ખોબા રોટી બનાવવાની રીત | khoba roti banavani rit | Khoba roti recipe in gujarati

ખોબા રોટી બનાવવાની રીત - khoba roti banavani rit - Khoba roti recipe in gujarati
Image credit – Youtube/The EPIC Channel
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe The EPIC Channel YouTube channel on YouTube આજે આપણે રાજસ્થાની ખોબા રોટી બનાવવાની રીત શીખીશું. ખોબા રોટી ને જાડી રોટી પણ કહેવાય છે તો ચાલો બનાવીએ ખોબા રોટી, Khoba roti recipe in gujarati, khoba roti banavani rit, જેને બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.

ખોબા રોટી બનાવવા જરૂરી સામગ્રી | khoba roti banava jaruri samgri

  • ઘઉંનો લોટ 1 કપ
  • ઘી 4-5 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

ખોબા રોટી બનાવવાની રીત | Khoba roti recipe in gujarati

ખોબા રોટી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચારી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખો ને ને બે ત્રણ ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરો

હવે એમાં થોડુ થોડુ કરી પાણી નાખતા જઈ મીડીયમ કઠણ લોટ બાંધો ને બાંધેલા લોટ ને ઢાંકી ને પાંચ મિનિટ એક બાજુ મૂકો

Advertisement

હવે ગેસ પર એક તવી ધીમે તાપે ગરમ મૂકો

બાંધેલા લોટ ને મસળી લ્યો ને બે ભાગ કરી બે લુવા તૈયાર કરો હવે એક લુવા ને લ્યો ને જાડી રોટલી વણી લેવી વણેલી રોટલી ને એક બાજુ થોડું ઘી લગાડવું

હવે ગેસ પર ગરમ મુકેલી તવી પર રોટલી પર જે બાજુ ઘી લગાવેલ છે એ બાજુ મૂકો ને એક મિનિટ રોટલી ને ચડાવો ત્યાર બાદ ઉથલાવી લ્યો

હવે જે બાજુ ઘી લગાવેલ તે ઉપર ની બાજુ આવશે એટલે એમાં હાથ ની બે આંગળી વડે ચપટી બનાવી ગોળ ગોળ ચપટી વડે ડિઝાઇન બનાવી લેવી

નીચેની બાજુ પાંચ સાત મિનિટ ધીમે તાપે બરોબર ચડાવી લ્યો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ પાંચ મિનિટ ચડાવો

હવે તૈયાર રોટીને ગેસ પર સીધી બને બાજુ ફૂલકા રોટલી જેમ ચડવી લેવી તૈયાર ખોબા રોટી પર બરોબર ઘી લગાવી મજા લ્યો શાક, દાળ કે કઢી સાથે સર્વ કરી શકો છો.

khoba roti banavani rit | ખોબા રોટી બનાવવાની રીત વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The EPIC Channel ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બાજરી ના લોટ ના ઢેબરા બનાવવાની રીત | bajri ni lot na dhebra banavani rit | Bajra methi thepla banavani rit | Bajri na thepla Recipe in Gujarati

ક્રિસ્પી મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya banavani rit

લીલા લસણનો ઠેસો બનાવવાની રીત | Lila lasan no theso banavani rit

માવા ના ગુજીયા બનાવવાની રીત | મીઠા ઘૂઘરા બનાવવાની રીત | mitha ghughra banavani rit | gujiya banavani rit

ભાજી કોન બનાવવાની રીત | Bhaji cone recipe in Gujarati | bhaji cone banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement