na gathiya banavani rit

ચાટ મસાલો બનાવવાની રીત | chat masala banavani rit | chaat masala recipe in gujarati

ખોબા રોટી બનાવવાની રીત | khoba roti banavani rit | Khoba roti recipe in gujarati

ચીઝી મસાલા પાવ બનાવવાની રીત | cheese masala pav banavani rit

લીલા લસણનો ઠેસો બનાવવાની રીત | Lila lasan no theso banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement