લીલા લસણનો ઠેસો બનાવવાની રીત | Lila lasan no theso banavani rit

Lila lasan no theso banavani rit - Lila lasan no theso recipe in gujarati - લીલા લસણનો ઠેસો બનાવવાની રીત
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે લીલા લસણનો ઠેસો ને ચોખાલોટની ભાખરી બનાવવાની રીત શીખીશું. શિયાળો આવતાં સ્વાથ્ય વર્ધક વાનગીઓ ખાવાનું બધા પસંદ કરતા હોઇએ છીએ એવીજ એક મહારાષ્ટ્રિયન વાનગી છે લીલા લસણનો ઠેશો જે ચોખાના લોટ ની ભાખરી સાથે એક દમ મસ્ત લાગે છે જે બનાવવાની રીત શીખીશું, લીલા લસણનો ઠેસો બનાવવાની રીત, Lila lasan no theso banavani rit, Lila lasan no theso recipe in gujarati.

લીલા લસણના ઠેસા માટેની સામગ્રી

  • સીંગદાણા ¼ કપ
  • તેલ 4-5 ચમચી
  • લીલું લસણ 1 કપ સુધારેલ
  • લીલા મરચાના કટકા  10-12
  • સ્વાદ મુજબ મીઠુ
  • ભાખરી બનાવવા માટેની સામગ્રી
  • ચોખાનો લોટ 1 કપ
  • ઘી 1-2 ચમચી
  • પાણી 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ

લીલા લસણનો ઠેસો બનાવવાની રીત | Lila lasan no theso banavani rit | Lila lasan no theso recipe in gujarati

સૌ પ્રથમ લસણ ને સાફ કરી ધોઈ લ્યો ને કોરા કરી લ્યો ત્યાર બાદ સુધારી લેવા

લીલા મરચાની દાંડી કાઢી ને કટકા કરી લ્યો

Advertisement

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે એમાં મરચાના કટકા નાખી શેકો ત્યાર બાદ એમાં સીંગદાણા નાખી મિક્સ કરી બે મિનિટ શેકો

ત્યાર બાદ એમાં સુધારેલ લીલું લસણ નાખી બે ત્રણ મિનિટ ફૂલ તાપે શેકો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ ફરી કરી બે ત્રણ શેકો ને ગેસ બંધ કરી થોડું ઠંડું થવા મૂકો

થોડું ઠડું થાય એટલે ખંડણી ધસ્તા વડે ઠેસ ને અધ્ધ કચરો ફૂટી લ્યો તો તૈયાર છે ઠેસો.

ચોખાલોટની ભાખરી બનાવવાની રીત | chokha na lot ni bhakhari banavani rit

ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું ને ઘી નાખી પાણી ઉકાળો

પાણી ઉકળવા લાગે એટલે એમાં ચોખાનો લોટ નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ મૂકો

પાંચ મિનિટ પછી લોટ ને એક વાસણમાં કાઢી ને હાથ વડે મસળી લ્યો ને ભીનું કપડું નીચોવીને ઢાંકી ને દસ બર મિનિટ એક બાજુ મૂકી દો

દસ મિનિટ પછી લોટ ને ફરી મસળી લ્યો ને ભાખરી માટેના લુવા બનાવી લ્યો એક લુવા ને કોરા લોટ લઈ રોટલી બનાવી લ્યો

ગેસ પર તાવડી ગરમ કરી લ્યો એમાં તૈયાર રોટલી ને શેકવા મૂકો ને ઉપરના ભાગ માં થોડું પાણી લગાવી બને બાજુ શેકી લ્યો બને બાજુ બરોબર શેકાઈ જાય એટલે તાવડી પર થી ઉતરી ઘી લગાવી ગરમ લીલા લસણના ઠેસાં સાથે સર્વ કરો

લીલા લસણનો ઠેસો બનાવવાની રીત વિડીયો | Lila lasan no theso banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મસાલા પુરી બનાવવાની રીત | masala puri banavani rit | masala puri recipe in gujarati

મેગી બનાવવાની રીત | maggi banavani rit | maggi recipe in gujarati ma

ગોળ ની ચીકી બનાવવાની રીત | ગુબીત – ગુડ ગટ્ટા બનાવવાની રીત | gubit banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement